*
એક પછી એક સામયિકોનાં પાને પાનાં ઉથલાવ્યાં,
શબ્દોનાં ધાડાં મળ્યાં પણ ક્યાંય કવિતા ના પામ્યા;
મનજીભાઈ તો મૂંઝાયા…
રદીફ કાફિયાના ડબ્બા લઈ બે મિસરાના પાટા પર,
ગોળ ગોળ કાપ્યે રાખે છે ગઝલોની ટ્રેનો ચક્કર;
બેતબાજી ને તુકબંધી, લ્યો! ડબ્બે ડબ્બે સચરાચર,
પણ એકેમાં કયાંય જડે નહીં શેરિયત નામે પેસેન્જર,
સ્ટેશન-બેશન છે જ નહીં, આ ક્યાં બેઠા? શીદ ચકરાયા?
મનજીભાઈ તો મૂંઝાયા…
થોડી ગઝલો, થોડાં ગીતો, થોડાં અછાંદસ, સૉનેટો,
સૂંઠના ગાંગડે ગાંધી થાવા નીકળી પડ્યા છે પંડિતો,
પદક્રમને લાતે ફંગોળો, વ્યાકરણને બે મુક્કા ઝીંકો,
તમે છો સર્જક, તમે છો બ્રહ્મા, મનમરજી પડે એ છીંકો…
બોડી બામણીનું ખેતર છે, વિવેચક સૌ કુમ્ભકર્ણાયા…
મનજીભાઈ તો મૂંઝાયા…
સંપાદકને મેગેઝીનના પાનાં ભરવાથી મતલબ છે,
કોણ છે નવરું જોવા કે બકવાસ લખ્યું છે કે કરતબ છે?
કંઈ ન હો તો સૉશ્યલ મીડિયા હાજર જ છે ને અનહદ છે,
લાઇક્સ, કમેન્ટ, ને શેરની દુનિયા, નેતિ નેતિની સરહદ છે,
કોણ નથી ખેંચાયું વાટકી વહેવારના દરિયામાં, ભાયા?
મનજીભાઈ તો મૂંઝાયા…
– વિવેક મનહર ટેલર
(૨૮-૨૯/૧૦/૨૦૨૧)
Reality …
કુમ્ભકર્ણાયા…mast shabd ho ….
વેધક કટાક્ષ
વાહ ક્યાબાત વાહ
સાહેબ
આજે પરિસ્થિતિ એવી છે કે ડઝનબંધી સાહિત્ય સામયિકો ઉથલાવી નાંખીએ તોય એકાદ સાચી કવિતા માંડ હાથ લાગે છે… બાકી હતું તે સૉશ્યલ મીડિયાના કારણે સાંપડેલી પ્રકાશન આઝાદીએ પથારી ફેરવી છે.. કવિ ડોકટર, તમારી વાત સાચી છે પણ આટલી હિંમતથી બોલે છે અને બોલે તો સૉશ્યલ મીડિયા ઉપર દુશ્મનો ની કટાર ઊભી થાય છે. તમે બોલ્યા/લખયુ ગમયું આવકારું છુ….
આજની સ્થિતિનું સાચું અને સચોટ ચિત્રણ..
પત્રકારત્વના સંદર્ભે સત્ય હકીકતને સચોટ રીતે રજુ કરવા બદલ ડો.વિવેક્ભાઈને ખૂબ ખૂબ અભિનદન……
આ વિગતો અમારા સુધી લઈ આવવા બદલ આપનો આભાર..
એકદમ સાચેી વાત્
વાહ્… વિવેચક સૌ કુમ્ભકર્ણાયા…
એકદમ સાચેી વાત્
વાહ્… વિવેચક સૌ કુમ્ભકર્ણાયા…
લતા હિરાણેી
વાહ..વાહ…સહમત..આ એક શબ્દસાધના છે…