દોસ્ત…

Bhamardo2
(સીધી લીટીમાં…..                      ….સ્વયમ્, મે-૨૦૦૯)

*

આવે છે તું ‘જાઉં છું’ કહેવાને, દોસ્ત,
શું કહું હું ઘર કે દરવાજાને, દોસ્ત ?

હું મથું કે આગિયાનો સૂર્ય થાય,
તું ગણે છે લાં…બો ઝબકારાને, દોસ્ત.

એ ભમરડાનાં ભ્રમણ છૂટી ગયાં,
કહીશું શું આજે આ ચકરાવાને, દોસ્ત ?

ટૂંકી ચડ્ડી પેન્ટ થઈ ગઈ એ તો ઠીક,
બેલ્ટ બાંધ્યા છે કે કૂંડાળાને, દોસ્ત?

પગ તળે નિરાંતનો રસ્તો નથી,
મંઝિલો પર છે મૂંઝારો શાને, દોસ્ત ?

સ્મિત તારું, આંખની તારી ચમક,
નવજીવન દે છે હજી મરતાંને, દોસ્ત.

હાથની રેખા તો સૌ ભૂંસાઈ ગઈ,
વાંચ, ઇચ્છા હોય તો છાલાને, દોસ્ત !

શબ્દ પણ શ્વાસોની જેમ જ આવે છે,
ચુસકી ચુસકી જિંદગી પીવાને, દોસ્ત…

-વિવેક મનહર ટેલર
(૦૯-૦૫-૨૦૦૯)

છંદ વિધાન : ગાલગાગા | ગાલગાગા | ગાલગા

*

Bhamardo
(કેચ ઇટ…..                                           ….સ્વયમ્, મે-૨૦૦૯)

49 thoughts on “દોસ્ત…

  1. ડૉ શ્રી વિવેકભાઇ,
    મસ્ત મસ્ત….ભમરડાની જુની યાદ આવી ગઇ…..
    અને હાં ! આશબ્દ પણ શ્વાસોની જેમ જ આવે છે,
    ચુસકી ચુસકી જિંદગી પીવાને, દોસ્ત… ખૂબ જ સરસ રચના.
    લી.પ્રફુલ ઠાર

  2. હાથની રેખા તો સૌ ભૂંસાઈ ગઈ,
    વાંચ, ઈચ્છા હોય તો છાલાને, દોસ્ત !
    શબ્દ પણ શ્વાસોની જેમ જ આવે છે,
    ચુસકી ચુસકી જિંદગી પીવાને, દોસ્ત…

    ભાવભીની પંક્તીઓ
    સવારે જ ઈ-મૅઈલમાં
    વિષય હતો
    ક્યાં છો દોસ્ત અને ઈજન હતું
    હંમણા આ કાવ્ય પર ફૉટો જોયો અને
    યાદ આવ્યું
    બચપન કે નિશ્છલ દોસ્ત ઔર
    ઉનકી દોસ્તી હી સચ્ચી હોતી હૈ।
    બડે હોને પર બને યા બનાયે ગયે દોસ્ત …

    અને કાવ્ય માણતા અનેક પંક્તીઓ ગુંજી…
    પાંપણ જ્યાં સુધી મટકી શકે એમ નથી, દોસ્ત,
    સપનાંને કોઈ પટકી શકે એમ નથી, દોસ્ત. …
    જીવું ત્યાં સુધી અટકી શકે એમ નથી, દોસ્ત.
    વાહ્…મનમા ગુંજન ઓ દોસ્ત,
    વહેતા જીવનની આ કોણ સિતાર સુણાવે
    દૂરથી પણ વેદના જાણે એ દોસ્ત,
    ગમ હટાવી મુસ્કાન લાવે એ દોસ્ત,
    જીંદગી તો મરતાં જ સાથ છોડી દે,
    પણ જીંદગીથી વધુ સાથ નિભાવે એ દોસ્ત!
    ————–
    જો તો ખરા આકાશ આખુ આવકારે છે તને
    પણ શર્ત છે કે પૂર્વગ્રહનું પાંજરું બદલાવ દોસ્ત
    કાંટો બની અંદરથી કાંટો કાઢવો પડશે હવે
    મક્કમ રહી તારૂ વલણ થોડુંઘણું બદલાવ દોસ્ત

