(મહાપ્રયાણ…. ….ગુલમર્ગ, કાશ્મીર, ૦૬-૦૫-૨૦૧૨)
*
સંભોગરત
શ્વાનયુગલને
વહેલી સવારે
પથરાં મારી-મારીને
છૂટા કરવા મથતા
ચાર-પાંચ જણના ટોળા સામે
મેં જોયું.
બધાના જ ચહેરા પર વંચાતી હતી,
એમના
બેડરૂમની ચાદરો પર
નહીં પડતી કરચલીઓ !
– વિવેક મનહર ટેલર
(૧૭-૦૮-૨૦૧૨)
*
(સમયના શરીરે કરચલીનું જાળું… …રસ્તામાં, કાશ્મીર, ૦૬-૦૫-૨૦૧૨)
હા હા હા…. અતી સુંદર.. અને સચોટ તારણ…
😉
ગમી.
આજે જ ગુજરાતી સાહિત્ય અકાદમી (યુકે)ના ઉપક્રમે સ્વ. શ્રી સુરેશ દલાલને શ્રદ્ધાંજલી આપતી વખતે એક મિત્રએ આપે લખેલા શબ્દોનું સ્મરણ કર્યું હતું.
સસ્નેહ,
ચિરાગ ઠક્કર ‘જય’
આહ્..
સચોટ.
પણ તસ્વિર ન્યાય કરતી નથી.
Very good comparison. Excellent.
Arvind Vora.
Rajkot.
Mob. 94268 49718
સરસ અને લક્ષ્યવેધી
રાહમાં આહ મળી વાહ જો પાછળ પડી…સમયના શરીરે કરચલીનું જાળું… તો ક્યારેક કરચલી અરિસે પડી..Very good comparison…!!
સરસ અને મર્મસુચક.
સરસ કટાક્ષભરી વાસ્તવિક રજુઆત, અભિનદન્
સંબંધ સાથે કરચલી શબ્દને જોડી યોગ્ય નિરૂપણ કર્યું છે… બહુ જ ઓછા શબ્દમાં ઇર્ષ્યાને…કલાત્મક રીતે કટાક્ષને… સાક્ષાત કરી દીધા છે.
ખૂબ હ્રદયસ્પર્શી કાવ્ય, વિવેકભાઈ. અભિનંદન.
મિઠાઈની દુકાનમાં બેઠેલા માણસની તસવીર છે તો મજાની પણ આ કાવ્યસાથે એનો સંબંધ સમજી શક્યો હોત તો વધુ મજા આવત.
વધુ હ્રદયસ્પર્શી કાવ્ય, વિવેક, ઘણા ઘણા અભિનંદન.
શુદ્ધ ઘી ની મિઠાઈની દુકાનમાં વિચારવ્રદ આનંન્દી માણસની છે તો દિલને દોલાવે એવા મધુર કાવ્યનો સબંધ. રદયસ્પર્શી શબ્દોનું કાયમી સ્મરણ.
સસ્નેહ,
@ સંદીપ ભાટિયા:
તસ્વીર અને કવિતા વચ્ચે કશો સંબંધ નથી…. બંનેને અલગ-અલગ રીતે જ માણીએ…
ખુબ જ જોરદાર લક્ષય વેધ કર્યો સર….
વાહ કવિ…! ટૂંકું–ટચ ને મર્મવેધક.