(ચિત્ર સૌજન્ય : શ્રી મહેશ દાવડકર)
*
કંઈ કેટલીય જાતના રંગ વાપરી જોયા.
પેન્સિલ પણ કંઈ હજાર બદલી જોઈ.
જાતજાતના ને ભાતભાતના કાગળ અજમાવી જોયા.
અહીં ગયો.
ત્યાં ગયો.
આની પાસે ગયો. તેની પાસે ગયો.
આ કર્યું. તે કર્યું.
પૂછો કે શું શું ન કર્યું?
અંદરથી જે સૂઝ્યા એ બધા રસ્તા લીધા.
જ્યાંથી-ત્યાંથી
ક્યાં-ક્યાંથી
જે-તે
જે-જે સલાહ મળી, એ બધા પર અમલ કરી જોયો.
આની-પેલાની બધાની મદદ સ્વીકારી.
પણ મારું ચિત્ર
કદી પહેલાં જેવું થઈ શક્યું નહીં.
મેં
મારા હાથે જ….
………
– વિવેક મનહર ટેલર
(૨૨-૦૫-૨૦૧૫)
*
(ચિત્ર સૌજન્ય: શ્રી પ્રજાપતિ શિલ્પી બુરેઠા)
ચિત્રો સરસ… અને કવિતા મઝાની….
Wahhhh
વાહ..જી…વાહ…!!
મેં
મારા હાથે જ….
એક સાદી શરૂઆત ને પછી … ઉત્તમ સાહિત્ય સુધી લંબાતી રેખા…
વાહ
સરસ કવિતા
ં
વાહ વિવેકભાઇ ખૂબ સરસ
Nice
બહુ જ જીવંત ચિત્રો અને સરસ કાવ્ય
Khub saras rachna
Chitra thi chitra sudhi