ગોખ છોડી ગયાં છે પારેવાં

ઢળતી સંધ્યાના રંગ… ગોવા, જુલાઈ ૨૦૨૧

ગોખ છોડી ગયાં છે પારેવાં,
આ સમાચાર કોને જઈ કહેવા ?

ઢળતી સંધ્યાના રંગ છે જેવા,
હાલ હંગામી આપણા એવા.

હૂબહૂ દેખે જેવા છે એવા,
કાઢ, આ ચશ્માં પહેર્યાં છે કેવા?

કહેવું હો તો કહી દો આજે, વા
કાલ તો ચૂશે ગામના નેવાં.

કોઈ જોડે ન લેવા કે દેવા
કેવા માણસ છો ભાઈ! વા’ રે વા’…

ચાહવા તો છે તમને આજીવન
આપ એવા જ રહેજો છો જેવા

ફોન, પીસી, ટીવી ને સામે તમે
કોણ કોની કરી રહ્યું સેવા?

શ્વાસ અટકી પડ્યો છે છાતીમાં,
આવા તે કેવા શબ્દના હેવા!

-વિવેક મનહર ટેલર
(૦૬-૧૧-૨૦૧૬/૦૪-૨૦૨૧)

ઢળતી સંધ્યાના રંગ… બરબોધન તળાવ, જુલાઈ ૨૦૨૧

12 thoughts on “ગોખ છોડી ગયાં છે પારેવાં

  1. વાહ

    છેલ્લા પાંચ શેર …….
    અદભુત……
    ચાહવા છે આજીવન….

  2. વાહ મોજ મોજ

    ફોન, પીસી, ટીવી ને સામે તમે
    કોણ કોની કરી રહ્યું સેવા?

    જોરદાર શેર

  3. કાઢ આ ચશ્માં પહેર્યાં છે કેવા?

    ચાહવા તો છે તમને આજીવન
    આપ એવા જ રહેજો છો જેવા… વાહ

    ફોન, પીસી, ટીવી ને સામે તમે
    કોણ કોની કરી રહ્યું સેવા? બહુ સરસ……
    મસ્ત ગઝલ લખી વાહ…..

  4. કહેવું હો તો કહી દો આજે, વા
    કાલ તો ચૂશે ગામના નેવાં.… Waah !

  5. સરસ ગઝલ,
    ચાહવા તો છે તમને આજીવન,…..બધા જ શેર મનભાવન…..

Leave a Reply to Janki Cancel reply

Your email address will not be published. Required fields are marked *