  3. ભક્તીના અનેક પ્રકારોમા મને સખા-દોસ્ત બનાવી ભક્તી કરવી ખૂબ ગમે છે…
    એક દ્રશ્ય સતત મારી આંખ સામે નાચવા લાગ્યું: મધદરિયામાં એક નાનકડી હોડીમાં હું બેઠી છું. અચાનક તોફાની પવન અને વાવાઝોડું ફૂંકાવા લાગે છે. એની થપાટો ખાઇ હોડી આમથી તેમ ફંગોળાય છે. હોડીમાં ન તો નાવિક છે, ન પાસે હલેસું. બસ હોડીની બન્ને બાજુને મારા બન્ને હાથે જોરથી પકડીને હું ભયભીત બેઠી છું, સતત મારા દોસ્ત-ભગવાનને સાદ કરી રહી છું! હા, એ દિવસોમાં મારા મનની વાત હું ભગવાન સાથે શેઅર કરતી. હું તેને પત્રો લખતી અને તેમાં ‘પ્રિય દોસ્ત’નું સંબોધન કરતી અને નિખાલસતાથી મારું મન હળવું કરતી.અરે! કોઈ કવિની પંક્તી પણ કહેતી
    કેમકે તું નથી તારી મિલકત,
    દોસ્ત તારામાં ગોલમાલ ન કર.
    અને આજે
    પગ તળે નિરાંતનો રસ્તો નથી,
    મંઝિલો પર છે મૂંઝારો શાને, દોસ્ત ?
    વાંચતા જ આખો છલકાઈ—

  4. હાથની રેખા તો સૌ ભૂંસાઈ ગઈ,
    વાંચ, ઈચ્છા હોય તો છાલાને, દોસ્ત !

    સુઁદર …!

  5. સુંદર ગઝલ. બધા જ અશઆર મનનીય છે. ૨જો,૩જો ને છેલ્લા ત્રણ અશઆર બહુ જ સ્પર્શી ગયાં.

  6. શબ્દ પણ શ્વાસોની જેમ જ આવે છે,
    ચુસકી ચુસકી જિંદગી પીવાને, દોસ્ત

    પંચમ્ભઐ સાથે સહમતિ પણ મને છેલ્લો શેર ખુબ જ ગમ્યો…

  7. દોસ્તિનગર ની આ સફર સરસ રહી.વિવેક્જી, આ ચાર પક્તિઓ ખુબ ગમી.
    પગ તળે નિરાંતનો રસ્તો નથી,
    મંઝિલો પર છે મૂંઝારો શાને, દોસ્ત ?

    સ્મિત તારું, આંખની તારી ચમક,
    નવજીવન દે છે હજી મરતાંને, દોસ્ત.

    હાથની રેખા તો સૌ ભૂંસાઈ ગઈ,
    વાંચ, ઈચ્છા હોય તો છાલાને, દોસ્ત !

    શબ્દ પણ શ્વાસોની જેમ જ આવે છે,
    ચુસકી ચુસકી જિંદગી પીવાને, દોસ્ત

    પ્રગ્નાજુ ની ટીપ્પણી હમેશ ની જેમ ફાંકડી રહી.મૃણાલિનીની
    વાત પણ સ્પર્શી ગઈ.

  8. હાથ્ની રેખાતો સૌ ભુંસાઈ ગઈ,
    વાંચ, ઇચ્છા હોય તો છાલા ને,દોસ્ત!
    સરસ..
    મન ની મુંઝવણ તો દોસ્ત જ દુર કરી શકે..
    અને મીત્ર ને તો બધુ જ કહી શકાય ખરુ ને?

  9. કવિ અને કાવ્ય રસિક મિત્રોને મલવાનો આન્નદ આવે ચે.

