(જન્મદિન મુબારક હો, સ્વયમ્… ….લોથલ, ૧૮-૧૦-૨૦૦૯)
*
(આજે ચૌદમી નવેમ્બર… ભારત દેશ એને બાળદિન તરીકે ઉજવે… વિશ્વભરના તબીબો વર્લ્ડ ડાયાબિટીસ ડે તરીકે અને હું મારા એકના એક દીકરા ‘સ્વયમ્’ના જન્મદિવસ તરીકે… )
*
ઊડે છે વિમાન મારું ઝીપ્પ્… ઝેપ્પ્… ઝૂમ…
ઊંચે ઊંચે વાદળોમાં ધૂમ મચાવે ધૂમ…
એક સેકન્ડમાં લંડન લઈ જાય, બીજી સેકન્ડે ઇન્ડિયા,
સપનાંની પાંખે બેસાડી, ચલો, ફેરવું દુનિયા;
ટિકીટના બદલે મસકાંની હું લઈશ લૂમેલૂમ.
ઊડે છે વિમાન મારું ઝીપ્પ્… ઝેપ્પ્… ઝૂમ…
રંગબેરંગી પતંગિયા છે ઍર-હૉસ્ટેસના સ્થાને,
મધ, ચૉકલેટ ને લીંબુ-પાણી મળશે સહુ બચ્ચાંને;
પેપ્સી-કોક નથી મળવાના, છો ને પાડો બૂમ.
ઊડે છે વિમાન મારું ઝીપ્પ્… ઝેપ્પ્… ઝૂમ…
ભાર વગરની સમય-સારણી ઘડી છે હોંશે હોંશે,
રવિવારથી ફ્લાઇટ ઉપડે, રવિવાર પર પહોંચે;
વચ્ચેથી ભણવાનું આખું અઠવાડિયું છે ગુમ !
ઊડે છે વિમાન મારું ઝીપ્પ્… ઝેપ્પ્… ઝૂમ…
– વિવેક મનહર ટેલર
(૦૭-૦૮-૦૯)
વર્ષગાંઠ મુબારક ! સરસ ગીત !
– મોનલ ધવલ
જન્મદિનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ સ્વયમ્.. .!!
મસ્ત મઝાનું બાળગીત… મન થાય છે કે તમારા બધા બાળગીતો એકસાથે કોઇ પાસે રેકોર્ડ કરાવીને ટહુકો પર ચડાવી દઉં….
આજ ના દિવસે દર વર્ષે અહીં એક બાળગીત ચોક્કસ મળે છે..!! સ્વયમ્ મોટો થાય પછી બાળગીતો લખવાનું બંધ ન કરી દેતા હોં ને..! 🙂
Not agreeing to give coke and pepsi – the doctor speaks – just kidding
Very well written – incidently it is my birthday as well – you might want to tell your kid – it is Prince Charles’ (of England) and Madam Curie’s birthday as well – see the kids born on this day are destined to be great – (with exceptions ilke me)
Best wishes to Swayam
Ketan
Germantown, Maryland
જન્મદિનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ સ્વયમ્.. .!!
બહુ સ્રરસ
સ્વયમને જ્ન્મદિનની વધાઈ.
બાળગીત કેટલાં સહજ રીતે તમારી પાસે સરી આવે છે! સ્વયમ જેમ જેમ મોટો થશે તેમ તેમ તેના માટે આ ગીતોનું મહત્વ વધતું જ જશે.
મઝાનું બાલગીત. વિમાનમાં બેસવાનું મન થઈ ગયું — પણ ટિકીટ માટે મારું એકાદ બાલગીત જ ધરી દઈશ!
૧૪મી નવેમ્બર મારો પણ જન્મદિન છે.
સ્વયમ્ અને કેતનને જન્મદિન મુબારક.
–ગિરીશ પરીખ, મોડેસ્ટો, કેલિફોર્નિઆ
જન્મદિનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ સ્વયમ્.
ખૂબ જ સરસ ગીત.
પ્રિય વિવેક-વૈશાલીને એમનો બાળદિન મુબારક…
પ્રિય સ્વયમ, જન્મદિવસની હાર્દિક અઢળક શુભકામનાઓ…
મને તો આ રવિવારથી રવિવારવાળું આખું અઠવાડિયું ગુમ કરવાવાળી ફ્લાઈટ જ બહુ ગમી હોં ! અને હા, તારા એ વિમાનમાં તારું ‘પપ્પા’ નામનું પાર્સલ આવી જ રહ્યૂં છે… થોડા જ કલાકોમાં… 🙂
તને સરપ્રાઈઝ તો મળી ગઈ ને, સ્વયમ ? 🙂
ફરીથી, વર્ષગાંઠની ખૂબ ખૂબ મુબારકબાદી…
Best wishes to Swayam.
At child day….
Be child…..
Seek the wisdom of ages but don’t be too matured,be child & explored the own to explored the world….
જન્મદિનની શુભેચ્છાઓ
રંગબેરંગી પતંગિયા છે ઍર-હૉસ્ટેસના સ્થાને,
મધ, ચૉકલેટ ને લીંબુ-પાણી મળશે સહુ બચ્ચાંને;
પેપ્સી-કોક નથી મળવાના, છો ને પાડો બૂમ.
ઊડે છે વિમાન મારું ઝીપ્પ્… ઝેપ્પ્… ઝૂમ…
આ સપનાની પાંખોવાળું વિમાન અમે
સ્વયમ્ ને હૃદયની અઢળક શુભેચ્છાઓ….
જન્મદિનની શુભેચ્છાઓ
રંગબેરંગી પતંગિયા છે ઍર-હૉસ્ટેસના સ્થાને,
મધ, ચૉકલેટ ને લીંબુ-પાણી મળશે સહુ બચ્ચાંને;
પેપ્સી-કોક નથી મળવાના, છો ને પાડો બૂમ.
ઊડે છે વિમાન મારું ઝીપ્પ્… ઝેપ્પ્… ઝૂમ…
આ સપનાની પાંખોવાળું વિમાન અમે ,સેકંડ ઈનીગ રમતા , ઉપરવાળાના વિમાનની રાહ જોતા લૉન્જમા બેઠેલાને પણ ગમી ગયું
યાદ આવી જન્નતકી હકીકત હમે માલૂમ હૈ…
હોય પાંખો મને તો સારિ દુનિયા ને બતાવિ દઉ;કરે આંખ કોઈ મેલિ તો પલભર મા પતાવિ દઊ…….
viman poem is very fine.I appeciate your knowledge and wish you all the best for your bright future
સ્વયમ્ ને હૃદયની અઢળક શુભેચ્છાઓ……..
જન્મદિનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ…….
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
હુ તો શુ લખિ સકુ આપ સવ નિ પાસે બસ આ જ
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
તારા હર સપનાને હકીકતની પાંખો ફૂટે
અને તારા બનાવેલા આકાશમાં એ ઊંચે ઊંચે ઉડાન ભરે
અને સાકાર થાય…
તેમ જ તારી જીંદગી હંમેશા નવા નવા સોપાનો સર કરતી રહે…
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
AAP NI HA EK GAZAL NE HU VACHU CHU BAHU J SARAS HOY 6 SIR
A NE HA TAMARA MAIL PAN MALATA RAHE 6 THANK’S SIR
બહુ મજાનું બાળગીત અને સ્વયમ્ ને જન્મદિવસના આશિર્વાદ
આ પઁક્તિ બહુ ગમી
રવિવારથી ફ્લાઇટ ઉપડે, રવિવાર પર પહોંચે;
વચ્ચેથી ભણવાનું આખું અઠવાડિયું છે ગુમ !
Hello,
I am originally from Ahmedabad, Gujrat currently working in Santa Clara, USA.
I wanted to know more about various “છંદ” or “છન્દ” being used in Gujarati Language.
Can you let me know how can I get more information either online or using some books.
I will appreciate your help in this regard.
-Sahil
ગઝલના છંદ શીખવા સમજવા માટે:
1. ગઝલ : રૂપ અને રંગ – લેખક: રઈશ મનીઆર, પ્રકાશક: અરુણોદય પ્રકાશન, ગાંધી માર્ગ, અમદાવાદ.
2. ગઝલનું છંદોવિધાન – લેખક: રઈશ મનીઆર, પ્રકાશક: સાહિત્ય સંગમ, બાવા સીદી, ગોપીપુરા, સુરત
can anyone tell me how can i type a gujarati blog? how can i type a gujarati title?
First of all Happy Birthday to swayam…..Liked your way of giving present in form of a poem to swayam. Quite unique and innovaive….
જન્મદિનની ખૂબ ખૂબ વધામણી.
ખૂબ જ ભાવવાહી ગીત છે
Belated Birthday Wishes to Swayam
સ્વયમને વર્ષગાંઠની ખુબ ખુબ વધાઈ…….
belated wishes Swayam…….vivekbhai so many have said about their birthday on 14th wht about chacha Nehru?….anyway happy biorthday to all……may u all have fruitful year ahead…..
બાકી એક ગીત મ ને યા દ આ વ્યું………..
ગીત અ મે તો ગા વા ના…..કા લા ઘે લા હો ય ભ લે ને તો ય ગું જી જા વા ના……….
hats off to u……
Happy birthday to Svayam !
A lovely song gifted on has birthday !
it is better late than never….!
many many happy returns of the day..t to dear SVANYAM hough belated….as always…
welcome to india…
આખું અઠવાડિયું ગુમ કરી દેવાની કેવી મજા….
સુન્દર બાળગીત
અભિનંદન..
સ્વયમ ને શુભેછાઓ..
પપ્પા તરફ થી અણમોલ ભેટ..
સરસ રચના..
વ્હાલા સ્વયમ્
જન્મદિન નિમિત્તે મારા અને આંટી તરફથી ખૂબ-ખૂબ મુબારકબાદ અને અઢળક આશીર્વાદ.
પપ્પાનું ખિસ્સું કેટલું હળવું કર્યું આજે…..!!!!!!!
ખૂશ રહો,આબાદ રહો…….
સરસ મજાનું ભાવવાહી ગીત
શ્રી સ્વયંમભાઈને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ, ડો. વિવેક્ભાઈ, શ્રીમતી વૈશાલીબેનને પણ અભિનદન……… આપની પાસે દર વરસે વધુને વધુ બાળગીતો મળતા રહે એવી અપેક્ષા……..
વિવેકભાઈ,
સુંદર બાળગીત માટે ધન્યવાદ…
આ ગીતના પ્રેરક સ્વયંને પણ ધન્યવાદ…
કુછ મેરી તરફસે…
બારીમાંથી પતંગ ચગાવું , પ્હોંચે મારાં ધાબે ,
પિચકારીમાં રંગ ભરીને ફેંફું આઘે આઘે,
દાંડિયા રમવા મારી સાથે પરીઓ આવે રુમઝુમ…
ઊડે છે વિમાન મારું ઝીપ્પ્… ઝેપ્પ્… ઝૂમ…
ન્ઊડે છે વિમાન મારું ઝીપ્પ્… ઝેપ્પ્… ઝૂમ…