છો ને એ પૂરી કામિયાબ નથી,
જિંદગી તોય કઈં ખરાબ નથી.
જેને જે કહેવું હો એ કહેવા દો,
જિંદગીથી સરસ જવાબ નથી.
છોડી દો તાકઝાંક, વ્હાલાઓ!
જિંદગી છે, કોઈ કિતાબ નથી.
સાથી! વિશ્વાસથી વધી જગમાં
માન-અકરામ કે ખિતાબ નથી.
‘બેઉ દિલથી મળે ને મજલિસ થાય’-*
બેઉનું અન્ય કોઈ ખ્વાબ નથી.
તું છે સાથે તો છો ને રસ્તામાં-
કંટકો છે અને ગુલાબ નથી
રાજ કરીએ, બસ, એકમેક ઉપર,
તો શું કે આપણે નવાબ નથી.
સાંભળીને તમે ઝૂમો છો કેમ?
મારી ગઝલોમાં તો શરાબ નથી.
– વિવેક મનહર ટેલર
(૨૩-૨૪/૧૧/૨૦૨૧)
(*પુણ્યસ્મરણ: બે જણાં દિલથી મળે તો એક મજલિસ છે, ‘મરીઝ’)
વાહ ખૂબ સરસ
આભાર
વાહ! ખૂબ સરસ રચના
આભાર
સરસ વાજ ક્યાબાત
ખુબ સરસ
સરસ
આભાર
છોડી દો તાકઝાંક, વ્હાલાઓ!
જિંદગી છે, કોઈ કિતાબ નથી….કયા બાત હૈ, કવિ શ્રેી…
આભાર
જેને જે કહેવું હો એ કહેવા દો,
જિંદગીથી સરસ જવાબ નથી… Kyaa baat !
તું છે સાથે તો છો ને રસ્તામાં-
કંટકો છે અને ગુલાબ નથી… marmik 😊
– વિવેક મનહર ટેલર
(૨૩-૨૪/૧૧/૨૦૨૧) Ame moda padya…
ખૂબ ખૂબ આભાર
Vah very nice.,..
આભાર
Beautiful લાજવાબ
આભાર