તું વૃક્ષ છે કે પછી વેલી?


(સફેદ સોનું….               …ચિતકૂલ, કિન્નૂર વેલી, હિ.પ્ર., નવેમ્બર,૨૦૦૭)

*

તું મારા ટેકે છે કે તારા ટેકે હું, ઊકલે ના આ એક પહેલી,
તું વૃક્ષ છે કે પછી વેલી?
સહેલી મારી, વાત શું આ જાણવી છે સહેલી?

આસમાની આંધીઓ વીતી ગઈ ને તોય
.                       હોવાપણાંના ઝાડ હેમખેમ;
રહી રહીને શંકા આ જાગે છે મનમાં,
.                 પોત મારામાં આટલું હતું કે કેમ?
મૂળસોતા ઝાડને ઉખડતા બચાવે એને કેમ કરી કહેવાની વેલી?
સહેલી મારી, વાત શું આ જાણવી છે સહેલી?

મને વીંટીને તું એવું જીવે કે લાગે
.                   મારા વિના તું ના સંભવ;
પગ સાથે પડછાયો ચાલે એમાં ક્યાંથી
.                  પગલાં પડે કે ઊઠે પગરવ ?
એકલું લાગે ને કદી પાછું જોઉં તો તું સાથે ને સાથે ઊભેલી.
સહેલી મારી, વાત શું આ જાણવી છે સહેલી?

-વિવેક મનહર ટેલર
(૨૬-૦૧-૨૦૦૮)

29 thoughts on “તું વૃક્ષ છે કે પછી વેલી?

  1. સરસ ગીત
    આ પંક્તીઓ વધુ ગમી
    મને વીંટીને તું એવું જીવે કે લાગે
    મારા વિના તું ના સંભવ;
    પગ સાથે પડછાયો ચાલે એમાં ક્યાંથી
    . પગલાં પડે કે ઊઠે પગરવ ?
    એકલું લાગે ને કદી પાછું જોઉં તો તું સાથે ને સાથે ઊભેલી.
    સહેલી મારી, વાત શું આ જાણવી છે સહેલી?
    અચાનક આરતી સૌમીલ ગુંજી ઊઠ્યા…
    આમ અચાનક જાવું નો’તું,
    જાવું’તું તો તરુવર ફરતું વેલી શું વીંટળાવું નો’તું!
    તેં મનભર મુજને એવું ચાહ્યું
    કે ઊખડી તું એનું દુખ થયું જે કોઈને ના જાય કહ્યું,
    યાદ આવી
    હું વેલી, તું વૃક્ષ હે પ્રિય! હું સુગંધ તું સોનું
    નેહભર્યા અનિમેષ નયન તું, હું કાજળ નયનોનું,
    પુરુષ વૃક્ષ છે અને સ્ત્રી વેલી છે. જો તે વૃક્ષને સમગ્ર રીતે આવરી લે તો જ તેનું સાર્થક્ય છે.તેમનું એકાકાર થવું તે તેમની નિયતિ છે. બંનેની સમન્વિતા એ જ આ વિશ્વની સૌથી મોટી અનિવાર્યતા છે.

  2. ગીતમાં વધારે દંડબેઠકની જરુર છે ડૉકટર. દર શનીવારે કંઇક મુકવું જ એ નીયમ પર ફેરવીચાર કરવાનો સમય આવી ગયો છે. ઈશ્ક ઓર સર્જન પે જોર નહીં.

  3. બહેનશ્રેી પ્રગ્નાજુની વાત સાથે હુઁ સઁમત થાઉઁ છુઁ.
    પુનરાવર્તન ના કરતાઁ માત્ર ‘અભિનઁદનો’ આપુઁ ?
    વ્રુક્ષ…વેલી…સોનુઁ………પાઁદડેી….ફ્લ……ડાળ !
    આપનુઁ દર્શન અદ્ભભુત છે જ !સપ્રેમ યાદ !

  4. સાવ સાચી વાત છે પ્રગ્નાબહેન અને માંનવંત ભાઇ ની… ખૂબ સરસ …!

  5. ક્યા બાત હૈ? આજકાલ તો કદીક મેળામાં તો કદીક શાકભાજીના બગીચામાં તો કદીક આમ ઝાડવું બનીને (કે પછી વૈશાલી?) શું મસ્ત મસ્ત ગીતો લખો છો દોસ્ત… બરાબર લગે રહો!

  6. કવિ સમ્મેલનમ ભાગ લેવાનો આનન્દ આપવા માટે આભાર

  7. ગીત અમે તો ગાવાના……..કાલા ઘેલા હોય ભ્લે ને તોય ગૂજી જાવાના…………

  8. આસમાની આંધીઓ વીતી ગઈ ને તોય
    . હોવાપણાંના ઝાડ હેમખેમ;
    રહી રહીને શંકા આ જાગે છે મનમાં,
    . પોત મારામાં આટલું હતું કે કેમ?
    મૂળસોતા ઝાડને ઉખડતા બચાવે એને કેમ કરી કહેવાની વેલી?
    સહેલી મારી, વાત શું આ જાણવી છે સહેલી?

    -વાહ!વિવેક્ભાઈ
    લાગણીના ઝાડને ,મૂળસોતું ઝંઝોડયું તમે તો!
    -અભિનંદન !

    ડો.મહેશ રાવલ

  9. તું મારા ટેકે છે કે મારો ટેકો તું, ઉકલે ના આ એક પહેલી,
    તું વૃક્ષ છે કે પછી વેલી?

    અનુપમ સત્ય પ્રગટ કરે એવી પન્ક્તીઓ…

  10. એકલું લાગે ને કદી પાછું જોઉં તો તું સાથે ને સાથે ઊભેલી.
    સહેલી મારી, વાત શું આ જાણવી છે સહેલી?

    -વિવેક મનહર ટેલર- la jawab…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *