(સાંજનું વાતાવરણ…. ….આલ્બર્ટ હૉલ, જયપુર, ૨૦૧૪)
*
જિંદગી ! આ કેવી ક્ષણ છે !
સાંજનું વાતાવરણ છે,
તું નથી, તારાં સ્મરણ છે…
ના રહ્યો રસ્તામાં રસ્તો,
ભીંત થઈને સામું હસતો,
એક ‘ના’ કેવી ભીષણ છે !
રાહના ખૂટ્યાં છે અંજળ,
આંસુ નામે ફક્ત મૃગજળ,
આંખ નામે કોરું રણ છે.
કાચ છોડી સાચમાં જો,
થોડું થોડું જાતમાં જો,
આ જ સાચું ધ્યાન પણ છે.
લાખ ના પણ ત્યાં જ દોડે,
ત્યાં જ જઈ જઈ માથાં ફોડે,
શું ચરણનું આચરણ છે ?!
આભમાં આઘા ભમો તો,
ગીધડાં ! બે પળ ખમો તો..
તાજું સગપણનું મરણ છે.
શું હવા, પાણી કે ખોરાક ?
આ જ મારા રક્તકણ છે
તું નથી, તારાં સ્મરણ છે.
– વિવેક મનહર ટેલર
(૨૨-૦૯-૨૦૧૫)
*
લાખ ના પણ ત્યાં જ દોડે,
ત્યાં જ જઈ જઈ માથાં ફોડે,
શું ચરણનું આચરણ છે ?!
Waahhh
Very nice….
ઉતમ
લાખ ના પણ ત્યાં જ દોડે,
ત્યાં જ જઈ જઈ માથાં ફોડે,
શું ચરણનું આચરણ છે ?!
…. મનનું આચરણ…
વેરેી નાઇસ
રાહના ખૂટ્યાં છે અંજલ,
આંસુ નામે ફક્ત મૃગજળ,
આંખ નામે કોરું રણ છે.
સુંદર અભિવ્યક્તિ