(સોનેરી બપોર… ….ગુલમર્ગ, કાશ્મીર, ૦૬-૦૫-૨૦૧૨)
*
૨૬મી રવિવારે અમદાવાદ કવિસંમેલનમાં જવાનું હતું એ સંદર્ભે અનિલ ચાવડાનો ફોન આવ્યો. મેં એને સહજ પૂછ્યું કે સુરતથી શું લેતો આવું તમારા માટે? અનિલે કહ્યું, તમે યાર, બસ તમને જ લેતા આવજો… ફોન મૂક્યો અને બીજી જ મિનિટે લખાયું આ ગીત… શનિવારે અમદાવાદમાં જ હતો ત્યારે આ ગીતનો ત્રીજો અંતરો લખાયો જે આજે આ ગીતમાં આપ સહુ માટે ઉમેરું છું. (૨૯-૦૮-૨૦૧૨)
*
ન મુંબઈની ફેશન, ન સુરતના પકવાન, ન ગુલમર્ગથી મોસમ મોકલાવજે,
તું બસ, આવજે !
ને તું તને જ તારી સાથે લાવજે.
પાસે બેસે તો મારી સાથે જ રહેજે
ને જુએ જો ક્યાંય, મારી આંખમાં;
ચાખે તો માત્ર મારા હોવાનું એઠું બોર,
અવર કશાની તમા રાખ મા.
દુનિયાની સાવ છેલ્લી ચૉકલેટ ન હોય, એમ ધીમે ધીમે તું મમળાવજે.
તું બસ, આવજે !
તારે હજ્જાર કામ, તારે હજ્જાર ધામ,
મારે તો એક તારું નામ;
ઓતપ્રોત ઓગળવું સમજાવું તુજને પણ,
બે જ ઘડી આવે જો આમ.
રસ્તો બનીને જો દોડતો તું હોય, મને માઇલસ્ટૉન સાથે સરખાવજે.
તું બસ, આવજે !
ઉગમણે-આથમણે પડછાયો ચિરાતો,
કોઈ એક દિશામાં સ્થાપ;
સિક્કાની તકદીરમાં એક સાથે કેમ કરી
હોવાના કાટ અને છાપ?
‘હા’-‘ના’ના વમળોમાં ડૂબવાને બદલે તું મોજના હલેસાં ચલાવજે…
તું બસ, આવજે !
– વિવેક મનહર ટેલર
(૧૯/૨૫-૦૮-૨૦૧૨)
*
આહા…
તું બસ, આવજે !
ને તું તને જ તારી સાથે લાવજે.
આ ગીતને કોઇ મઝ્ઝાની છોકરીના અવાજમાં સાંભળવાની કેટલી મઝા આવશે?
ડો. વિવેકભાઈને અભિનદન, બસ્ તુ આવજે મા આજીજીનો ભાવ હોય તો પણ આ ગીત પ્રિયતમાને કે પ્રભુને નજર સામે રાખીને લખાયુ હોય તો પણ સ્વરાંકન જરુર ક્રણપ્રિય બની રહેશે, સરસ ગીત …….
Beautiful….
બસ તું આવજે અને તને તારી સાથે લાવજે
જો તું ન આવી શકે તો તારી મીઠી યાદો મોકલાવજે
સુંદર ગીત છે.સહજ અને સરળ્
http://www.pravinash.wordpress.com
તારે હજ્જાર કામ, તારે હજ્જાર ધામ,
મારે તો એક તારું નામ;
ઓતપ્રોત ઓગળવું સમજાવું તુજને પણ,
બે જ ઘડી આવે જો આમ.
વાહ!
અભિનંદન,
’કામઢા’ પતિને પ્રેમળ પત્નિનું ‘સોંસરવું નિકળી જાય તેવું’ ઉદ્બોધન..’…
જાણે આપણાં સહુની વાત .
ગમ્યું ભાઇ…ગમ્યું…
યોગેશ વૈદ્ય
સરસ રચના.ભાવ્રસભર..
તુ તનેજ સથે લવજે ….. ખુબજ સરસ લખ્યુ ….. ખુબ ગમ્યુ ….
shu vaat chhe vinay bhai… maja aavi gai… !!
Simply S U P E R B !
jAY SHREE KRISHNA.
AAJNO AAPNO DIN KHUSHRANG HO.
AAPNU G…..E……E……T…..MADHURU LAGYU.TAME JE LAKHO TEMAA SARV SUNDAR J HOY!!!
good one..
આપના મુખે સાંભળવાનેી ખુબ મજ્જા પડેીતેી વિવેકભાઇ…સુંદર રચના..
તારે હજ્જાર કામ, તારે હજ્જાર ધામ,
મારે તો એક તારું નામ;
તું બસ, આવજે !
bhai bhai…….. maja avigai….. auvj lakhta rhaoo………..
