‘આઇ’ ઓગાળી શકે તો આવજે

….તો આવજે… નાયડા ગુફા, દીવ, ઓગસ્ટ, ૨૦૨૨


.

‘આઇ’ ઓગાળી શકે તો આવજે,
ખુદથી પર ધારી શકે તો આવજે.

મારી માફક દરવખત નહીં, એકવાર
જાણીને હારી શકે તો આવજે

કોઈ બદલાતું નથી, સ્વીકારું છું;
તુંય સ્વીકારી શકે તો આવજે.

આવવાનું છે એ તો નક્કી જ છે,
પણ જવું ટાળી શકે તો આવજે.

મીણબત્તી પળ બે પળ ચાલે તો બહુ,
સત્વરે આવી શકે તો આવજે.

હું જ હું બોલ્યા કરું છું રાત-દિન-
આ તું સમજાવી શકે તો આવજે.

– વિવેક મનહર ટેલર
(૧૧-૦૩-૨૦૨૦/૩૦-૦૮-૨૦૨૨)

*

…પણ જવું ટાળી શકે તો આવજે… નાયડા ગુફા, દીવ, ઓગસ્ટ, ૨૦૨૨

34 thoughts on “‘આઇ’ ઓગાળી શકે તો આવજે

  1. વાહ….ખૂબ સરસ👌
    છેલ્લો શેર ખૂબ ગમ્યો.

    • શું કહ્યું? ‘આઇ’ ખૂંચ્યો?!

      સરસ!

      પ્રયોજન સફળ રહ્યું તો તો… ખૂંચે નહીં તો કેમ નડે છે એ કેમ સમજાય?!

      શેરમાં વાત ભલે ‘આઇ’ને ઓગાળવા બાબતની કેમ ન કરી હોય, હેતુ ‘આઇ’ ઓગળી શકતો નથી એ અધોરેખિત કરવાનો હતો.

  2. ‘આઇ… ne pacho kepital valo nai ?

    હું જ હું બોલ્યા કરું છું રાત-દિન-
    આ તું સમજાવી શકે તો આવજે. Uff…!

    – વિવેક મનહર ટેલર
    (૧૧-૦૩-૨૦૨૦/૩૦-૦૮-૨૦૨૨) Oww…

  3. બહું મજાની ગઝલ અને એ જ મુજબ નાયડાની ગુફાના‌ ફોટા.. અફલાતૂન….

  4. ખૂબ સરસ……….

    રિયલ “આઇ” તો પ્રગટ થવા આતુર છે પણ પર્સનાલિટી અને ફોલસ False પર્સનાલિટી ની ભીડ નાં ઘોંઘાટમાં રિયલ “આઇ” નો અવાજ આપણાં સુધી પહોંચતો નથી.

  5. ગઝલનો મત્લા જ જબરજસ્ત છે. આઈ-મિન્સ ‘હું’ પણું ઉંબરે જ(છોડીને) મુકવાની વાત મૂકીને ગઝલકારે જે બધા વળગણ છે એ મૂકીને આવવાનું કહે છે..પણ આઈ ઓગાળવો બહુ અઘરો છે.એ તો જેને સાચી સુરતા લાધે એ જ ઓગાળી શકે..ગઝલકારે મીણબત્તી નો સંદર્ભ ટાંકયો છે એમાં બહુ ઊંડી વ્યંજના છે.મીણબત્તી એ તો શ્વાસ છે.એનું આયુષ્ય કોઈ નક્કી નથી.અને એ ઓલવાઈ જાય એ પહેલા આવવાની વાત..!પણ ક્યાં? તો ત્યાં..જ્યાં જીવનનું /કર્મો નું/અસ્તિત્વનું ઉચ્ચતમ શિખર..ત્યાં પહોંચવાનું છે.ત્યાં સરહદ પુરી થઈ જાય છેએ છે ‘હું..’ની પેલે પાર!!!
    ગઝલ નો અન્ય શેર:’આવવાનું છે એ તો નક્કી જ છે,પણ જવું ટાળી શકે તો આવજે’..-વાહ!!!હું ની પેલે પાર તો શૂન્ય છે.ત્યાંથી પાછા અવાતું નથી.કેમ કે વિલીન ત્યાં જ થઈ જવાનું છે.એવી તૈયારી સાથે આવવાનું છે.બહોત ખૂબ!!👌👌અભિનંદન વિવેકભાઈ..સરસ ગઝલ!!

  6. દોસ્ત, આવજે રદિફ જ ગઝલની મજા છે,મારે તો મતલા પાસેથી ઘણું શીખવા જેવું છે, મને તો આખી ગઝલ ગમી
    ‘આઇ’ ઓગાળી શકે તો આવજે,
    ખુદથી પર ધારી શકે તો આવજે.

    મારી માફક દરવખત નહીં, એકવાર
    જાણીને હારી શકે તો આવજે

    કોઈ બદલાતું નથી, સ્વીકારું છું;
    તુંય સ્વીકારી શકે તો આવજે.

    આવવાનું છે એ તો નક્કી જ છે,
    પણ જવું ટાળી શકે તો આવજે.

    મીણબત્તી પળ બે પળ ચાલે તો બહુ,
    સત્વરે આવી શકે તો આવજે.

    હું જ હું બોલ્યા કરું છું રાત-દિન-
    આ તું સમજાવી શકે તો આવજે.

    – વિવેક મનહર ટેલર
    કયા બાત હૈ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *