આલિંગન : ૦૨

ko khabhe

*

વાત-બાત, હાથ-બાથ છોડ મારા બાલમા, સીધેસીધું આલિંગન આપ,
આમ અંતરથી અંતર ન માપ.

ખાલી કશકોલ જેવા વરસોના ઓછાયા મારામાં સૌને દેખાય,
આવીને હૈયે તું ચાંપે તો સાગના આ સોટાનું વાંસવન થાય;
તંગ કમખાના દિવસો ભરાય,
ચંદ પગલાંની વાટમાં રસ્તાએ ક્યાં લગી વેઠવાના શલ્યાના શાપ ?
આમ અંતરથી અંતર ન માપ, સીધેસીધું જ તું આલિંગન આપ.

કાંઠાઓ તોડીને ધરણી ધમરોળવા દરિયા છે મારા તૈયાર,
‘કેમ છો’ની હોડીઓ તરતી મેલીને શાને તું મૂંઝવે મઝધાર ?
વેઠી વેઠાય નહીં વાર,
આતમના ઓરડિયે ‘તું હિ તું’ ‘તું હિ તું’; ‘તું હિ તું’ એક જ છે જાપ.
આ અંતર તું અંતરથી કાપ, ચાલ, સીધ્ધું જ આલિંગન આપ.

– વિવેક મનહર ટેલર
(૨૭-૨૮/૦૭/૨૦૧૫)

(કશકોલ = ભિક્ષાપાત્ર)

*

aalingan 02

5 thoughts on “આલિંગન : ૦૨

  1. કાંઠાઓ તોડીને ધરણી ધમરોળવા દરિયા છે મારા તૈયાર,
    ‘કેમ છો’ની હોડીઓ તરતી મેલીને શાને તું મૂંઝવે મઝધાર ?
    વેઠી વેઠાય નહીં વાર,
    Sunder…

  2. કાંઠાઓ તોડીને ધરણી ધમરોળવા દરિયા છે મારા તૈયાર,
    ‘કેમ છો’ની હોડીઓ તરતી મેલીને શાને તું મૂંઝવે મઝધાર ?
    વેઠી વેઠાય નહીં વાર,
    આતમના ઓરડિયે ‘તું હિ તું’ ‘તું હિ તું’; ‘તું હિ તું’ એક જ છે જાપ.
    આ અંતર તું અંતરથી કાપ, ચાલ, સીધ્ધું જ આલિંગન આપ.

  3. આતમના ઓરડિયે ‘તું હિ તું’ ‘તું હિ તું’; ‘તું હિ તું’ એક જ છે જાપ.
    આ અંતર તું અંતરથી કાપ, ચાલ, સીધ્ધું જ આલિંગન આપ.
    – વિવેક મનહર ટેલર – Mast..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *