(સામાન સૌ બરસ કા હૈ… …ન્યુજર્સી એરપૉર્ટ, ૨૦૧૧)
*
તમને તો ખાલી હાથે ખાલી સાથે ચાલવામાં જ રસ હતો.
પણ એણે તો ઢગલો શૉપિંગ કર્યું હતું
ને પછી
અડધોઅડધ સામાન ઉંચકવામાં
તમારી મદદ પણ માંગી.
મદદ શું માંગી, પધરાવી જ દીધો…
પછી
અડધે રસ્તે
એને સમજાઈ ગયું
ને
એણે તો બધો સામાન ફગાવી દીધો.
હા, લગભગ બધો જ.
પણ તમે એ ન કરી શક્યા.
ન જ કરી શકો ને?
તમારી પાસે ક્યાં તમારો પોતાનો સામાન હતો ?
એટલે
એ લંગડાવા ને તમે ઘસડાવા માંડ્યા.
હાસ્તો,
બે પગ કંઈ થોડા અલગ-અલગ દિશામાં ચાલી શકે?
– વિવેક મનહર ટેલર
(૧૪-૦૨-૨૦૧૩)
*
મેરા કુસ સામાન…………..
તમારી પાસે ક્યાં તમારો પોતાનો સામાન હતો ?
વાહ કવિ !!!
બે પગ…અને કુછસામાન ….ઘસડાયા વગર થોડો છુટકો છે !!!
અરે વાહ સરસ મજાની રચના …..હાસ્તો,
બે પગ કંઈ થોડા અલગ-અલગ દિશામાં ચાલી શકે?
તમારોઅ સામાન જ ક્યાં હ્તો ???????????????
સરસ વાત અલિપ્તતાની કરી , અભિનદન………….
ખૂબ સુંદર
તમારી પાસે ક્યાં તમારો પોતાનો સામાન હતો ?
—————–
બે પગ કંઈ થોડા અલગ-અલગ દિશામાં ચાલી શકે?
બંને પંક્તિમાં જુદી જુદી રીતે સ-રસ કાવ્યત્વ સધાય છે…