
દીવડો…. …પાલમપુર, ૨૦૨૨
*
હોઠે મિલનના કોણ આ ગીતો વિરહનાં ગાતું?
કિસ્મત! દે રૂબરૂ થઈ અમને જવાબ આ તું.
ભેળાં ન રહી શકાતું, અળગાંય ક્યાં થવાતું?
જીવન તો ચાલે છે પણ, લાગે છે શું જીવાતું?
આશ્ચર્ય! ‘આઇ’ નામે પહેર્યું છે વસ્ત્ર કેવું!
ઇચ્છે છે બેઉ તો પણ કાઢ્યું નથી કઢાતું.
પકડીને ફોન બન્ને બેઠાં છે ક્યારનાંયે,
દે છે અવાજ પીડા, મૌનેય ક્યાં ખમાતું?
ચાતકની પ્યાસ ક્ષણક્ષણ કંઠે કઠી રહી છે,
વરસે છે જ્યાં મિલન ત્યાં પહોંચી નથી શકાતું.
અપરાધ શો છે એની જાણ જ નથી છતાં પણ,
પહેલાની જેમ પાછું સાહજિક નથી થવાતું.
રાખે ન જિંદગી કઈં ચાખીને, તારવીને,
ખટમીઠું આપણાથી નક્કી નથી કરાતું.
દુનિયાના બંધનોની, બસ! આ જ છે હકીકત-
બાંધ્યા ન કોઈએ, પણ છૂટ્યા નથી છૂટાતું.
– વિવેક મનહર ટેલર
(૦૮-૧૬/૦૨/૨૦૨૨)
*

ઇસ મોડ સે જાતે હૈં…. …પાલમપુર, ૨૦૨૨
વાહ……નવા વિચારો સાથેની સાહજિક રચના…..
હ્રદયસ્પર્શી રચના…
વાહ, ખરેખર સરસ ગઝલ.
અભિનંદન.
વાહ
ચાતકની પ્યાસ
વાહ, ખૂબ સરસ ગઝલ
ખૂબ જ સરસ ગઝલ
જીવનની વાસ્તવિકતા સાથે તાલમેલ —વાહ
ગઝલ ગમી , અભિનંદન કવિને
પ્રજ્ઞા વશી
સાચું. પહેલાની જેમ પાછું સાહજિક નથી થવાતું..
સરસ ગઝલ..
ઈશ્વર ઈચ્છા હોય તો જ દોસ્ત આવી ગઝલ જન્મે છે,જિંદગી જીવ્યાનો આનંદ ગઝલમાં મળે છે , દોસ્ત મને આ શેર બહુ ગમ્યો,” અપરાધ શો છે એની જાણ જ નથી છતાં પણ,
પહેલાની જેમ પાછું સાહજિક નથી થવાતું.