
Scuba Diving at Andaman, 2013
દરિયામાં સ્કુબા તો શીખી લીધું મેં, પણ હૈયામાં ખાલી સ્નૉર્કેલિંગ,
આજ કરી લઉં છું આ વાતનો સ્વીકાર હું કે આજ મારે કરવું છે ડેરિંગ.
માસ્ક ભીતર પાણી ભરાઈ જાય અથવા તો પાઇપ જાય મોઢેથી છૂટી,
તળિયા લગ પહોંચતાં જ પ્રેસર ગેજ ચિત્કારે: ઑક્સિજન ગયો છે ખૂટી;
દરિયાના તળમાં તો હિંમત જ બેલી, ને માલમ સબૂરી જે ઘૂંટી
રંજ છે કે આ સઘળા કીમિયા હું શીખ્યો, પણ સંબંધમાં લીધી ના ટ્રેનિંગ.
દરિયામાં સ્કુબા તો શીખી લીધું મેં, પણ હૈયામાં ખાલી સ્નૉર્કેલિંગ,
પાણીમાં પાણી થઈ સામુદ્રી સૃષ્ટિના એક-એક અચરજ હું નાણું,
કોરલ કે રીફને કંઈ હાનિ ના પહોંચે એમ એની વિવિધતા હું માણું,
માછલીના ટોળાંમાં માછલીની જેમ કેમ સરવું એ કીમિયો પણ જાણું;
હૈયાને પહોંચે ના હાનિ-ખલેલ, એવો જીવતરમાં બન્યો ના કેરિંગ.
દરિયામાં સ્કુબા તો શીખી લીધું, હા, પણ હૈયામાં ખાલી સ્નૉર્કેલિંગ.
– વિવેક મનહર ટેલર
(૧૮-૧૯/૦૭/૨૦૨૦ – ૦૨/૦૭/૨૦૨૧)
સમુદ્રના ભીતરી ઐશ્વર્યને માણવાની બે કારગત તરકીબ એટલે સ્નૉર્કેલિંગ અને સ્કુબા.
સ્નૉર્કેલિંગ આસાન છે. ફેસ-માસ્ક અને મોઢાથી પકડેલી પાઇપનો એક છેડો પાણી બહાર રહે એમ દરિયાની સપાટી પર તરતા રહી જળચર સૃષ્ટિ અને પરવાળાં (કોરલ)નો આનંદ લેવો એ સ્નૉર્કેલિંગ.
સ્કુબા કડક તાલિમ વિના શક્ય નથી. દરિયાની ઠેઠ ભીતર સ્કુબાનો ડ્રેસ, ફેસ-માસ્ક, ઓક્સિજન સિલિન્ડર, ઓક્સિજનની માત્રા સૂચવતો પ્રેસરગેજ, વિ. અસબાબ ધારીને દરિયામાં એકદમ ઊંડે જઈને સચરાચર સૃષ્ટિનો કાળજીપૂર્વકનો અભ્યાસ કરવાનું સાહસ એટલે સ્કુબા.
હું અને મારો દીકરો સ્વયમ –બંને PADI સર્ટિફાઇડ સ્કુબા ડાઇવર છીએ અને દુનિયાના કોઈપણ દરિયામાં અમે બે buddies કોઈપણ ગાઇડ વિના ૬૦ ફૂટ સુધી ઊંડે જઈ શકવા સ્વતંત્ર છીએ.
આ બંને તરકીબોને અડખેપડખે રાખીને એક ગીત લખવાનો પ્રયાસ કર્યો છે… આશા છે, આપને ગમશે… આપના પ્રતિભાવ અવશ્ય આપજો..

Scuba Diving at Maldives 2002

Scuba diving at Great Barrier Reef, Australia 2019
Dive deep, in sea .. in life too. 😊
ખૂબજ સુંદર…કવિતા અને સ્કૂબાનો નવિનતમ્ અનુભવ…
વાહ… સ્કુબા વિશે જાણકારી દેતું તથા
દરિયા અને જીવતરનું ભીતરી ઐશ્વર્ય સંલગ્ન કરતું અનોખું ગીત
વાહ…આધુનિક કલ્પનો સાથેનું ખૂબ મજાનું ગીત..
વાહ!કેહવુ પડે તમારી કબુલાત ને 👏
વાહ મજાની જાણકારી સાથે મજાનું ગીત
Vaahh
નરી મોજ 👌💐
Wow!
Very interesting!!!
વાહ
અલગ અંદાજ નું ગીત માણ્યું….. 💕
દરિયાના તળમાં તો હિંમત જ બેલી, ને માલમ સબૂરી જે ઘૂંટી…👌🏻
Yup 2002 to 2019 & 2021 safaranama… khadatal ho to Dario pan kheday…
મસ્ત ગીત.
જીવન નું સાચું સત્ય.. સંબંધ માં તળિયે સુધી પહોંચતા શ્વાસ રૂંધાઇ જાય છે ..
સ્કુબા ક્યાં સહેલું છે આપણે સ્નોરકેલિંગ બરાબર છે❤️
Last line I like it….હૈયા ને પહોંચે ના હાનિ ખલેલ…એવો …