હું અને તું…

IMG_1003

*

રચવાના બાકી રહી ગયેલા મેટફોર્સને અઢેલીને
હું અને તું
નહીં કહેવાયેલા શબ્દોના ગરમાળા નીચે બેઠાં બેઠાં
નહીં ઊગેલા સૂરજ વીણવાની
નહીં કરેલી કોશિશ કરતાં હતાં
એ વખતે
શક્યતાના ઊંટની આવતી કાલની ખૂંધ પરથી ગબડી પડેલા પવને
તારા કાનની બૂટના ત્રીજા કાણામાં લટકતા
મારે કરવાના રહી ગયેલા ચુંબનોને
જરા-જરા સહેલાવ્યા ન હોત
તો…

…તો આ શબ્દો આટલા ગરમાળાયા જ ન હોત
અને
કોઈ મેટફોર્સ બચ્યા જ ન હોત બનાવવા માટે
અને
આપણને અઢેલવા માટે થડ વગરની આજ સિવાય કંઈ હોત જ નહીં.
મતલબ કે કશું હોત જ નહીં
મતલબ કે
તારો ‘તું’ મારા ‘હું’ સાથે ‘અને’થી જોડાયેલો જ ન હોત.

– વિવેક મનહર ટેલર
(૦૬-૦૪-૨૦૧૬)

*

 

IMG_2515

7 thoughts on “હું અને તું…

  1. સરસ ગરમાળાના મોહોલમાં રચના……આનદ આપી જાય છે……..આભાર….અભિનદન………….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *