આપણો સંબંધ ખૂટ્યો, શું કરું?


(દમણના દરિયાકાંઠે…                       ….03/06/2006)

આઈ-પીસમાંથી તેં જોયો, શું કરું?
દ્વાર પર…પણ દૂર લાગ્યો, શું કરું?

જિંદગીનો પથ હજી બાકી હતો,
આપણો સંબંધ ખૂટ્યો, શું કરું?

તારી ઈચ્છાનો આ પુલ છે સાંકડો,
મેં મને કોરાણે મૂક્યો, શું કરું?

પ્રેમની પળ, તેં કહ્યું, સહિયારી છે,
થઈ તને આધીન જીવ્યો, શું કરું?

હો સભા તારી અને માણસ દુઃખી?
ચહેરા પર ચહેરો લગાવ્યો, શું કરું?

વસ્લની વચ્ચે સ્ફુરેલો શબ્દ છું,
છે અધૂરાં એથી કાવ્યો……(શું કરું?)

-વિવેક મનહર ટેલર

વસ્લ= સમાગમ

9 thoughts on “આપણો સંબંધ ખૂટ્યો, શું કરું?

  1. વસ્લની વચ્ચે સ્ફુરેલો શબ્દ છું,
    છે અધૂરાં એથી કાવ્યો……(શું કરું?)

    ………………………..

    તારા શબ્દો ખુદ જાણે સંપૂ્રણ છે શ્રવણમાં…..
    કોણ કહે છે કયાંય કોઈ અધુરપ છે કવનમાં !!!!!

  2. Dear Vivekbhai,

    Can I use your line આપણો સંબંધ ખૂટ્યો, શું કરું? and a radeef શું કરું? to invite everyone at ‘sahiyaaru sarjan’ to write??

    Please let me know.

  3. મુજ ને રાતો સ્વપ્નમાં નીત પુછતી,

    ભાનુ ઉગતા મનને મારા પુછતી,

    ક્યાં સુંધી તું આ રીતે ઝુરતી રહીશ!

    આપણા સંબંધ તુટ્યા છે શું કરું?

    YOU ARE GOOD AS ALWAYS.
    I HAVE ADDED LINES.

  4. જિંદગીનો પથ હજી બાકી હતો,
    આપણો સંબંધ ખૂટ્યો, શું કરું?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *