(સફાઈ… બહારની કે ? ….લેહ, જુન-૨૦૧૩)
*
જૂના લગ્નજીવનમાંથી બહાર આવવું
એ
જૂના ઘરમાંથી બહાર આવવા જેવું જ અઘરું છે
એ આજે સમજાય છે.
અહીં એક-એક દીવાલો, ખૂણાઓ, છતોને
મેં
દિલ ફાડીને ચાહ્યાં છે.
ઘર ભાડાનું થઈ જાય… ખાલી તો કરવું પડે ને?
ખાલી દીવાલો
ખાલી ખૂણાઓ
ખાલી છતોમાં
હું મને શોધું છું.
પણ લાગે છે
હું કદાચ
મૂવર્સ એન્ડ પેકર્સના તૈયાર કરેલા કોઈ એક પેકેટમાં
ક્યાંક બંધાઈ ગયો છું.
– વિવેક મનહર ટેલર
(૦૭-૦૨-૨૦૧૩)
*
હું કદાચ
મૂવર્સ એન્ડ પેકર્સના તૈયાર કરેલા કોઈ એક પેકેટમાં
ક્યાંક બંધાઈ ગયો છું…..વાહ વાહ ગ્રેટ લાઈન્સ…!!
વિચ્છેદ પછી પણ અંદર કાંઈક બાકી રહી જાય છે…
અછાંદસમાં સુંદર અભિવ્યક્તિ!
સુધીર પટેલ.
કવિતા પેકેટમાં બંધાવા કરતા મુક્ત રહી છે… સંવેદન ધબક્યું છે એની મજા આવી…
ગીત-ગઝલ-અછાંદસ ત્રણેમાં તમારી પકજ સરખી અને સમજપૂર્વકની છે વિવેકભાઈ…
@ અનિલ ચાવડા, સુધીર પટેલ, મીના છેડા, રેખા શુક્લ:
આપ સહુના પ્રતિભાવ બદલ ખૂબ ખૂબ આભાર…