(ગરવો ગરમાળો…. ….નવી સીવીલ હૉસ્પિટલ કેમ્પસ, એપ્રિલ-૨૦૦૯)
*
પીળઝાણ નજરો ને પીળચટ્ટા શબ્દો ને પીળપદા શ્વાસનો શો તાળો ?
હો, મને વૈદ કને ન લઈ ચાલો,
જોયો છે મેં તો મોસમનો પહેલો ગરમાળો !
વર્ષ આખું ઊભ્ભો’તો લીલી પ્રતીક્ષા લઈ,
પહેલી પીળાશ ફૂટી આજે;
પીળી આંખોમાં હવે પીળી આવે છે ઊંઘ,
પીળવત્તર સપનાંઓ આવે,
પીળુકડા સૂરજની પીળમજી ડાળો પર પીળક બાંધે છે હવે માળો.
જોયો છે મેં તો મોસમનો પહેલો ગરમાળો !
ઠંડકની પાનખર બેઠી નગરમાં ને
તાપના બગીચા ખીલ્યા સડકો પર;
લૂના ગોફણિયેથી સન્નાટો વીંઝાતો,
બારી ન એકે સલામત,
બળઝળતા દિવસો પર ગીધડાંની જેમ નખ ભેરવીને બેઠો ઉનાળો.
જોયો છે મેં તો મોસમનો પહેલો ગરમાળો !
આયખાની આંખ્યુંમાં ટાઢક થઈ અંજાતું
પીળું ગરમાળાનું કાજળ;
રવરવતી વેદના પળમાં ચૂસી લે
જેમ સૂરજ ઢાંકી દે કોઈ વાદળ,
રસ્તાની તડતડતી ચામડી રૂઝવવા હાથ પીળો ફરે છે સુંવાળો.
જોયો છે મેં તો મોસમનો પહેલો ગરમાળો !
-વિવેક મનહર ટેલર
(૧૦-૧૫/૦૩/૨૦૦૯)
અરે વાહ..
મસ્ત મઝાનું ગીત..
અને એવા જ મઝાના ફોટા..
સ્હેજ પણ વર્તાય ના ઉષ્મા કદી નિગાહમાં,
શબ્દનો ગરમાળો થઈ ખરતો રહું તુજ રાહમાં.
રસ્તાની તડતડતી ચામડી રૂઝવવા હાથ પીળો ફરે છે સુંવાળો.
જોયો છે મેં તો મોસમનો પહેલો ગરમાળો !
………………………………………………….
એક સર્વોત્તમ રચના…
પીળી ચટાક જેમ મહેંદીને નિરખતી કો નાની બાલીકાની જેમ કવિતાની સામે ક્યાય સુધી જોયા કર્યુ આજે તો.. કદાચ ર.પા. ની છાંટ છે.. મે મહીનૉ છે… ક્યાકથી આવીને તો જરુર મળી જતા
સરસ !
આયખાની આંખ્યુંમાં ટાઢક થઈ અંજાતું
પીળું ગરમાળાનું કાજળ;
રવરવતી વેદના પળમાં ચૂસી લે
જેમ સૂરજ ઢાંકી દે કોઈ વાદળ,
કાજળ અને તે પણ પીળૂં?
નવતર વાત્
જેમ સુરજને ઢાંકી દે કોઇ વાદળ..
સરસ વાત્
મઝા આવી ગઈ
સરસ ગીત. તમે ય હવે વૈદ કને જવાની વાત કરવા માંડ્યા?
ગરવા ગરમાળાનું પીળુ-પચરક ગીત પીળું પીળું પંપાળી ગયું. પીળી પાંદડીઓની વર્ષા.
ઝેરનું મારણ ઝેર એમ શું આ પીળાશ જ પીળો તડકો અને પીળી ગરમી શોષી નહિ લેતી હોય?
રસ્તાની તડતડતી ચામડી રૂઝવવા હાથ પીળો ફરે છે સુંવાળો
વાહ… સુંદર ગરમાળુ ઉનાળુ ગીત !
