(ગ્રામીણકન્યા… … અરુણાચલ પ્રદેશ, નવેમ્બર, ૨૦૧૦)
*
મંગી શહેરમાં રહે છે,
મારા બંગલાથી થોડે જ દૂર.
રોજ સવાર પડતામાં કામે આવી જાય.
એની મા કાછડો વાળતી હતી.
મંગી નથી વાળતી.
એ મોબાઇલવાળી થઈ ગઈ છે.
એ આવે કે તરત
મારો દીકરો એના દૂધનું મગ એને બતાવે-
જુઓ ! આમાં તળિયે બૉર્નવિટા રહી ગયું છે.
એ પોતું મારતી હોય ત્યારે
પત્ની એને મેં બતાવેલા ડાઘા બતાવે –
દાબીને પોતું મારતી હોય તો !
આ ડાઘ બબ્બે દિવસથી એમના એમ જ છે.
કપડાં ધુએ ત્યારે એને ખાસ સૂચના.
અંડરગાર્મેન્ટ્સ પર બ્રશ નહીં મારવાનું. ખરાબ થઈ જાય.
હાથથી જ ધોવાના.
ગઈકાલે સાંજે ખાતા બચેલું શાક
-માંડ ચાર-પાંચ કોળિયા જેટલું-
મમ્મી એને આપે-
તારે તો જલસા છે, નહીં ?
બધાના ઘરેથી જાતજાતનું ખાવા મળે રોજ જ.
મંગી ચુપચાપ શાકની વાડકી લઈ
પાછળ ચોકડીમાં બેસી જાય છે.
મારો દીકરો પણ પૂછતો નથી
કે એ શાક શેની સાથે ખાશે ? લુખ્ખું?
એ કામ પર ન આવે તો બધા ધુંઆપુંઆ.
આખું ઘર ઉથલપાથલ.
મમ્મી એને મિસ્ડ કૉલ કરે.
એનો ફોન આવે તો ખખડાવે-
આવવાની ન હોય તો આગળથી ફોન ન કરાય ?
તમે સાલાવ…
જવાબદારીનું કંઈ ભાન જ નહીં?
…
મંગી મોબાઇલવાળી થઈ ગઈ છે.
મંગી મારા જ શહેરમાં રહે છે.
મંગી કાછડો વાળતી નથી.
– વિવેક મનહર ટેલર
(૨૧-૦૫-૨૦૧૪)
*
Bitter truth….
Bitter truth….
એકદમ સાચી વાત. કામના થોડા પૈસા આપીને આપણે જાણે એમને ખરીદી લીધા હોય એટલો પાવર અને કંટ્રોલ રાખીએ…રજા, સોશીયલ સીક્યુરીટી વગેરે તો કઈ બલા વળી?
Rudki ,Revti
nishal maa bhani hati te kavitao yaad aavi gai .
નોકરો ગુલામ નથી , ધરમ છે માનવતા બતાવવામા .ધર્મ મન્દિરમા નથી ઘરમાછે .કડક ભાષા ચાબખાનુ લક્શણ છે .
sav sachu….saras lakhyu chhe….etlu to vichariye kam vara to male chhe ahin…nahi to nana nana kam pan…baharna deshni jem jate j karva pade…tyare khabar pade…
be divas kam vari naa ave tyare khabar pade…e apna rojna kamma ketli madadrup thay chhe…
🙂