જો તું મારી છે તો શીદ મળતી નથી?
આ જ ઇચ્છા છે ને એ ફળતી નથી.
સાંજ કેવી આવી છે! ઢળતી નથી,
રાત પણ માથે જ છે, ટળતી નથી.
પીડ કેવી? આંખ પણ કળતી નથી,
કળ નથી વળતી છતાં કળતી નથી.
ખુશબૂ જે રીતે પવનમાં જઈ ભળે,
એમ તું મારામાં ઓગળતી નથી.
જાત શબ્દોથી કરી અળગી છતાં,
મત્સ્ય માફક કેમ ટળવળતી નથી?
આંગળી રથની ધરી વચ્ચે ધરી,
તોય કોઈ વર થઈ ફળતી નથી.
કેવી ઇચ્છા છે કે જે ફળતી નથી?
જિંદગી મારી મને મળતી નથી.
– વિવેક મનહર ટેલર
(૧૦/૨૦૨૦-૨૦/૦૩/૨૦૨૧)
વાહ…
કળ નથી વળતી છતાં કળતી નથી…અદ્દભૂત
સરસ ગઝલ..બધા શેર સરસ… શુભેચ્છાઓ કવિ…
જાનકી
વાહ, સરસ રચના👏👏
આંગળી રથની ધરી વચ્ચે ધરી
તોય કોઈ વર થઈ ફળતી નથી.
શેર ખૂબ ગમ્યો💐
સુંદર રચના
વાહ, અદભૂત
સુંદર રચના
બહુ સરસ મત્લા ગઝલ 👌
બહુ સરસ મત્લા ગઝલ👌
મત્લા ગઝલ?
Aha
વાહ…વાહ…!!
વાહ વાહ
વાહ બધા શેર જાનદાર થયા છે
જાત શબ્દોથી કરી અળગી છતાં,
મત્સ્ય માફક કેમ ટળવળતી નથી?
વાહ વાહ
આંગળી રથની ધરી વચ્ચે ધરી,
તોય કોઈ વર થઈ ફળતી નથી. Uff !
– વિવેક મનહર ટેલર –
excllent poet