  10. જય શ્રીકૃષ્ણ ડો.વિવેકભાઈ,

    સ્મિત તારું, આંખની તારી ચમક,
    નવજીવન દે છે હજી મરતાંને, દોસ્ત.

    ખરેખર ખુબ જ સુંદર રચના.
    આપણા સંસારમાં મિત્રતા ને પ્રેમ કરતાં પણ આગળ જગા મળેલ છે .કહે છે કે એક પ્રેમી એમ કહે છે કે તને જ્યારે જરૂર પડે ને ત્યારે યાદ કરજે હું દોડીને આવી જઈશ. જ્યારે એક મિત્ર કહે છે કે તને જરૂર હશે ને ત્યારે હું તારી પડખે જ ઊભો હોઈશ.
    વળી મૃણાલીની બેનની વાત પણ ખૂબ જ અસરકારક છે.

  11. Sir,

    Does swayam visit the site? How does he feel when he sees his snap.. Must be happy ha !! He will be so thankful to his parents after many years for capturing such wonderful memories….

    Its been long since I have written anything to you. My dad has so much interest in gujarati and has been a teacher for more than 25 years teaching gujarati. He is best in grammer. Everytime I visit any gujarati site I remember him. ( Well, i rem him every second.. )

    But, he doest use internet too often. So I had printed some of ur “kavitas” n “gazals” n many other things and sent them to him. He was so happy to read all of them and said he wanted to meet u if ever we visit surat. My cousin sister is married there too…

    Anyways, u doing great job… A pioneer of Gujarati websites…

    Love,

    Rakesh

  12. હાથની રેખા તો સૌ ભૂંસાઈ ગઈ,
    વાંચ, ઈચ્છા હોય તો છાલાને, દોસ્ત
    વાહ..સુંદર…..

  13. wow! Smarty, કેમ?!
    ટેણીયો જામે છે હોં!

    બાળપણ માં હું tomboy type હતી. (જોકે હજીય by heart એવિજ છું.) મને એ ભમરડા ની competition યાદ આવિ ગઇ.ઢિંગલિ કરતાં મને એ વધુ ગમતો.

    ” હાથની રેખા તો સૌ ભૂંસાઈ ગઈ,
    વાંચ, ઈચ્છા હોય તો છાલાને, દોસ્ત !”

    execellent!!

  14. પગ તળે નિરાંતનો રસ્તો નથી,
    મંઝિલો પર છે મૂંઝારો શાને, દોસ્ત ?
    …………….
    બહુ જ સુંદર..
    બાળપણમા સખીઓના સાથ પર જે મદાર અને વિશ્વાસ હતા તે તો ક્યાય પાછળ રહી ગયા, હવે તો,
    પ્રભુની બંદગીમા મન અમારુ માનતુ ન દોસ્ત,
    મળે છે રાહ હરેક જીંદગી કાફર બનીને દોસ્ત.

  15. આવે છે તું ‘જાઉં છું’ કહેવાને, દોસ્ત,
    શું કહું હું ઘર કે દરવાજાને, દોસ્ત ?

    આનો તો બહુ અનુભવ થયો છે હોં દોસ્ત… 🙂

    એ ભમરડાના ભ્રમણ છૂટી ગયા,
    કહીશું શું આજે આ ચકરાવાને, દોસ્ત ?

    હાથની રેખા તો સૌ ભૂંસાઈ ગઈ,
    વાંચ, ઈચ્છા હોય તો છાલાને, દોસ્ત !

    શબ્દ પણ શ્વાસોની જેમ જ આવે છે,
    ચુસકી ચુસકી જિંદગી પીવાને, દોસ્ત…

    સ-રસ ગઝલ… પણ આટલા શેર જરા વધુ ગમી ગયા.

  16. અરે સ્વયમ્… તારા ભમરડાની કવિતા તો મને આ ગઝલ કરતા પણ વધારે મસ્ત લાગી… ક્યારેક ભમરડાને ગોળ ગોળ ફેરવતા તો ક્યારેક જાતે જ ગોળ ગોળ ફરતા… કેવા મજાનાં મસ્તીભર્યા દિવસો યાદ આવી ગયા! અરે હા બાબા, હું ખાલી ઘરઘત્તા ન્હોતી રમતી, ભમરડાયે ફેરવતી હતી ! 🙂

  17. કોઇ કવિ સમેલનમાઁ-એક કવિ બોલતા હોય અને બીજા દસ કવિ પેલા કવિને જોતા હોય (તે સાંભળતા નથી હોતા) ત્યારે હું મજાક કરુઁ ચ્હુઁ કે આ કવિઓ પોતાના ભમરડાને દોરી વિઁટીને બેઠાછે ખરા પણ તેમેનો વારો આવશે ત્યારે ીમની દોરી તપી ગઇ હશે.

  18. પગ તળે નિરાંતનો રસ્તો નથી,
    મંઝિલો પર છે મૂંઝારો શાને, દોસ્ત ?

    – સરસ વાત

    મૃણાલિની,

    કેમકે તું નથી તારી મિલકત,
    દોસ્ત તારામાં ગોલમાલ ન કર.

    – અદમ ટંકારવીની પંક્તિ છે.

  19. વિવેકજિ, બચ્પન તો યાદ આવેજ કોઇ કરાવે કે નો કરાવે………પન મને તો અત્યારે ગરિબ બાલ્કો ના બચ્પન જોઇ ને દયા આવે કારન કે એનુ ભવિશ્ય સુ થાસે એ એને પન ખબર નથિ…….ચાલો બધા ભેગા મલિ ને ગરિબ બચપન નિ ઉન્ન્તિ માતે કૈક કરિઅએ..

    શૈલેશ કોચર http://shakoc.blogspot.com

  20. ટૂંકી ચડ્ડી પેન્ટ થઈ ગઈ એ તો ઠીક,
    બેલ્ટ બાંધ્યા છે કે કુંડાળાને, દોસ્ત?

    હાથની રેખા તો સૌ ભૂંસાઈ ગઈ,
    વાંચ, ઈચ્છા હોય તો છાલાને, દોસ્ત !

    શબ્દ પણ શ્વાસોની જેમ જ આવે છે,
    ચુસકી ચુસકી જિંદગી પીવાને, દોસ્ત…

    ખુબ સુંદર……..

  21. શબ્દ પણ શ્વાસોની જેમ જ આવે છે,
    ચુસકી ચુસકી જિંદગી પીવાને, દોસ્ત…
    સ-રસ ગઝલ… પણ આ શેર જરા વધુ ગમી ગયો.

    દોસ્ત,
    જિંદગી તો શ્વસે છે ધડકન ધડકન,
    હ્રદય ની સાથે સાથે ……..મનને પણ જિંદગી માટે શ્વસવું પડે છે.

  22. कविवर रवीन्द्रनाथ ठाकुरनुं स्तवन याद आवी गयुं
    जीवन ज्यारे सुकाई जाय करुणाधाराए आवो
    सकळ माधुरी लुपाई जाय, गीतसुधारसे आवो.
    कंईक एवो ज भाव छे. हाथनी बधी रेखाओ भूंसाई गई छे – एवे टाणे परम-सखानी ज याद आवे. उत्तम भाव उत्कृष्ट रीते प्रस्तुत कर्यो माटे झाझा जुहार!

  23. શબ્દ પણ શ્વાસોની જેમ જ આવે છે,
    ચુસકી ચુસકી જિંદગી પીવાને, દોસ્ત…

    ખુબ સુંદર …. જો કે મને એમ લાગે છે કે જિંદગી પીવાને બદલે પાવાને કરીએ તો ગઝલને નવો જ અર્થ મળે, રચનાને વધુ અર્થસભર બનાવે.

  24. ખૂબ નવીનતમ ગઝલ વાંચી આનન્દ થયો અભિનન્દન

  25. એ ભમરડાના ભ્રમણ છૂટી ગયા,
    કહીશું શું આજે આ ચકરાવાને, દોસ્ત ?

