(એક જ વાદળ… …પહલગામ, કાશ્મીર, ૨૦૧૪)
*
આખો દિવસ મસ્ત વીતી જાય, મેસેજ એવો એક કરી દઉં ?
મેસેજ એક જ શાને, વહાલી ! આખી મારી જાત ધરી દઉં…
એક જ વાદળ વરસે તો પણ બોલો, કેટકેટલું વરસે ?
એક જ સપનું ફરી ફરીને, કહો, કેટલા રંગ પાથરશે ?
લાખ ભલે હો વહાલી તો પણ કેવળ એક ઇચ્છાની તરસે
બોલ આ જીવતરમાં તું કેટલા દિવસો, કેટલી રાતો ગણશે ?
તું બોલે તો લખ લખ દરિયા રંગ-રંગના ફરી ફરી દઉં.
મેસેજ એક જ શાને, વહાલી ! આખી મારી જાત ધરી દઉં…
દરવાજાની જેમ જ આજે મારી અંદર ખૂલી દીવાલો,
બારે મેઘની જેમ જ ખાંગા થઈ વરસે છે કૈંક સવાલો;
કેટલાં સ્વપ્નાંઓનો ચૂરો, કેટલી ઇચ્છા તણો મલાદો-
ખભે ઉપાડી તું જીવી છે ? વાત કરું શું ? વાત જવા દો…
મોડો મોડો હા, સમજ્યો છું તો શીદ હજીયે જરી જરી દઉં !
મેસેજ એક જ શાને, વહાલી ! આખી મારી જાત ધરી દઉં…
– વિવેક મનહર ટેલર
(૧૦-૦૩-૧૨/૨૪-૦૬/૩૧-૦૭-૧૪)
*
મોડો મોડો હા, સમજ્યો છુ તો શીદ હજીયે જરી જરી દઉ,
મેસેજ એક જ શાને વહાલી,આખી મારિ જાત ધરી દઉ. ખુબ સરસ.
દરવાજાની જેમ જ આજે મારી અંદર ખૂલી દીવાલો,
બારે મેઘની જેમ જ ખાંગા થઈ વરસે છે કૈંક સવાલો;
કેટલાં સ્વપ્નાંઓનો ચૂરો, કેટલી ઇચ્છા તણો મલાદો-
ખભે ઉપાડી તું જીવી છે ? વાત કરું શું ? વાત જવા દો…
મોડો મોડો હા, સમજ્યો છું તો શીદ હજીયે જરી જરી દઉં !
મેસેજ એક જ શાને, વહાલી ! આખી મારી જાત ધરી દઉં…
મસ્ત
આખી મારી જાત ધરી દઉં…!! વાહ
Now I know real meaning of poetry
awesome one
આખી મારી જાત ધરી દઉં…!! વાહ… 🙂
Once again nicest of you could enjoy a lot Sir,,,, Please keep it up …
with regards…
vinod
awesome lines……superb……I m tottly spchles thx 4 sharing this poem.
સરસ નઝમ ની આ પંક્તિઓ ખૂબ ગમી
મોડો મોડો હા, સમજ્યો છું તો શીદ હજીયે જરી જરી દઉં !
મેસેજ એક જ શાને, વહાલી ! આખી મારી જાત ધરી દઉં…
… માનસિકતાના અણસારા કંઈક આવા હતા. કોઈ પણ જાતના ફેરફાર વિના એ અણસારા જ અહીં ધરી દીધા
વહાલી ! આખી મારી જાત ધરી દઉં…………….ખુબ સરસ….!! વાહ…