ગરમાળાનું ગીત…

ખીલ્યા સૂરજ ડાળે ડાળે..

*

કેવો ટ્વિસ્ટ લીધો ગરમાળે,
ઊગ્યા સૂરજ ડાળે-ડાળે.

લીલી નિરાશા ને વીલી પ્રતીક્ષાએ
સદીઓ લગ કેવો ટટળાવ્યો!
ખોટું વવાયાની ખાતરીને છેલ્લે પો’ર
સરપ્રાઇઝ આપીને જગાડ્યો,
અધખુલ્લી આંખો ને બારીમાં થઈને મને
પીળી આશાઓ પંપાળે…

શ્રદ્ધા-સબૂરીના સાઇનબૉર્ડ થઈ હવે
સેરોની સેરો ઝળુંબશે,
રોજ-રોજ થોડાં થોડાં તડકાના ટીપાંઓ
મારા હોવાને અજવાળશે;
મારા માટે છે હવે ઉજળો-હૂંફાળો
ઉનાળો જે દુનિયાને બાળે.

– વિવેક મનહર ટેલર
(૧૫-૦૫-૨૦૧૯)

*

ઉષ્ણચક્ર…

16 thoughts on “ગરમાળાનું ગીત…

  1. કેવો ટ્વિસ્ટ લીધો ગરમાળે,
    ઊગ્યા સૂરજ ડાળે-ડાળે.

    ઉપાડ જ એવો છે જે કૃતિના અંત સુઘી આપોઆપ ચાલ્યું જવાયું..

    ભઈ વાહ વાહ ને વાહ…..

  2. વાહ…સરસ…ઉનાળાનો વૈભવ ગરમાળાની ડાળીએ.

  3. ગીતને ઉઘાડતી પ્રથમ બે પંક્તિઓ જાણે ગઝલનો મત્લા 👌

  4. ઉનાળો પણ આહલાદક હોય… એવું વહાલ ઉમટે… 🌹🌹👌🏽👌🏽

  5. અધખુલ્લી આંખો ને બારીમાં થઈને મને
    પીળી આશાઓ પંપાળે…આ જ કવિતાની મજા, આ જ ગરમાળાનું ગીત…કયાં બત હૈ કવિ…..

  6. મારા માટે છે હવે ઉજળો-હૂંફાળો
    ઉનાળો જે દુનિયાને બાળે… 👌🏻 Ghar(Malo)

    – વિવેક મનહર ટેલર –

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *