ગોખ છોડી ગયાં છે પારેવાં,
આ સમાચાર કોને જઈ કહેવા ?
ઢળતી સંધ્યાના રંગ છે જેવા,
હાલ હંગામી આપણા એવા.
હૂબહૂ દેખે જેવા છે એવા,
કાઢ, આ ચશ્માં પહેર્યાં છે કેવા?
કહેવું હો તો કહી દો આજે, વા
કાલ તો ચૂશે ગામના નેવાં.
કોઈ જોડે ન લેવા કે દેવા
કેવા માણસ છો ભાઈ! વા’ રે વા’…
ચાહવા તો છે તમને આજીવન
આપ એવા જ રહેજો છો જેવા
ફોન, પીસી, ટીવી ને સામે તમે
કોણ કોની કરી રહ્યું સેવા?
શ્વાસ અટકી પડ્યો છે છાતીમાં,
આવા તે કેવા શબ્દના હેવા!
-વિવેક મનહર ટેલર
(૦૬-૧૧-૨૦૧૬/૦૪-૨૦૨૧)
વાહ ખૂબ સરસ રચના
વાહ
છેલ્લા પાંચ શેર …….
અદભુત……
ચાહવા છે આજીવન….
વાહ મોજ મોજ
ફોન, પીસી, ટીવી ને સામે તમે
કોણ કોની કરી રહ્યું સેવા?
જોરદાર શેર
સુંદર ગઝલ ….
વાહહહ
ટૂંકી બહેરમાં મજાની ગઝલ
કાઢ આ ચશ્માં પહેર્યાં છે કેવા?
ચાહવા તો છે તમને આજીવન
આપ એવા જ રહેજો છો જેવા… વાહ
ફોન, પીસી, ટીવી ને સામે તમે
કોણ કોની કરી રહ્યું સેવા? બહુ સરસ……
મસ્ત ગઝલ લખી વાહ…..
કહેવું હો તો કહી દો આજે, વા
કાલ તો ચૂશે ગામના નેવાં.… Waah !
સરસ ગઝલ,
ચાહવા તો છે તમને આજીવન,…..બધા જ શેર મનભાવન…..
Waah
ત્રીજા શેરમાં સરસ કટાક્ષ.
શબ્દના હેવા છે… શ્વાસ છે…..
સરસ!
પ્રતિભાવ પાઠવનાર તમામ મિત્રોનો હૃદયપૂર્વક આભાર….