ઠંડકની પાનખર બેઠી નગરમાં ને
તાપના બગીચા ખીલ્યા સડકો પર;
લૂના ગોફણિયેથી સન્નાટો વીંઝાતો,
બારી ન એકે સલામત,
વાહ ……..બહુ જ સરસ્……..ગીત
રવરવતી વેદના પળમાં ચૂસી લે
જેમ સૂરજ ઢાંકી દે કોઈ વાદળ,
રસ્તાની તડતડતી ચામડી રૂઝવવા હાથ પીળો ફરે છે સુંવાળો.
જોયો છે મેં તો મોસમનો પહેલો
વાહ
પણ તેના કરતા પણ સુંદર.
અમારી સિ.હોસ્પી.ના કંપાઉંડમાં એક ધૂની વિદ્યાર્થી ગરમાળાના વૃક્ષને એકીટશે નીરખી બબડતો તે રચના યાદ આવી…
સ્હેજ પણ વર્તાય ના ઉષ્મા કદી નિગાહમાં,
શબ્દનો ગરમાળો થઈ ખરતો રહું તુજ રાહમાં.
આપણી વચ્ચે આ દુનિયા વર્ષો થઈ પથરાઈ ગઈ,
શું ફરક પડશે કદી તારી ને મારી ચાહમાં ?
એક તારી યાદનો બોજો રહ્યો દિલમાં સદા,
એટલે ન ભાર વર્તાયો જીવનનિર્વાહમાં.
હાર-તોરા જે છે એ સૌ શ્વાસ માટે છે, શરીર !
મૂલ્ય તારું શૂન્ય છે, ભડ-ભડ બળે તું દાહમાં.
ખૂબ સરસ ફોટો છે સાથે સાથે કાવ્ય.
વર્ષો પહેલા જન્મભૂમિ પ્રવાસીમાં ગરમાળો વિષે લેખ આવેલો ત્યારથી ગરમાળો શું હતો ખબર પડી હતી. હવે તો જેવો ગરમાળો દેખાય છે ને તેની સુંદરતા જોઈ મન ખુશ થઈ જાય છે.
ડો.વિવેકજી,આફ્રિન આ કવિતા ઉપર.
ખુબ જમાવટ કરીછે.પીળા રંગની જબરી આરતિ ઉતારી.આ ખુબ ગમ્યું.
વર્ષ આખું ઊભ્ભો’તો લીલી પ્રતીક્ષા લઈ,
પહેલી પીળાશ ફૂટી આજે;
પીળી આંખોમાં હવે પીળી આવે છે ઊંઘ,
પીળવત્તર સપનાંઓ આવે,
પીળુકડા સૂરજની પીળમજી ડાળો પર પીળક બાંધે છે હવે માળો.
જોયો છે મેં તો મોસમનો પહેલો ગરમાળો !
ફોટોગ્રાફ્સ્ થી આંખે ઉજાણી કરી.
સુન્દર રચના
ખૂબ સરસ ફોટો છે સાથે સાથે કાવ્ય પન સરસ
Cassia fistula જેનુ વૈજ્ઞાનિક નામ, મારુ પ્રિય વૃક્ષ..એના સુંદર પુષ્પો અને તમારી અતિસુંદર કવિતા….. અહા ! જાણે સોનામાં સુગંધ ભળી.
સરસ…
વાહ રે પીળચટ્ટી કવિતાના ગુલાબી કવિ……..
સુંદર શબ્દનિયોજનથી બહુ સરસ ચિત્ર ખડું કર્યું છે હો!
અભિનંદન.
suresh joshi had a bias for gulmohar.. but we at baroda are lucky to have both.
i am simply delighted to have such avibrant poem on garmalo.
may be some times on kesuda also !
warm wishes.
gautam
લ ખ્યુ ભ લે પીળુ
અનુભ વ્યુ હ્રરિયાળુ…………
વર્ષ આખું ઊભ્ભો’તો લીલી પ્રતીક્ષા લઈ,
પહેલી પીળાશ ફૂટી આજે;
બ હુ જ સ ર સ્……
બહુ જ સરસ..
શબ્દો જ નથી આ કવિતા અને ફોટા ના વર્ણન માટે.
લીલી પ્રતિક્ષા અને પહેલી પીળાશ…
રસ્તાની તડતડતી ચામડી અને ફરતો પીળો હાથ..
કોઇ એક પન્ક્તી નહિ પણ એક એ પન્ક્તી અને એક એક વાત ખુબ જ સુન્દર..
અભીનંદન..
જય શ્રીકૃષ્ણ ડો.વિવેકભાઈ,
ખુબ જ પીળી રચના….!!!!!!
પીળઝાણ નજરો ને પીળચટ્ટા શબ્દો ને પીળપદા શ્વાસનો શો તાળો ?
હો, મને વૈદ કને ન લઈ ચાલો,
જોયો છે મેં તો મોસમનો પહેલો ગરમાળો !
હિપેટાઈટીસના વાયરાને પણ શબ્દોમાં ભેળવી દીધો.
અદભૂત..
આયખાની આંખ્યુંમાં ટાઢક થઈ અંજાતું
પીળું ગરમાળાનું કાજળ;
રવરવતી વેદના પળમાં ચૂસી લે
જેમ સૂરજ ઢાંકી દે કોઈ વાદળ,
રસ્તાની તડતડતી ચામડી રૂઝવવા હાથ પીળો ફરે છે સુંવાળો.
ખુબ જ સુંદર ગીત અને સાથે સરસ નવિન વિષય પણ
તડકા ની પીળાશ ( ગરમી ) આંખમા ભરાઈ હોય ત્યારે એને ખાળવા
ગરમાળાની પીળાશ ને વધાવી લઈયે તો પછી જુવો એ ય ને પીળી આંખોમાં ,પીળી ઊંઘ, અને સપનાંઓ પણ પીળવત્તર, પીળુકડા સૂરજની પીળમજી ડાળો પર પીળક માળો.
———————————————————————————–
ખુબ જ સુંદર ઊપમા,
ઠંડકની પાનખર બેઠી નગરમાં ને
તાપના બગીચા ખીલ્યા સડકો પર;
લૂના ગોફણિયેથી સન્નાટો વીંઝાતો,
બારી ન એકે સલામત,
ગરમાળો અને ગુલમહોર મારા પહેલેથી જ પ્રીય વ્રુક્ષ રહ્યા છે, આભ માથી સુર્ય જ્યારે પીળા કેસરી તાઅપ નો જાણે ધોધ વહાવતો હોય ત્યારે આંખો ને ટાઢક આપવા જ કદાચ ગરમાળા અને ગુલમહોર નુ સર્જન કરાયુ હશે. આખુ વર્ષ જેના હોવાનો અણસાર પણ ન આવે એવા આ ગરમીમા જે મન મુકી ને મ્હાલે ( ફાલે ) છે કે ભાગ્યેજ કોઈ એને નજરઅંદાજ કરી શકે.
રસ્તાની તડતડતી ચામડી રૂઝવવા હાથ પીળો ફરે છે સુંવાળો.
સાચ્ચે જ
સરસ ફૉટા
અને
કવિતા
વિવેક, અદભુત ગીત..મેહુલ પાસે ગવડાવ યાર મજા આવી ગઇ…
અદભુત ;-
વર્ષ આખું ઊભ્ભો’તો લીલી પ્રતીક્ષા લઈ,
પહેલી પીળાશ ફૂટી આજે;
હુઁ લખુ તો ;-
પીળી આંખોમાં હવે આવે છે નેીન્દરુ ને . . .
પીળવત્તર સપનાંઓ આવે,
દોઢ ડાહ્યો છુ ને ઍટલે દોઢ ડહાપણ થઇ જ જાય છે ! વપરાઇ વપરાઇ ને લેીસ્સા થઇ ગયેલા પ્રેમના વિષયને કોરાણે મુકેીને વ્યક્તિગત સઁવેદનોને શબ્દદેહ આપવા બદલ અભિનન્દન.