    ટૂંકી ચડ્ડી પેન્ટ થઈ ગઈ એ તો ઠીક,
    બેલ્ટ બાંધ્યા છે કે કુંડાળાને, દોસ્ત?

    વાહ્..વાહ્..ક્યા બાત મઝા આવી વિવેકભાઈ..સરસ ગઝલ..

  26. એ ભમરડાના ભ્રમણ છૂટી ગયા,
    કહીશું શું આજે આ ચકરાવાને, દોસ્ત ?
    સરસ રચના !
    અભિનંદન !

  27. ટેણીયાને જોઈ મારુ બાળપણ યાદ આવી ગયું…

    હાથની રેખા તો સૌ ભૂંસાઈ ગઈ,
    વાંચ, ઈચ્છા હોય તો છાલાને, દોસ્ત !

    શબ્દ પણ શ્વાસોની જેમ જ આવે છે,
    ચુસકી ચુસકી જિંદગી પીવાને, દોસ્ત…

    ખુબ જ સુંદર ગઝલ.

  28. હાથની રેખા તો સૌ ભૂંસાઈ ગઈ,
    વાંચ, ઈચ્છા હોય તો છાલાને, દોસ્ત !

    બસ આ પંક્તિ કાંઈક દિલમાં ઉતરી ગઈ..

  29. તમે પ્રથમ વખત મને રચના મોકલી. રચના બહુ સુંદર બની છે.

  30. શબ્દ પણ શ્વાસોની જેમ જ આવે છે,
    ચુસકી ચુસકી જિંદગી પીવાને, દોસ્ત…

    સુંદર શેર !

  31. તાજગી.ઊંડાણ.સ્પર્શી જતી કવિતા.
    અને ઉપરથી આવી મજાની ટિપ્પણીઓ.
    વાહ!
    Best wishes.

  32. તમારિ પંક્તિ કાંઈક દિલમાં ઉતરી ગઈ..આવે છે તું ‘જાઉં છું’ કહેવાને, દોસ્ત,
    શું કહું હું ઘર કે દરવાજાને, દોસ્ત ?

    હું મથું કે આગિયાનો સૂર્ય થાય,
    તું ગણે છે લાં…બો ઝબકારાને, દોસ્ત.

    એ ભમરડાનાં ભ્રમણ છૂટી ગયાં,
    કહીશું શું આજે આ ચકરાવાને, દોસ્ત ?

    ટૂંકી ચડ્ડી પેન્ટ થઈ ગઈ એ તો ઠીક,
    બેલ્ટ બાંધ્યા છે કે કૂંડાળાને, દોસ્ત?

    પગ તળે નિરાંતનો રસ્તો નથી,
    મંઝિલો પર છે મૂંઝારો શાને, દોસ્ત ?

    સ્મિત તારું, આંખની તારી ચમક,
    નવજીવન દે છે હજી મરતાંને, દોસ્ત.

    હાથની રેખા તો સૌ ભૂંસાઈ ગઈ,
    વાંચ, ઇચ્છા હોય તો છાલાને, દોસ્ત !

    શબ્દ પણ શ્વાસોની જેમ જ આવે છે,
    ચુસકી ચુસકી જિંદગી પીવાને, દોસ્ત
    સાચે આ કવિતા દિલ મા ઉતરિ ગઈ

  33. khub saras Vivekbhai……mane to khabar j nohti tame aatlu saras lakho chho…….papa ne pan vanchavis……aemne pan bo gamse……..

  34. સ્વયં હાથજાળી કરે છે………….મનેય ભમરડો ફેરવતા આવડે છે.હો
    સ્મીત તારું………..આંખની ચમક………….બહુ ગમ્યું.

  35. દૂરથી પણ વેદના જાણે એ દોસ્ત,
    ગમ હટાવી મુસ્કાન લાવે એ દોસ્ત,
    જીંદગી તો મરતાં જ સાથ છોડી દે,
    પણ જીંદગીથી વધુ સાથ નિભાવે એ દોસ્ત!
    Mrugesh form Ahmedabad
    9227.401.402

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *