(કુદરતની કરામત… …સાંગલા વેલી, હિમાચલ પ્રદેશ, નવે.-૨૦૦૭)
સાહ્યબો મારો ગુવારસીંગનો તે છોડ,
ગુવાર મને દીઠી ન ભાવે, લે બોલ !
એક-એક ડાળી પર ઝૂમખાં લચે,
આ મૂઈ એની પક્કડથી ક્યાંથી બચે ?
રોમ-રોમ ફાલે જે એનો શો તોડ ?
જ્યાં જઉં ત્યાં એ સામો જ આવે, લે બોલ !
શાકે રાંધી કે પછી ઢોકળીમાં નાંખી,
સાસરામાં ક્યાં લગ તે ચાલે વરણાગી ?
ભવભવથી ભાવવાનો નીકળ્યો નિચોડ,
પરણ્યા વિના ક્યાંથી તે ફાવે, લે બોલ !
-વિવેક મનહર ટેલર
(૧૮-૦૯-૨૦૦૭)
મને તો આ પ્રથમ પંક્તિઓ વાંચી ને મઝા આવી…
સાહ્યબો મારો ગુવારસીંગનો તે છોડ,
ગુવાર મને દીઠી ન ભાવે, લે બોલ !
બીજો ફકરો ૩-૪ વાર વાંચી ગઇ.. પણ એટલી ખબર ના પડી…
I have enjoyed your subject matter, this time. It is a good poem. My compliments.
Take care.
ભવભવથી ભાવવાનો નીકળ્યો નિચોડ,
પરણ્યા વિના ક્યાંથી તે ફાવે, લે બોલ !
મજાની રચના છે
ભવભવથી ભાવવાનો નીકળ્યો નિચોડ,
પરણ્યા વિના ક્યાંથી તે ફાવે, લે બોલ !
લાકડાનાં લાડુ કેરો મહિમા જાણી,
દાંત ‘ચેતન’ ખોયાં,પણ લહેજત તો માણી.
જય ગુર્જરી.
ચેતન ફ્રેમવાલા
ગણગણાવાય તેવું સુંદર ગીત
શ્યામલે ગાયલું તે ગીત યાદ કરી
સાહ્યબો મારો ગુલાબનો છોડ,
વેલી હું તો લવંગની
ઊડશું જીવનમાં જોડાજોડ,
પાંખો જેવી પતંગની.
આભલાનો મેઘ હું, તું મારી છે વીજળી ;
કેસરને ક્યારડે કસ્તૂરી આ ભળી.
રંગમાં ભીંજી, ભીંજાવાના કોડ,
મંજરી જેવી વસંતની.
સાહ્યબો સોહે કસુંબીનો રંગ,
ઓઢણી ઓઢી ઉમંગની.
તેના ઢાળમાં ગણગણાવ્યુ
મઝા આવી
સાહ્યબો મારો ગુલાબનો છોડની પેરડી-
સાહ્યબો “મારો ડામરનો રોડ”એમ ગાતા!
આમેય ગુવારને ઢોરનાં ખાણા તરીકે ગણતા
ત્યાં સાહ્યબો મારો ગુવારસીંગનો તે છોડ વાંચી ગંમત પડી
આ પંક્તીઓ ગમી
શાકે રાંધી કે પછી ઢોકળીમાં નાંખી,
સાસરામાં ક્યાં લગ તે ચાલે વરણાગી ?
ભવભવથી ભાવવાનો નીકળ્યો નિચોડ,
પરણ્યા વિના ક્યાંથી તે ફાવે, લે બોલ !
મઝાની રચના… ગુવારસિંગની આજદિન સુધી સાહિત્યમાં જે અવગણના થઈ છે તે થોડી ભરપાઈ થઈ 🙂
અરે, બરાબરની ભરપાઈ થઈ ગઈ ધવલભાઈ… મજા આવી ગઈ…
પણ મને લાગે છે કે મારે વૈશાલીને કહેવું પડશે કે આ ‘ગુવારસીંગ’ને પાણીચા અથાણામાં નાંખીને બરાબર અથાવી પણ શકાય… 🙂
અને જો મીઠા-લીંબુ મા બોળી સુકવણી કરી તળાય તો અથાણા અને પાપડની ગરજ સારે…
મજ્જાની હલક સાથે ગણગણી શકાય તેવી લહેજતદાર રચના…
કવિતા થી અથાણાની યાત્રા…….
બધા માં મઝા પડી ભાઈ
-હર્ષદ જાંગલા
એટલાન્ટા, યુએસએ
શાકે રાંધી કે પછી ઢોકળીમાં નાંખી,
ગુવાર ઢોકળી શાક ખાવાની મઝા આવે હોં કે
કાવ્ય સુંદર છે.
git saaru Che paN tamaaraa bijaa gito ni sarakhaamaNimaa thoDu oChu. aamaa jodakaNAthI vadhu vaata banatI nathI. khoti vaah vaah thi bachIne rahejo.
પ્રિય ટહુકો લવર,
આપની નિખાલસ વાત ગમી. આપના અભિપ્રાયનું સાદર સ્વાગત છે. આ ગીત સુધારવાની અને હવે પછીની કવિતાઓ પૂરતી મહેનત પછી જ મૂકવાની કોશિશ કરીશ…
આ ગીત ગાતા ગાતા ગુવારસીંગ
બનાવવાનો/ખાવાનો પ્રયત્ન કરવો પડશે
કદાચ શબ્દોનો પ્રેમ ગુવાર પર આવી જાય અને ભાવી જાય……!!
ગમઈ.
શાકે રાંધી કે પછી ઢોકળીમાં નાંખી,
સાસરામાં ક્યાં લગ તે ચાલે વરણાગી ?
ભવભવથી ભાવવાનો નીકળ્યો નિચોડ,
પરણ્યા વિના ક્યાંથી તે ફાવે, લે બોલ !
-વિવેક મનહર ટેલર – good 1 sir ji kuch hat ke…
ભવભવથી ભાવવાનો નીકળ્યો નિચોડ,
પરણ્યા વિના ક્યાંથી તે ફાવે, લે બોલ !
…હાલે લે તમે તો ભારે કરી વિવેકભાઈ ..ગુવારસીંગય હાથમાં આવી ગઈ…મારી તો ફેવરીટ છે હો..તમે શું સમજ્યા..? આ કવિતા માટે કહું છુ હોં…ખુબ મજા આવી ગઈ.