અ– વિવેક ન લાગે તો મારો ઉનાળો પણ હું અહીં – વિવેકકક્ષે– મૂકુ ??
ઝાડ સૉંસરો થઇને વહેલો ટહુકો જે દિન છૂટે,
મારે આંગણ કુણો મઝાનો નવો ઉનાળો ફૂટે.
વગડાની ડાળે ડાળે જઇ જયેં ખાખરો સળગે,
તસતસતા જોબનિયાને જૈ હયે ઉનાળો વળગે.
આંબે અમરતફળને ઊની આંચ આપતો અટકે,
ગરમાળે સોનાનું ઝુમ્મર થઇ ઉનાળો લટકે.
બપોર બેઠી કાગનીંદરે ઘડી ક જંપી જાય,
રડ્યા ખડ્યા ટહુકાને સંગે થાક ઉનાળો ખાય.
સવાર, સાંજે, રાતે છોને છૂટછાટ ફરમાવે –
નાકાબંધી જોજો, કેવી કાલ ઉનાળો લાવે !!
– જુ.
garma’l’a’ nu j’ha’d’ Malayalam ma’ “vishu” tarike ol’kha’y c’he…. tena’ parthi ek utsav pan’ ujva’y c’he….
Garmal’o (Gujarati: ગરમાળો) is known as “vishu” Vishu (Malayalam:വിഷു) tree in Kerala. It is given so much importance to it and even there is a festival with the same name… for more information please see http://en.wikipedia.org/wiki/Vishu
jay jay garvi gujarat…
હિમાંશુ પરભુભાઈ મિસ્ત્રી
ગુલમહોર રિસાઈ જશે.. તેની પણ કવિતા કરજો …
ડૉ. વિવેક પાસે જે વિશેષ છે તે શબ્દો અને લયનું સોજજુ સાયુજ્ય. આ રચનામાં શબ્દો અને લય એકબીજાને કેટલા પૂરક છે તે જોવાની/માણવાની મજા આવી.
ઘણી વાર એમ થાય છે કે વિવેકભાઈ ગઝલ કરતાંય ગીતને વધુ સહજતાથી રમાડે છે. ગીતમાં એકનો એક ભાવ લાંબા ગાળા સુધી સાચવી શકાતો હશે એટલે તેઓએ ગરમાળાના લીલા અને પીળા રંગોને કેટલીય વિભાવનાઓ સાથે પ્રયોજ્યા છે.
સાચ્ચે જ આ કાળઝાળ ઉનાળાને એમણે બરાબરનો માણ્યો છે….તડતડતી ચામડી રૂઝવવા હાથ પીળો ફરે છે સુંવાળો.
સરસ મઝા નિ રચના…..
ગરમાળાના સુંદર ચિત્રો સાથે એવું જ સરસ પીળચટ્ટું ગીત!
સુધીર પટેલ.
વિવેકભાઈ..
સુંદર ગીત. પીળાશના અનેક શબ્દ સ્વરૂપો વાપરીને ગીતને જીવંત બનાવી દીધું. અભિનંદન.
વિવેકભાઈ,
આતિ સુન્દર ગીત ! નીચેની પઁક્તિઓ ખુબ જ ગમી. અભિનઁદન !
“આયખાની આંખ્યુંમાં ટાઢક થઈ અંજાતું
પીળું ગરમાળાનું કાજળ;
રવરવતી વેદના પળમાં ચૂસી લે
જેમ સૂરજ ઢાંકી દે કોઈ વાદળ,
રસ્તાની તડતડતી ચામડી રૂઝવવા હાથ પીળો ફરે છે સુંવાળો.
જોયો છે મેં તો મોસમનો પહેલો ગરમાળો !”
હાલમાઁ બોસ્ટનથી મારા તેમજ અનેક મિત્રોનાઁ સ્નેહવઁદન !
ડો. દિનેશ ઓ. શાહ, ગેઈન્સવીલ, ફ્લોરિડા, યુ.એસ.એ.
jjugalkishor has given the title to this geet of dr. vivek…
ગરમાળે સોનાનું ઝુમ્મર થઇ ઉનાળો લટકે.
સલામ ! !.
i mean title to the photographs…
ગરમાળે સોનાનું ઝુમ્મર થઇ ઉનાળો લટકે.
ખુબ સરસ ગીત રચના.
ઠંડકની પાનખર બેઠી નગરમાં ને
તાપના બગીચા ખીલ્યા સડકો પર;
લૂના ગોફણિયેથી સન્નાટો વીંઝાતો,
બારી ન એકે સલામત,
બળઝળતા દિવસો પર ગીધડાંની જેમ નખ ભેરવીને બેઠો ઊનાળો.
જોયો છે મેં તો મોસમનો પહેલો ગરમાળો !
સુંદર ગીત.. કાયમની જેમ જ સરસ ફોટા..
અહો! સુંદર રચના!!!!!!!આ ગરમી માં ઠંડક આપી ગઇ.
સુંદર રચના !
ઘણુ સરસ.
નામ પણ ન’તી જાણતી ત્યારનો ગરમાળો તો વહાલો.
પીળું ચટાક ગીત………!!
ગરમાળો અને ગુલમોહર એટલે જ વસન્ત્ની મઝા લેવાની મૌસમ અને ડો વિવેક્ભાઈની કવિતા અને ફોટોગ્રાફી માણવાની મૌસમ એવો અનુભવ કરાવવા માટે આપને અભિનદન અને આભાર્…………………
સરસ, ચાલુ જ રાખજો…કશે રોકાતા નહિ…હજિ ઘનિ કવિતાઓ તમારિ અન્દર સમાયેલિ જ ચ્હે..
વાહ્!વાહ્!વાહ્!
Superb. Compliments.
સ-રસ ઉનાળુ ગીત, વિવેકભઈ, વિક-એન્ડ સુધરી ગયો!
અમારા કૃષી કેમ્પસમાં ગરમાળાના વૃક્ષો ઉપર લટકતા સોનાના ઝુમ્મરોની સુંદરતા માણી હરકોઈનું મન પુલકીત થઈ જાય છે.
ખુબ જ સુંદર તસ્વીરોની સાથે સુંદર રચના… અદભુત્…
ખૂબ સુંદર ગીત અને તસવીરો.
Garmalo is Laburnum. Gujarat University lane in Ahmedabad had several trees of this beautiful plant….Alas hardly any left now. Thanks to Amdavad Muni.Corp.
Interestingly there is a street in Mumbai called ” Laburnum street ” near Gamdevi Police chowky but there is not a single tree of Laburnum since decades.. Ha Ha Ha
Indian laburnum” is the Golden Shower Tree, a distant relative of the genus Laburnum.
A few facts on Laburnum
Common Laburnum – flowers
Scientific classification
Kingdom: Plantae
Division: Magnoliophyta
Class: Magnoliopsida
Order: Fabales
Family: Fabaceae
Subfamily: Faboideae
Tribe: Genisteae
Genus: Laburnum
Fabr.
Species
Laburnum anagyroides
Laburnum alpinum
Laburnum (also called Golden Chain) is a genus of two species of small trees in the subfamily Faboideae of the pea family Fabaceae, Laburnum anagyroides (Common Laburnum) and L. alpinum (Alpine Laburnum). They are native to the mountains of southern Europe from France to the Balkan Peninsula. Some botanists include a third species, Laburnum caramanicum, but this native of southeast Europe and Asia Minor is usually treated in a distinct genus Podocytisus, more closely allied to the brooms.
આયખાની આંખ્યુંમાં ટાઢક થઈ અંજાતું પીળું ગરમાળાનું કાજળ;
રવરવતી વેદના પળમાં ચૂસી લે જેમ સૂરજ ઢાંકી દે કોઈ વાદળ,
રસ્તાની તડતડતી ચામડી રૂઝવવા હાથ પીળો ફરે છે સુંવાળો …
વાહ … સુંદર
ઉનાળાની સુન્દરતાને ભાગ્યે જ કોઇ કવિએ વર્ણવ્યૉ હૉય અને ગરમાળાના ફુલને પણકોઇએ ભાગ્યે
જ કાવ્યમા’ વણ્યો હોય. સરસ કલ્પના.
ઉનાળાની સુન્દરતાને ભાગ્યે જ કોઈ કવિએ વર્ણવી હોઇ. અને ગરમાળાને પણ કોઇ કાવ્યમા’ વા’ચ્યો
નથી. સરસ કલ્પના.
મે માસમાં તપતી કાળઝાળ ગરમીમાં આંખોને ઠંડક આપે તેવા લાલચટ્ટક ગુલમહોરના ફૂલો ઠેર ઠેર પુર બહારમાં ખીલી ઉઠયા છે. ગરમીએ મે માસના પ્રારંભે પોતાનો પરચો બતાવવો શરૃ કરી દીધો છે. ગરમીની સીધી અસર ફુલોને થતી હોય છે.જેમ ગરમી પડે તેમ ગુલમહોરના લાલચટ્ટક ફૂલો ખિલવા માડે છે
સામાન્ય રીતે ગરમીમાં નાજુક ફુલના પાન કરમાઇ જાય છે. પરંતુ માત્ર બે જ પ્રકારના ફુલો એવા છે જેમા તાપ તપે તેમ તેમ ફૂલો પુરબહારમાં ખીલી ઉઠે છે. એક ગુલમહોર અને બીજો ગરમાળો. હાલ ગુલમહોરનો અસંખ્ય વૃક્ષો …ચારે તરફ લાલચટ્ટક – કેસરીયા રંગના ફુલોથી લચી પડેલા ફુલો સોળે કળાએ ખીલી ઉઠયા છે. ગુલ મહોરના વૃક્ષ ઉપર પાંદડા ઓછા અને ફુલો વધારે એવા મનમોહક ગુલમહોર ખીલી ઉઠયા છે. આંખોને ઠંડક આપતા ગુલમહોરનું સૌંદર્ય રાહદારીઓ, વટેમાર્ગીઓને રાહત આપી રહ્યા છે. ગુલમોહર ઉપરાંત ગરમાળો પણ પીળારંગના ફુલો ખીલેલા નજરે પડે છે.
કોંપ્યુટર પાસે શૂં બેસી રહ્યા છો?-બહાર નીકળો અને……………
ઠંડકની પાનખર બેઠી નગરમાં ને
તાપના બગીચા ખીલ્યા સડકો પર;
લૂના ગોફણિયેથી સન્નાટો વીંઝાતો
બહુ સુદર પકતી લખી છે
મઝા આવી ગઇ
thanks to yogen bhatt for sharing
so many nice things on it ….. !!
પીળઝાણ નજરો ને પીળચટ્ટા શબ્દો ને પીળપદા શ્વાસનો શો તાળો ?
હો, મને વૈદ કને ન લઈ ચાલો,
જોયો છે મેં તો મોસમનો પહેલો ગરમાળો !
ડો.વિવેકભાઈ, ખુબ સરસ રચના ! આફરિન……………આફ્રરિન…………આફ્રરિન
અતિ સુન્દર રચ્ના એક પાથ ભન્વામા અવ્તો તે યાદ અવ્યો ગર્માલો અને ગુલ્મહોર …..યાદ કરુ ચ્હુ
wondurful poem
beautiful photo
garmi na garmala ma vachvani khub j maja aavi
thank you brother
મને એમ થાય કે આ રચના કર્ણપ્રિય રાગમાં ઢાળીને લોકોને પિરસાય તો મજ્જો થઈ જાય!
હુ ડો. નિશિથ ધ્રુવ સાથે એક્દમ સહમત છુ. વિવેક્ભાઈ એવુ કૈ કરો ને..!!!!!
ખરેખર ઘણી જ સુન્દર રચના છે.
વાહ! પાણીના રેલા જેવું અને ફૂલોસભર વેલા જેવું ગીત.