શિલ્પ

OLYMPUS DIGITAL CAMERA
(શિલ્પ…                                    …ઇલોરા,૩૦-૧૦-૧૧)

*

શાશ્વત મૌન છે
એકમાત્ર અક્ષત કવિતા…
એને તમે શબ્દોથી ટાંચો છો
ત્યારે
શિલ્પ તો બની જાય છે
પણ
કવિતા તૂટી જાય છે !

 

– વિવેક મનહર ટેલર
(૦૪-૧૧-૨૦૧૧)

*

OLYMPUS DIGITAL CAMERA
(તેજ-છાયા…                           …ઇલોરા,૩૦-૧૦-૧૧)

15 thoughts on “શિલ્પ

  1. એટલે જ કહેવાય છે કે બ્રહ્મ એટલે શું તે મુખેથી બોલી શકાય નહીં. બાકી બધું એઠું થઈ ગયું છે – જ્યારે બ્રહ્મ / આપણું નીજ સ્વરુપ – ત્યાં કોણ બોલે? ઈંદ્રિય અને અંતઃક્રણ હોવા તો જોઈએ ને? પ્રકૃતિને પેલે પાર શાશ્વત કવિતા / અક્ષત કવિતા છે. જેવું તેને વ્યક્ત કરવા જઈએ એટલે તે શિલ્પ બની જાય / જડ બની જાય.

    વ્યક્ત કરવાનો પ્રયાસ તે કુચેષ્ટા માત્ર છે / તે વ્યક્ત થઈ ન શકે.

  2. “ટાંચો” ને બદલે “ટોચો” હોવું જોઈએ? ગિરીશભાઈના બ્લોગ પર “ટાંચવું” નો અર્થ જોયા પછી એવું લાગ્યું કે શિલ્પના સંદર્ભમાં ટાંચવા કરતા ટોચવાની પ્રકિયા અભિપ્રેત છે. અલબત્ત કાવ્યનો હાર્દ શબ્દ વડે ટાંચવાની પ્રકિયા સાથે સંબધિત હોય તો આ કાવ્ય ગ્રહણ કરવામાં મને મુશ્કેલી પડે છે. રસાસ્વાદ કરાવશો તો આનંદ આનંદ!

  3. શાશ્વત મૌન છે
    એકમાત્ર અક્ષત કવિતા
    આ પણ…
    મૌન મા કાવ્ય છે.
    મૌન મા સંગીત છે.
    મૌન મા ગીત છે.
    મૌન મા અવાજ છે.
    મૌન મા સાજ છે,
    મૌન મા શોર છે.
    મૌન મૌન છે પણ તેમા જોશ છે
    એને તમે શબ્દોથી ટાંચો છો
    ત્યારે
    શિલ્પ તો બની જાય છે

    આ અનપઢ પથ્થરો ને
    મૈં વાંચ્યા છે
    જે સુંદર છે
    દેવાલય ની આ પ્રતિમા થી
    જે કોઇ શિલ્પીએ ઘઢ્યું છે
    જાણે છે દુનિયા શબ્દોથી
    તમે જે શબ્દોથી કહ્યું
    મૈં આંખથી જોઈ છે
    મૌનને વાંચ્યું છે

    કવિતા અક્ષત છે !

  4. શાશ્વત મૌન છે
    અક્ષત કવિતા…
    એને તમે ટાંચો
    ત્યારે
    કવિતા ખરી પડે
    અને શિલ્પ શબ્દસ્થ
    અક્ષત ઉભું રહે.

  5. વિવેકભાઈ, તમને જે વાત અભિપ્રેત છે તે મેં મારી એક કવિતામાં આ રીતે વ્યકત થઈ છે :

    કવિતા-

    ઘરના લિવિંગ રૂમના

    સોફા પર બેઠો છું, ને

    અચાનક એક ગિલોડી

    સામેની દીવાલ પરથી મારી સામે

    જાણે ટગર ટગર જોતી રહે છે

    તેની જીભ લપકાવતી

    હું લાગલો જ ઊભો થઈને

    સાવરણી લઈને દોડું છું તેની પાછળ

    તે તો કોણ જાણે ક્યાંયે

    ગાયબ થઈ ગઈ એક જ પળમાં,ને

    રહી ગઇ બસ

    ચમકતા શ્વેત માર્બલ ફ્લોર પર

    આમ તરફડિયાં મારતી

    તેની ટચૂકડી પૂછડી….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *