
Two-gether…
*
ભીંસ હજી ભીંસ હજી ભીંસ હજી ભીંસ
હૈયું ચીરીને છેક ભીતરથી નીકળે ના જ્યાં સુધી વહાલપની ચીસ.
ત્સુનામી, ધરતીકંપ, આંધી-વંટોળ અને જ્વાળામુખીય ઘણા ફાટ્યા,
સોંસરવાં ખંજર હુલાવી હજારવાર ખુદને ખુદ જીવતેજીવ દાટ્યા;
સાંધો જ્યાં બાર, તેર તૂટે એ દહાડા વલોવીને અમરતને ખાટ્યા,
અને બાર વત્તા તેર એમ માંડી હિસાબ આજ પૂરાં કીધાં છે પચ્ચીસ.
હજી કાઢીએ એકાદ-બે ‘પચ્ચીસ?’
હાથોમાં હાથ લઈ એવો સંગાથ કીધો, મારગ ખુદ ભરતો સલામી,
માઇલોના પથ્થર વિચારે છે- ‘વીતવામાં જલ્દી કરી બેઠા ખાલી;’
ઉંમરનાં પાન પીળાં પડતાં ગ્યાં એમ એમ છોડ ઉપર વધતી ગઈ લાલી,
હવે ઢળતા સૂરજની સાખ દઈએ એકમેકને, આગલા જનમના પ્રોમિસ,
ના, ના, ભવભવ તને જ પામીશ.
– વિવેક મનહર ટેલર
(૨૫-૦૧-૨૦૨૨)
*

ચલો દિલદાર ચલો…. … મલેશિયા, ૨૦૧૮
Sunder….congratulations..
वाह खूब सरस गीत वाह
ઉંમરનાં પાન પીળાં પડતાં ગ્યાં એમ એમ છોડ ઉપર વધતી ગઈ લાલી, congratulations
હૈયું ચીરી ને નીકળી વ્હાલપ ની ચીસ ્સ્સ્સ્્સ્સ્સ્સ્સ્સ્્સ્્્સ્સ્સ્સ્સ્સ્્સ્સ્સ્સ્સ્સ્્સ્
સરસ ગીત. પણ વ્હાલપની ચીસ ! ‘ચીસ’ શબ્દ જ્રરા ખુન્ચ્યો…
લતા હિરાણી