(માઇલોના માઇલ મારી અંદર…. …નામેરી, આસામ, ૨૦૧૦)
*
આપણે મળ્યાં ત્યારથી,
તેં કહ્યું,
તું મને માપ્યા કરે છે
માપ્યા કરે છે
માપ્યા જ કરે છે.
શું શું માપ્યું કહે તો…
મારી અંદર કેટલા રસ્તાઓ છે એ ?
કે એક એક રસ્તામાં કેટલી સદીઓ પથરાયેલી છે એ ?
એક એક સદીમાંથી કેટલી નદી પસાર થાય છે એ ?
એક એક નદીમાં થઈને કેટલા માઇલો રેલાતા રહે છે એ ?
એક એક માઇલમાં કેટલા સગપણ વેરાયાં છે એ ?
એક એક સગપણમાં કેટલી ક્ષણો શ્વાસ લે છે એ ?
એક એક ક્ષણમાં હું કેટલો ઢોળાયો છું એ ?
બોલ તો…
પણ શું તને ખબર પડી
કે
તારી માપવાની વ્યસ્તતા દરમિયાન
આપણી જિંદગીના હાથમાંથી કેટલાક ટુકડા
રેતીની જેમ ગરી પડ્યા…
ગરી ગયેલી એ રેતીને
ઊલટાવીને
ફરી હાથમાં લાવી શકાય
એવી કોઈ રેતશીશી
માપતી વખતે તને મારામાં જડી હતી ?
– વિવેક મનહર ટેલર
(૧૧-૦૮-૨૦૧૪)
*
તારી માપવાની વ્યસ્તતા દરમિયાન
આપણી જિંદગીના હાથમાંથી કેટલાક ટુકડા
રેતીની જેમ ગરી પડ્યા…
ગરી ગયેલી એ રેતીને
ઊલટાવીને
ફરી હાથમાં લાવી શકાય
એવી કોઈ રેતશીશી
માપતી વખતે તને મારામાં જડી હતી ?
aahhh
એક એક ક્ષણમાં હું કેટલો ઢોળાયો છું એ ?
બોલ તો…ગરી ગયેલી એ રેતીને
ઊલટાવીને ..ફરી હાથમાં લાવી શકાય
એવી કોઈ રેતશીશી !!!વાહ વાહ !! સરસ રચના
Waah. …
વાહ વાહ !! સરસ રચના
ખુબ સરસ્
એક એક ક્ષણમાં હું કેટલો ઢોળાયો છું એ ?
બોલ તો…
પણ શું તને ખબર પડી
સુંદર કવિતા …વાચતા જ આહ ના નીકળે તો જ નવાઈ ઃ)
ગરી ગયેલી એ રેતીને
ઊલટાવીને
ફરી હાથમાં લાવી શકાય
એવી કોઈ રેતશીશી
માપતી વખતે તને મારામાં જડી હતી ?
વાહ કવિ…!
…
આહ્..
રેતશીશી કાળની કેવી અજબ ભ્રમણા
મૃગજળો થઇ કેટલા સરકી જતાં શમણાં
આપણી જિંદગીના હાથમાંથી કેટલાક ટુકડા
રેતીની જેમ ગરી પડ્યા…
ગરી ગયેલી એ રેતીને
ઊલટાવીને
ફરી હાથમાં લાવી શકાય
એવી કોઈ રેતશીશી
માપતી વખતે તને મારામાં જડી હતી ?
ખૂબ સરસ