પાસે બેસે તો મારી સાથે જ રહેજે
ને જુએ જો ક્યાંય, મારી આંખમાં;
ચાખે તો માત્ર મારા હોવાનું એઠું બોર,
અવર કશાની તમા રાખ મા.
દુનિયાની સાવ છેલ્લી ચૉકલેટ ન હોય, એમ ધીમે ધીમે તું મમળાવજે.
તું બસ, આવજે..
બહુજ સરસ્…!
તું બસ, આવજે !
ને તું તને જ તારી સાથે લાવજે……સરસ.
geet vanchine duniya bhulai gai,ekdum must…
જોયું ને વિવેકભાઈ વાત કરવાનો ફયદો ?!!!!
રેગ્યુલર વાત કરવાનું રાખો તો અમને બધાને નવી નવી કવિતાઓ મળતી રહે…
@ અનિલ ચાવડા:
સત્ય વચન, મિત્ર ! હવે આ વાતનું ધ્યાન રાખવું જ પડશે…
ક્યારેક એમ બનતુ હોય છે કે કોઇ વ્યક્તી આપણી પાસે હોય છે, પણ સાથે નથી હોતા ….
વાત કરતા તો હોય છે પણ સાંભળતા નથી હોતા…. જુવે તો છે, પણ દેખતા નથી ………
જાણે કે ખોળીયુ છે પણ મન નથી …..
આવી તો જાય છે, આવતા પહેલા પુછે છે કે, “શુ લાવુ તારા માટે ?“ યાદ કરીને ચીજ લઇ આવે છે પણ સ્વયંમને લાવવાનુ ભુલી જાય છે
એમને કહેવાની આ વાત કે
તું બસ, આવજે !
ને તું તને જ તારી સાથે લાવજે.
દુનિયાની સાવ છેલ્લી ચૉકલેટ ન હોય, એમ ધીમે ધીમે તું મમળાવજે.
એકદમ મસ્ત વાત….
પ્રેમ અને હકથી અપાયેલ નોતરૂ (કે પ્રેમમા મળેલ હક થી અપાયેલ નોતરૂ)
ખુબ જ સરસ ….. ખુબ ગમ્યુ
સુંદર ભવવાહી ગીત
સરસ ગીત.
રસ્તો અને માઈલસ્ટોન સાથે સરખાવવાની વાત.
તુ બસ આવજે અને તારી સાથેજ આવજે,
સરસ.
વિવેકભાઇ,
વ્યસ્તતા ના આ જમાનામાં
અવાજોની આ ‘કેકાફોની” માં
તમે બસ આ જ રીતે આવજો
દીલની વાત સંભળાવતા રહેજો.
સુંદર…ગીતો ને કહીએ બસ તમારા આંગણે આવજે…
પાસે બેસે તો મારી સાથે જ રહેજે
ને જુએ જો ક્યાંય, મારી આંખમાં;
ચાખે તો માત્ર મારા હોવાનું એઠું બોર,
અવર કશાની તમા રાખ મા.
દુનિયાની સાવ છેલ્લી ચૉકલેટ ન હોય, એમ ધીમે ધીમે તું મમળાવજે.
તું બસ, આવજે !
ખુબ સરસ સચના……
તારે હજ્જાર કામ, તારે હજ્જાર ધામ,
મારે તો એક તારું નામ;
ઓતપ્રોત ઓગળવું સમજાવું તુજને પણ,
બે જ ઘડી આવે જો આમ.
રસ્તો બનીને જો દોડતો તું હોય, મને માઇલસ્ટૉન સાથે સરખાવજે.
તું બસ, આવજે !
વાહ જનાબ………….!!!
્સરસ ગીત
સુંદર ગીત…સાચે જ ગમ્યું વિવેકભાઈ.
વિવેકભાઈ,
ખુબ સરસ ગીત છે. નીચેની લાઈનો ખુબ સુંદર છે.
રસ્તો બનીને જો દોડતો તું હોય, મને માઇલસ્ટૉન સાથે સરખાવજે.
તું બસ, આવજે !
‘હા’-‘ના’ના વમળોમાં ડૂબવાને બદલે તું મોજના હલેસાં ચલાવજે…
તું બસ, આવજે !
અભિનન્દન,
ડો. દિનેશ ઓ. શાહ, ગેઈન્સવીલ, ફ્લોરીડા, યુ.એસ્.એ
બહુ જ મજા આવી ગઈ. તમારો ખુબ ખુબ આભાર, વિવેકભાઇ. આવું બધાને ગમતુ મોકલાવતા જ રહો.
મજ્જજ્જ્જ્જ્જ્જ્જ્જ્જ્જ્જ્જ્જ્જા પઈડિ ગઈ………………………………
Bahut Khub yaar!!!!!!!!!
Love u Vivek,
Harshad
સુંદર ગીત!
સુધીર પટેલ.
ખુબ સરસ રચના, સર… સાચે ખુબ ગમ્યુ… વગોલ્યા જ કરુ. …
વાહ વાહ વાહ