(ધુમ્મસના પહાડ… …જાલોરી પાસ, સોજા, નવે., ૦૭)
.
*
.
આ શહીદો સાલ્લા….
….કોણ જાણે કયું ચોઘડિયું જોઈને મરી ગયા…!?
નાલાયકોની ચિતા તો શમતી જ નથી…
નેતાઓની ખીચડીય ચડતી નથી
ને
દેશ બળતો જાય છે…
– વિવેક મનહર ટેલર
(૧૯૮૯)
ભડ ભડ સળગતા શબ્દો!!! એક કડીમાં ભારોભાર નફરત ને બીજી જ કડીમાં હકપુર્વકનો પ્રેમ ને ચિંતાપુર્વકનો અંત – આટલી મોટી વાત ને આટલી સરળ અને આટલા લાઘવથી કહી ને કમાલ કરી દીધી તબીબસાહેબ!! વાહ ઃ)
આફ્રિન
સુંદર આક્રોશ…..
આક્રમક છટા……
છટાદાર રજુઆત…..
ડો.નાણાવટી
જોરદાર આક્રોશ…!
અભિનન્દન્..
જોરદાર…તો ખરુ .. સાથે દમદાર પણ !
………………..
શહિદો ? નાલાયક ? આઇ એમ કંન્ફુસડ. કાંઇ સમજાણુ નહી.
વાંક મારો અને મારી અક્પ દસમજણનો કબુલ.
so nice
आक्रोशनी वात साची – अने आक्रोश न न्याय्य पण खरो. संवेदनशील हृदय परिस्थितिनी दारुणताथी सन्तप्त थाय ज. पण तोय विचार आवे छे के शहीदी हजीय अपाती रहेशे – अने छताय नेताओ सिवाय देशनु तन्त्र तो चालवानु नहि. तो पछी एवी रचना पण सर्जावी जोईए जे सौने एक नवु पाथेय आपे – ऊगरवानो मारग देखाडे. सम्भव छे के ए वांचनार-समजनार-अपनावनार नेता बने – अने सौ माटे सहियारी खीचडी बनावे.
તમારા આક્રોશમા…
રાજધાનીમાં થાય છે ચર્ચા
શહીદો હોય છે જાન આપવા
માનવ હક્કો ગજવે-‘એન્કાઉંટર’
અને પરેશાની થાય છે જનતાને
કદાચ આને ડેમોક્રેસી કહે છે !
નેતાઓની ખીચડીય ચડતી નથી
ને
દેશ બળતો જાય છે…
જયહિંદ
ના, ડૉકટર સાહેબ ના,
ભાવ ગમે એટલો સારો હોય, સાચો હોય
શહીદો માટે આ શબ્દો તદ્દન નાકબુલ..
ખુબજ અદભુત..
અત્યંત આક્રોશમાં લખાયેલ…. છતાં એકદમ સાચી વાત….
Really Truth………
Hemant Vaidya
એક્દમ સાચી વાત.
સરસ વીવેકભાઈ..
નાની પણ અર્થસભર રચના..
સરસ નાટ્યાત્મક પોલીટીકલ ભાષણ,( કાવ્ય !!! )
Your anger is fair enough, sir
But shahido nalayako not happening…
દરેક ભાવકને પૂરો અધિકાર છે કે એ કૃતિને પોતાની શરતે અને પોતાની સમજણ મુજબ માણે, નાણે અને પ્રમાણે…
આ લઘુકાવ્યમાં મેં શહીદો માટે ભલે પ્રથમદર્શી નજરે ‘સાલ્લા’ અને ‘નાલાયકો’ વિશેષણ વાપર્યા હોય, ધ્યાનથી વાંચનારને ખ્યાલ આવી જ જશે કે હકીકતમાં આ વિશેષણો રાજનેતાઓ માટે વપરાયા છે, શહીદો માટે નહીં જ… આ તીખો વ્યંગ છે અને શહીદો માટેનો પારાવાર આદર જ અહીં પ્રગટ કરવાની કોશિશ કરી છે, બસ કાન ઊલટો પકડ્યો છે એટલું જ… પણ કાન સીધો પકડ્યો હોત તો પછી એ વિધાન માત્ર બની રહેત, કવિતા શી રીતે થાત ?!
આફ્રિન…..
reading this post has left a bad taste in my mouth. I don’t like the language that u have used though i do understand the sentiment behind it.
છૂટથી શબ્દો પ્રયોજવાની હિંમતને દાદ! ઘણો સીધો, ઊંચો અને સાચો વિચાર. ૧૦૦% સહેમત. અભિનંદન!
વાહ,
કૃષ્ણ દવે યાદ આવ્યા.
લસ્તરો પર જ વાંચ્યા હતાં.
નવા નવા થયેલા શહીદોએ કહ્યું,
અમને ગર્વ છે કે અમે દેશ માટે જીવ આપી દીધો.
આટલું સાંભળીને એક સીનિઅર શહીદ બોલ્યા: ગર્વ તો મને પણ હતો, ભાઈ !
મેં પણ મારો જીવ આપીને બચાવી હતી સંસદને.
પરંતુ અફસોસ તો એ વાતનો છે કે
મને મરણોત્તર મળેલો મેડલ ધૂળ ખાઈ રહ્યો છે !
મારો પરિવાર સરકારી કચેરીઓના ધક્કા ખાઈ રહ્યો છે !
અને
મને મારનારાઓ જેલમાં બેસીને આરામથી રોટલીઓ ખાઈ રહ્યા છે !
-કૃષ્ણ દવે
જય ગુર્જરી,
ચેતન ફ્રેમવાલા
word ‘NALAYAK’ FOR sahid is totally wrong and unacceptable.
તમે બધાયે ભેળા મળી
તેનું પુતળું તો ઉભું કરી ડીધું
ચાર રસ્તાની વચ્ચેણે
ગ્રુહ મંત્રીએ
દબદ્દબાભેર ઉદઘાટન પણ કર્યુ
(એ વાત જુદી છે કે તે પ્રવચનમા તે
તેનું નામ ખોટું બોલ્યા હતા)
રસ્તાને વીર શહીદ મધુસુદન માર્ગ આપી દીધું
પણ ——–
હું ઈશ્વરના સોગન્દ ખાઇને કહું છું
મારો દીકરો
કોમી રમખાણને દાડે
બજારમા પાન ખાવા કરવા નીકળેલ
ને તે તો બીચારો ગોળિબાર ટાણે
ફુટપાટને કીનારે
મુતરવા બેઠો હતો !
—ને અંટાઇ ગયો !
~~~~~~~~~~~~~~~ભરત પન્ડ્યા.
ખુબ સુંદર ….વિવેક ભાઈ
આક્રોશ સાથે સહમત થઈએ તો પણ શહીદો પછીનો શબ્દ———- જરા મનને અક્ળામણ કરી જાય છે,શબ્દ્ફેર કરી નાખો તો અછાંદસની રજુઆત અત્યંત ગમ્ભીર બની જાય, ડો. વિવેક્ભાઈ, અભિનદન્……………….
હ્રદયની પિડા બતાય આવે છે.
સપના
સોલિડ
કયા ચોઘડિયામાઁ નહી-પર્ંતુ ચોઘડિયું જોયા વિના મરી ગયા,ન્હી તો નેતાઓની ખિચડિ ચઢત,
બહુ સરસ વાત.
જ્રયાર સહન ન થાય તયારે બળ બળ થાય જ
“આ લઘુકાવ્યમાં મેં શહીદો માટે ભલે પ્રથમદર્શી નજરે ‘સાલ્લા’ અને ‘નાલાયકો’ વિશેષણ વાપર્યા હોય, ધ્યાનથી વાંચનારને ખ્યાલ આવી જ જશે કે હકીકતમાં આ વિશેષણો રાજનેતાઓ માટે વપરાયા છે, શહીદો માટે નહીં જ… આ તીખો વ્યંગ છે અને શહીદો માટેનો પારાવાર આદર જ અહીં પ્રગટ કરવાની કોશિશ કરી છે, બસ કાન ઊલટો પકડ્યો છે એટલું જ… પણ કાન સીધો પકડ્યો હોત તો પછી એ વિધાન માત્ર બની રહેત, કવિતા શી રીતે થાત ?!”
ડો. વિવેક્ભાઈ,
જોરદાર આક્રોશ…!
જયહિંદ
હુ લતા હિરાણીજી ની વાત સાથે એકદમ સહમત છુ. એક કવિ માટે ભાવના ઘણી અગત્ય ની હોય તો પણ કયા શબ્દોનો ક્યા ઉપયોગ કરવો તે જાણતા હોવ થકી જ તો એ કવિ કહેવાય ! શહિદો માટે સલ્લા શબ્દ આપની પ્રતિભા ને ઝન્ખિ કરી નાખે છે. છેલ્લા કેટલાય સમય થી તમારી પન્કતિઓમા આવો શબ્દ પ્રયોગ નથી યોજયો તો હવે શા માટે? ઘણુ દુખ થયુ………………………..
ભાવેશ ભાઇ, આ વિશેષણો તો રાજનેતાઓ માટે લખી છે. અને આજાદ ભારત માં બસ એક જ આજાદી છે કે આપણે નેતાઓને નાલાયક કહી શકીએ છીએ. અને જો આ પણ ના રહે તો આજાદી શાની ???????????
બાકી SIR ની પ્રતિભા પર ક્યારે આંચ નહિ આવે.
hi doc! wht`s this man? this type of wordings! not so cool! not happning dude. i know now what will you thought that i should first look at my wordings dude n all that! not happning na? same way this time not happning.know what as per me truth can be sweet. if we speak beeter and loudly that dose`n means it`s true. we can express it sweetky and lightiy also. truth never want majority same way it`s not need beeter way also. pls send yr opinion on this i want to know it. pls it`s my kind request to you doc. bye. i`ll wait for yr replay.
પ્રિય શ્રદ્ધાજી, ભાવેશભાઈ અને અન્ય મિત્રો…
શબ્દનો ધ્વનિ નહીં, શબ્દની પાછળથી ઊઠતો પ્રતિધ્વનિ કવિતાનું વધુ મહત્ત્વનું પાસું હોય છે. ઘણીવાર કવિતામાં જે લખેલું દેખાતું હોય છે, એ હકીકતમાં લખેલું હોતું નથી અને જે લખેલું દેખાતું નથી, એ લખેલું હોય છે… લાગે છે કે આપે મારો પ્રતિભાવ વાંચ્યો નથી… હું એ જ ફરી અહીં દોહરાવું છું:
“દરેક ભાવકને પૂરો અધિકાર છે કે એ કૃતિને પોતાની શરતે અને પોતાની સમજણ મુજબ માણે, નાણે અને પ્રમાણે…
“આ લઘુકાવ્યમાં મેં શહીદો માટે ભલે પ્રથમદર્શી નજરે ‘સાલ્લા’ અને ‘નાલાયકો’ વિશેષણ વાપર્યા હોય, ધ્યાનથી વાંચનારને ખ્યાલ આવી જ જશે કે હકીકતમાં આ વિશેષણો રાજનેતાઓ માટે વપરાયા છે, શહીદો માટે નહીં જ… આ તીખો વ્યંગ છે અને શહીદો માટેનો પારાવાર આદર જ અહીં પ્રગટ કરવાની કોશિશ કરી છે, બસ કાન ઊલટો પકડ્યો છે એટલું જ… પણ કાન સીધો પકડ્યો હોત તો પછી એ વિધાન માત્ર બની રહેત, કવિતા શી રીતે થાત ?!”
ડૉ.વિવેક ના આટલા સ્પષ્ટ ખુલાસા પછી હવે કોઇ ટીકાને અવકાશ નથી.
વાચક રસિકોને નમ્ર વિનંતી કે કવિતાના હાર્દ ને પીછાનો.”સાલ્લા-નાલાયકો” એ શબ્દો ખંધા રાજકારણીઓ માટે વપરાયા હોવાની સ્પષ્ટતા પછી જો શંકા ની લાકડી ઉગામવી હોય તો અરિસામા જોતા જોતા ઉગામો.
કવિતા થોડી ‘ટેઢી’ છે. કવિતા વાંચ્યા પછી થતી અનુભૂતિ માટે ના જે શબ્દ ની શોધ ચાલી રહી છે એ શબ્દ છે “પુણ્ય પ્રકોપ”. ઘણી વાર આપણ ને ગમતી અત્યંત પ્રિય વ્યક્તિ સારું કામ કરવા જાય અને પોતાને નુકસાન કરી બેસે ત્યારે “શું કામ ત્યાં ગયો’તો મરવા?” એવું આપણે બોલીએ છીએ ત્યારે એ વ્યક્તિ ન મરે એવો ભાવ એમાં છે. મા પણ પોતાના દીકરા ને આવું જ કોઈ કાર્ય કરવા પર રડતી જાય, ગાળો બોલતી જાય ને સાથે મારતી પણ જાય એવું આપણે અનેક વાર જોઈએ છીએ. એનો અર્થ એ થયો કે આ પ્રકાર ની અભિવ્યક્તિ એ પ્રેમની પરાકાષ્ટા છે. પોતાના બળકટ પ્રેમ ને અભિવ્યક્ત કરવા નો આનાથી વધું અસરકારક બીજો કોઈ રસ્તો નથી એવું મા ને પણ લાગે છે. કાવ્ય માં અપાયેલી ગાળો એ આ પ્રકાર ની અભિવ્યક્તિ છે – “પુણ્ય પ્રકોપ” છે. મને લાગે છે કે વિવેક ટેલર પણ આવું જ કહેવા માગે છે.
સાચી વાત છે, મકરંદભાઈ!
પુણ્યપ્રકોપ…. મને આ શબ્દ કેમ જડ્યો નહીં? આભાર!
As Kavi you have expressed feelings of “Shaheed” hope this could bring our politicians to their sense and know how populations feel about them.
satish
સરસ સર ખરેખર હુ તો સુ કવ………………
આને કેહ્વવાય કતાક્શ ભર્યો તમાચ્ચો
ભઈ વાહ!
સદાય છેતરાતા, અથડાતા, કુટાતા અને ભર દરીયે મથામણ કરતા રહીએ અને ક્યાય કીનારાના આસાર પણ ના દેખાય પછી “ઈ ધક્કો કોણે માર્યો તો…” એમ કહી ઇશ્વરને એકાદ ગાળ દૈ ને આક્રોશ વહાવી દઈએ અને એકાદ મોજુ પણ જો ભુલમા (ભુલ થી જ વળી…. સમજણની વાતો સમજીને તો કોણ સાંભળે!!) સાંભ્ળી જાયને ઉચકીન કિનારે ફેકી દે તો વળી બેડો પાર થાય્.. પણ મધદર ના મદથી છલકાતા મોજાઓ પાસે તો આવી અપેક્ષા કેમ રાખવી એટલે લે ત્યારે ભગવાનને જ બેચાર ગાળ દઈ કોસી લઈને અદના માનવી હોવાની સાબિતિ આપી દઈએ એટલે વધુ તરવાની મથામણ માટે એનર્જી મળી રહે.