(એક લડકી અનજાની સી…. …ગોવા, ૨૦૧૫)
*
એણે મને કહ્યું, તમે મારા પર એક કવિતા ન લખો ?
ન જાણ, ન પિછાન,
ન કોઈ મુલાકાત.
ફેસબુક પરના પાંચ હજારના ફ્રેન્ડ લિસ્ટમાંથી એક.
એક મેસેજ અને આ માંગ.
શું ગણવું?
કવિ હોવાનો ફાયદો કે પછી સાઇડ-ઇફેક્ટ ?
સૂરજના નારંગી તડકામાં લંબાવીને પડેલા
નાગા શબ્દોને મેં ઢંઢોળ્યા.
ટોપલામાં ભરી લઈને બારાખડીઓ ઉસેટી લાવ્યો.
એક પછી એક અક્ષરોને
કાન મરોડીને લાઇનમાં ગોઠવવાનું મહા અભિયાન આદર્યું.
તાવિક વાખલનું યરાજ
રુંપક થીન.
પસીનો પડી ગયો.
એક ન જોયેલી છોકરી માટે
ન ધારેલી કવિતા લખતાં લખતાં.
– વિવેક મનહર ટેલર
(૦૯-૦૬-૨૦૧૬)
*
(એક અન્જાન હસીના…. …ગોવા, ૨૦૧૫)
Kavita lakhvu jaray kapru nathi….wah..wah.
Khub sundar …..
સાચે જ સુંદર..
અક્ષરો નો ઉલટોપુલટો ક્રમ અને પસીનો પડી જવાનો ગૂઢાર્થ કવિતાને ઊંચાઈ આપે છે.
Good one
વાહ ખુબ સરસ
Vivekbhai khub saras
કલ્પનાની કલ્પનામાં રચાયેલ કવિતા…
આહ્હહ્હહઃ
ભાઈ એ ન ધારેલી કવિતા લખાઈ હોય તો પેશ કરવા અરજ છે
Aahaa…. એક ન જોયેલી છોકરી માટે
ન ધારેલી કવિતા લખતાં લખતાં.
Mast……
Khub j sars rachna.
ધારેલી કવિતા!!!
اન ધારેલી કવિતા!!
☺
बहुत खूब ।
ખુબ સરસ
No comments !!!😃
@ નિનાદભાઈ :
સાચા અભિપ્રાય અને કડક વિવેચન મને સવિશેષ પસંદ છે, ભલે એ આકરા કેમ ન હોય!
વિવેક્ભૈ,હુ આજે પન ન જોયેલિ ચ્હોકરિ વિશે કવિતા નિ રાહ જોઇ રહ્યો ચ્હુ.
@ રસિકભાઈ:
આ જ એ કવિતા છે….
કવિ હોવાનો ફાયદો કે પછી સાઇડ-ઇફેક્ટ ?
વાહ👌👌👌
આભાર