(ત્રીજું લોચન…. …શબરીધામ, ૨૦૦૯)
*
દૂર તો કેવા સદીઓ દૂર ને પાસ તો કેવા ભીંસોભીંસ,
આ કેવી પ્રીત ને કેવી રીસ !
એક નવી કોઈ ટ્રેન જ્યાં આવી, આપણી વચ્ચે ફાટક બંધ,
એક સાંજના ઓળા ઊતરે, પોયણીઓના ત્રાટક બંધ;
એક વીતી ક્ષણ ફરી પ્રવેશતાં અધવચ્ચેથી નાટક બંધ,
પણ ‘બંધ’ સ્કંધ પર બે જ ઘડી પણ વધુ રહે તો નીકળે ચીસ.
આ કેવી પ્રીત ને કેવી રીસ !
કેમ માંડવું સંબંધોમાં તડકા ને છાયાનું ગણિત ?
સાથમાં જુદા, જુદા:સાથે એવી થઈ જીવનની રીત;
ક્યારેક એક જ ઇંટ નડે, ક્યારેક નડે ન આખી ભીંત,
આમ ને આમ જ વીસ ગયાં, શું આમ ને આમ જ જાશે ત્રીસ ?
આ કેવી પ્રીત ને કેવી રીસ !
– વિવેક મનહર ટેલર
(૨૫-૦૭-૨૦૧૪)
*
ક્યારેક એક જ ઇંટ નડે, ક્યારેક નડે ન આખી ભીંત,
વાહ! ખરે જ.
કેમ માંડવું સંબંધોમાં તડકા ને છાયાનું ગણિત ?
સાથમાં જુદા, જુદા:સાથે એવી થઈ જીવનની રીત;
ક્યારેક એક જ ઇંટ નડે, ક્યારેક નડે ન આખી ભીંત,
Waahhh… mast
વિવેકભાઈ,
ખરેખર સુન્દર કવિતા! બહુ જ સુન્દર ઉદાહરણો આપ્યા છે. અભિનન્દન.
દિનેશ ઓ. શાહ, ગેઇન્સવિલ, ફ્લોરિડા, યુ.એસ.એ.
કેમ માંડવું સંબંધોમાં તડકા ને છાયાનું ગણિત ?
સાથમાં જુદા, જુદા:સાથે એવી થઈ જીવનની રીત;
ક્યારેક એક જ ઇંટ નડે, ક્યારેક નડે ન આખી ભીંત
Waah. ..sunder…
આ કેવી પ્રીત ને કેવી રીસ !
યારેક એક જ ઇંટ નડે, ક્યારેક નડે ન આખી ભીંત
સુંદર મઝાનું ગીત
કેમ માંડવું સંબંધોમાં તડકા ને છાયાનું ગણિત ?
વાહ્…..સુપર્બ સર જિ …..મજા આવિ
ક્યારેક એક જ ઇંટ નડે, ક્યારેક નડે ન આખી ભીંત…
સુપર્બ…
કેમ માંડવું સંબંધોમાં તડકા ને છાયાનું ગણિત ?
સાથમાં જુદા, જુદા:સાથે એવી થઈ જીવનની રીત;
ક્યારેક એક જ ઇંટ નડે, ક્યારેક નડે ન આખી ભીંત,
આમ ને આમ જ વીસ ગયાં, શું આમ ને આમ જ જાશે ત્રીસ ?
આ કેવી પ્રીત ને કેવી રીસ !
વાહ્
સંબંધોના આવા અણધાર્યા યોગાનુયોગથી ભાવવિભોર …