મારા શબ્દોની સાથોસાથ મારા ફોટોગ્રાફ્સને પણ ઉમળકાથી બિરદાવવા બદલ મારા અંગત બની ગયેલાં મિત્રોને હું શું કહું? એ ઋણને ફેડી શકે એવો કોઈ શ્વાસ કે શબ્દ નથી મારી પાસે ! પરંતુ વહેતા સમયની સાથે એક વાતની મને પ્રતીતિ થઈ છે કે દર વખતે ગઝલને અનુરૂપ ફોટોગ્રાફ તમારા સંગ્રહમાંથી શોધી શકવું શક્ય નથી હોતું. મિત્રોની ક્ષમાયાચના સાથે મારે મારી આ કમજોરીનો સ્વીકાર કરવો જ રહ્યો. હવે પછીની ગઝલોમાં ગઝલના ભાવને અનુરૂપ ફોટોગ્રાફ્સ કદાચ નહીં પણ જોવા મળે…. મેં પાડેલા અને મને ગમેલા ફોટોગ્રાફ્સ તથા મેં લખેલા અને મને ગમેલા શબ્દો ગાડીના બે પાટાની જેમ સમાંતર વહેતા રહેશે….સદા સાથે જ છતાં સદૈવ અળગાં…..!
Doctor your creativity has no boundary!
??????????????
મિત્રોની ક્ષમાયાચના સાથે મારે મારી આ કમજોરીનો સ્વીકાર કરવો જ રહ્યો.
????????????????????????????
…………………………..
મૈત્રીના શબ્દકોષમાં ક્ષમા નામનો શબ્દ નથી હોતો
docert saheb
i have read somewhere this ,
can u tell me who wrote this?????
હુ તને શ્ર્વસમાં ઉંડે લઉ અને મ્રત્યુ મળે,
આખુ જીવન જીવી લઉ હું એ એક જ પળે ,
કેદ આજીવન રહે તુ એ રીતે મારી ભીતર ,
હું જ ન રહુ તો શી રીતે ઉચ્છવાસ પાછો નીકળે ???
પ્રિય રાધિકા,
“હું તને લઉં શ્વાસમાં ઊંડે અને મૃત્યુ મળે,
આખું જીવન જીવી લઉં હું ફક્ત એ એક જ પળે;
કેદ આજીવન રહે તું એ રીતે મારી ભીતર,
હું જ ન રહું તો શી રીતે ઉચ્છવાસ પાછો નીકળે?”
આ મુક્તક આપે ક્યાંક વાંચ્યું છે? તબીબી પરિભાષામાં આને deja-vu કહેવાય… મારી “પ્રેમની મહેફિલમાં બે બસ, પ્રેમમાં ટોળાં ન હોય” ગઝલમાં આપે આ પ્રમાણે પ્રતિભાવ આપ્યો હતો:
“તુ વસે મુજમાં એમ જાણે હુ શ્વસુ તુજને
હવે ટાળુ શ્વાસ લેવાનુ
કે ઉછવાસે કયાંક
તુ દુર સરી જાય તો ! ! ! ! !”
-આપની આ અભિવ્યક્તિ મને સ્પર્શી ગઈ અને મેં એના પરથી આ મુક્તક બનાવ્યું….. આ મુક્તક આપને જ ઋણસ્વીકાર સહિત અર્પણ…!
તો તમે ઋણ સ્વીકાર કરી હળવા થઇ જવા માંગો છો એમ? મને હંમેશા લાગ્યું છે કે ઋણ એક એવી લાગણી છે કે એનો સ્વીકાર કરી છુટી જવા કરતાં એને એમજ રહેવા દઈએ તો જ મૈત્રી ની સાહજિકતા અને સ્વાભાવિકતા જળવાઈ રહે.તો “ક્ષમા યાચના” અને “ઋણ સ્વીકાર” જેવા ભારે ભરખમ શબ્દો નો ભાર આપના વાચકો ને ખભે નાખ્યા વિના બસ લખતાં જ રહો..
ધર્મેશ !!
તમારી પાસે અખૂટ સર્જન શક્તિ છે, અસાધારણ દ્રષ્ટિ છે. તમારા સુંદર ફોટોગ્રાફ્સ તેનાં પ્રમાણ છે. કદાચ થોડી વધારે જહેમત લઈને પણ તમે પૂર્વવત ગઝલ સાથે ફોટો મૂકતા રહેશો તો ગુજરાતી ભાષાની ઈંટરનેટ દુનિયાને નવા નવા રંગ મળતા રહેશે. તમે અને ધવલ ભાઈ – બે મિત્રોનું યોગદાન નોંધનીય હોય છે. Keep it up! …. હરીશ દવે