
(ફુલ્લકુસુમિત….. . . …..ગરમાળો, સુરત, મે- ૨૦૨૪)
રોજ મીટ માંડું છું ઉપર,
એક સેર પીળી જોવાને આયખું – આંખ્યું સઘળું તત્પર,
હાયે! આ ગરમાળો નીંભર…
હરખે વાવ્યો, હેતે સીંચ્યો,
ઉત્કંઠા પી-પીને પાછો વાંભ-વાંભ વધ્યો એ ધાંસુ;
હમણાં ખીલે, હમણાં ખીલે
કરતાં કરતાં ખાલી વીતતાં વરસોને પણ આવ્યાં આંસુ,
કોરા કોરા જાય ઉનાળા,
મારા યત્નો, તાલાવેલી જોઈ હસે જાણે સચરાચર
હાયે! આ ગરમાળો નીંભર…
ગામ આખાના ગરમાળાને
પાંદ-પાંદ પે દીવડા પ્રગટે, મારે ત્યાં બસ લીલપ લટકે;
સૂરજ આંખો લાલ કરે પણ
સમ ખાવા પૂરતુંય ના, જો ને! એનું એક રૂંવાડું ફરકે,
એકટક જોયે રાખું એને,
સૂરજ નહીં ને આંખના તાપની થાય કદાચિત કંઈક અસર.
હાયે! આ ગરમાળો નીંભર…
-વિવેક મનહર ટેલર
(૨૭-૦૮-૨૦૨૧)

(ગ્રીષ્મચક્ર….. . . ….કવિના ઘરનો ગરમાળો, સુરત, મે- ૨૦૨૪)
Your favorite..sunder Rachna
આભાર, રચના….
વાહ.. ખૂબ સરસ
આભાર, વારિજભાઈ…
વાહ વાહ
સરસ રચના
@આસિફખાન
ખૂબ ખૂબ આભાર
મોડે મોડે ગરમાળાએ સોનાના ફૂલોને ધારણ કર્યા અભિનંદન !
@ધ્રુતિ મોદી:
સાચું… આભાર
Waah! Garmalo😍
@અમીષા પારેખ:
આભાર
Very beautiful creation. At least now ‘Garmalo’ has flowers.
@તોરલ શુક્લ:
સાચી વાત… ખૂબ ખૂબ આભાર
સૂરજ નહીં ને આંખના તાપની થાય કદાચિત કંઈક અસર.
હાયે! આ ગરમાળો નીંભર… Hummm…
– વિવેક મનહર ટેલર –
@પૂનમ:
ખૂબ ખૂબ આભાર