(હસતી કર…. …રિતુપર્ણોસેન ગુપ્તા, કોલકત્તા, ૨૦૧૫)
*
હું મારામાં ઉજડી ગઈ છું, મને મારામાં વસતી કર,
મને ફરીથી હસતી કર.
મારી આજ સાવ તૂટી ચૂકી છે ગઈકાલના ભારણથી,
વધુ નથી બચ્યું કારણમાં, એક બિસ્માર તારણથી;
ઝેરમાં જાતે મરવા પડ્યું છે, કેમ બચાશે મારણથી ?
ભીંતની જેમ જ નથી ખુલાતું શક્યતાના બારણથી,
તું જ કહી દે આંસુઓને, ચાલ, અહીંથી વસ્તી કર.
મને ફરીથી હસતી કર.
તૂટ્યું ફરી સંધાશે પાછું ? જીવ્યું ફરી જીવાશે પાછું ?
ભારઝલ્લી આ આજથી ક્યારેક હળવાફૂલ બનાશે પાછું ?
એ નાદાન, હસીન જીવનના વળાંક ભેગા થવાશે પાછું ?
‘હું’ ને ‘તું’ ના ટુકડાઓથી ‘આપણ’ ફરી રચાશે પાછું?
તારામાં જ વહી/અટકી છું, તું જ ફરી ધસમસતી કર.
મને ફરીથી હસતી કર.
– વિવેક મનહર ટેલર
(૧૯-૦૫-૨૦૧૫)
*
સરસ વાત કહી, ભુતકાળને ફરીથી ભવિષ્યકાળ નથી બનાવી શકાતો,શું કરી શકાય્?
સરસ રજુઆત અભિનદન ડો.વિવેક્ભાઈ…….ફોટોગ્રાફસ પણ કાબિલેદાદ………
This is cruel. Nicely said but I don’t see the need to spell/spread out the obvious. And why this dependency? But may be this is my take.
Wah.. mne farithi hasti kar.. 👌👌
Ketan Bhai.. Strio ne dependant rehvu gmtu hoy chhe.. .. etle j to e stri chhe.. no doubt independent rahi sake chhe.. pn ahi to bharobhar.. fariyad ane Vedna chhe..!!
‘હું’ ને ‘તું’ ના ટુકડાઓથી ‘આપણ’ ફરી રચાશે પાછું?
તારામાં જ વહી/અટકી છું, તું જ ફરી ધસમસતી કર.
Waah. ..
આહા , મસ્ત ..હ્રદય સુધિ સ્પર્શ અનુભવાયો.
Beautiful poem… Can it be “zer jaate marva padyu chhe” instead of “zer ma jaate?”
સુંદર કહેવું પડે!
Waaaaahhhh
@ કેતનભાઈ :
આપ શું કહેવા માંગો છો એ સાફ સમજાયું નહીં…
@ નીરજા :
વિચારવાયોગ્ય… મને અભિપ્રેત એ હતું કે ઝેરનું મારણ પોતે જ ઝેરમાં મરવા પડ્યું છે… પણ તેં સૂચવેલો વિકલ્પ પણ યથાર્થ છે….
મને ફરીથી હસતી કર
વાહ…સુંદર ગીત
વાહ! ખૂબ મજાનું ગીત…
હૃદયની આરપાર ઉતરી જાય એવું… read
પ્રતિભાવ આપનાર સહુ મિત્રોનો હૃદયપૂર્વક આભાર…