(…… …સ્વયમ્, નળસરોવર,૨૭-૦૧-૨૦૦૭)
મમ્મી બોલી, ઠંડી આવી, સ્વેટર પહેરો મોટું,
ગોદડું વ્હાલું અમને તો ભઈ, ગોદડાંમાં શું ખોટું?
ગોદડાંને પકડી તો જુઓ,
ગોદડાંમાં છે નરમી;
મથી-મથીને અમે કરી છે
અંદર ભેગી ગરમી.
ગોદડાંની અંદર હું કેવો મસ્તીથી આળોટું ?
ગોદડું વ્હાલું અમને તો ભઈ, ગોદડાંમાં શું ખોટું?
ગોદડાંનો ગોટો છે આ કે
વારતાઓનો ડબ્બો?
ડુંગરમાંથી હાથી થઈ જાઉં,
ભૂત બની કહું, છપ્પો !
સ્વેટરમાં તો છોટુ થઈને રહેશે ખાલી છોટુ…
ગોદડું વ્હાલું અમને તો ભઈ, ગોદડાંમાં શું ખોટું?
-વિવેક મનહર ટેલર
(૧૧-૦૨-૨૦૦૮)
ધન્યવાદ વિવેકભાઈ,
ઍક મૌલિક અને ખુબ સુન્દર કૃતિ…
લગે રહો!
– વ્રજેશ
vivekbhai..
Balpan fari yaad aavi gau!!
Kuhb majani rachna…
vijay
નો સેનસ્
મજાનું બાળગીત!
વાહ સંદર બાળગીત… ભઈ અમને તો આ લંડનની ઠંડીમાં આજે પણ ગોદડું વ્હાલું લાગે છે… મઝા આવી ગઈ.
આવા નવા નવા સુંદર બાળગીતો લખતા રહો.
શિયાળાની સવારે સ્વેટર, ટોપી, મફલર, હાથ-મોજાં અને શુઝ કરતાં સૌથી વધારે કિંમતી વસ્તુ લાગતી હોય તો તે ભરુચની રજાઈ કે હાથે બનાવેલી ગોદડું! અહીં જુદા જુદા નામે મળત quilt , trapunta, colcha. courtepointe, kovrilo ,tupa ahoja રજાઈ કે ગોદડુંની તોલે ન આવે !!
આ આપણો વર્ષોનો અનુભવ આ બાળગીતમાં વાંચી મઝા આવી ગઈ.
તેને ગણગણાવવાનો પ્રયત્ન કર્યો…બરોબર રાગ બેઠો નથી.
કોઈ રાગ બેસાડી ઓિડઓમા મૂકશે?
સરસ મજાનું બાળગીત… પણ સ્વયમ્ ના આ મસ્ત ફોટામાં પેલું ગોદડું કેમ નઈં દેખાયું? 🙂
અમેરીકામા રહ્યા રઆહ્યાેટલો તો ખ્યાલ આવ્યો ‘Chhe’ (માફ કરશો ગુજરાતીમા આ શબ્દ લખતા નથી આવડતુ! કોઈ શીખવાડશો?)કે અહિ દડાનાની મોટી બધી સાઈઝના,પાન્દડાન ઢગલે ઢગલા જોવા મળે ત્ત્યારે દેશના ગોદડા યાદ આવેજને? આ બાળ-ગીતે ઘણુ યાદ કરવી દીધુ.
વિવેકભાઈ
તમે તો Allrounder થઈ ગયા છો
સરસ બાળગીત
-હર્ષદ જાંગલા
એટલાન્ટા યુએસએ
ગોદડાંનો ગોટો છે આ કે
વારતાઓનો ડબ્બો?
ડુંગરમાંથી હાથી થઈ જાઉં,
ભૂત બની કહું, છપ્પો !
સ્વેટરમાં તો છોટુ થઈને રહેશે ખાલી છોટુ…
સરસ !
આતો ભૈ સવારમા ડેડી-દિકરાનુ રોજનુ મહારામાયણ કાવ્ય છે.
શિયાળાની સવારમા ડેડી-દિકરાની ગોદડાની ટગ ઓફ વોર તો મમ્મીને પરસેવો છોડાવી દે.
બાળક બની જવાનું મન થઈ ગયું અને પાછું ગોદડામાં સંતાઈ જવાનું મન થઈ ગયું.
મજા આવી ગોદડું તો ગોદડું ……….બહોર(વધારે ઠંડીથી બચવા ગરમ કાંબર ગોદડા સાથે બેવડાવીને ઓઢવું) કરેલી મારી નાનીએ સ્વ હસ્તે કાંતેલી .વણેલી ઉનની કાંબરી યાદ આવી ગઈ……સરસ……….
સરસ બાલગીત….ગોદડૂઁ ઘરમાઁ છે ખરુંને ? સ્વયંમ્ ને ગોદડાની ખબર છે ને ?
ગોદડાંની અંદર હું કેવો મસ્તીથી આળોટું ?
ગોદડું વ્હાલું અમને તો ભઈ, ગોદડાંમાં શું ખોટું?
VERY NICE
BORAD HITESH