(ભરબપોરે અંધારું… …અજંટા, ૨૭-૧૦-૨૦૧૧)
*
સૂર્ય પાછળ બિલ્લીપગલે ચાલતો અંધારપટ,
પોત અસલી તક મળ્યે દેખાડતો અંધારપટ.
જ્યાં જવામાં સૂર્યનો ખુદનો પનો ટૂંકો પડે,
ભરબપોરે એ બધે પણ વ્યાપતો અંધારપટ.
ભેદ તારામાં ને મારામાં રહે ના લેશ પણ,
એટલો ગાઢો થયો છે આજ તો અંધારપટ.
એ ઉઘાડીને થવાનું હોય એકાકાર, બસ !
હોય છે ઘૂંઘટનો પટ પણ આમ તો અંધારપટ.
વીજળી પેઠે સ્મરણ ગુલ થઈ શકે ના એટલે,
ઓરડો દુઃખનો કદી ના પામતો અંધારપટ.
હું કરું જે કંઈ એ હું પોતેય જોઈ ના શકું,
એટલો હોતો નથી મનફાવતો અંધારપટ.
હાથવેંત જ હોય એ પણ હાથમાં આવે નહીં,
ક્ષણનો પાલવ યુગ સુધી વિસ્તારતો અંધારપટ.
રૂબરૂ થઈએ તો ભારી થઈ પડે આ ભોંય, પણ
બેય આંખોની શરમ અજવાળતો અંધારપટ.
મોતિયાની દેણ છે કે દીકરા મોટા થયા ?
ધીમેધીમે આંખ સામે આવતો અંધારપટ.
આપણી વચ્ચે જે છે એ યુદ્ધ છે કે શું છે, દોસ્ત ?
આપણી વચ્ચે છે આજે ચાંપતો અંધારપટ.
– વિવેક મનહર ટેલર
(૦૭-૧૦-૨૦૧૧)
*
beautiful…..
હું કરું જે કંઈ એ હું પોતેય જોઈ ના શકું,
એટલો હોતો નથી મનફાવતો અંધારપટ…awesome….
ભેદ તારામાં ને મારામાં રહે ના લેશ પણ,
એટલો ગાઢો થયો છે આજ તો અંધારપટ.
મોતિયાની દેણ છે કે દીકરા મોટા થયા ?
ધીમેધીમે આંખ સામે આવતો અંધારપટ.
………… સચોટ
ને
aakhi gazal khub j saras thai chhe vivekbhai
ભેદ તારામાં ને મારામાં રહે ના લેશ પણ,
એટલો ગાઢો થયો છે આજ તો અંધારપટ.
રદીફની અભિવ્યક્તિ દરેક શેરમાં સુંદર ઉજાગર થઇ.
શ્રિ વિવેક ભાય બહુજ સુનદર રચના મારા અભિનદન સ્વિકજો.
વિવેકની આ ‘અંધારપટ’ ગઝલની પ્રેરણાથી લખાયેલું
“ઘુંઘટપટ … નામરટ … ! (ચતુર્શબ્દ-મુક્તક!)”
વાંચો http://www.girishparikh.wordpress.com બ્લોગ પર
અને આપો પ્રતિભાવ!
અંધારપટને આગવી અને અનોખીરીતે ‘અજવાળતી’ (!) ગઝલ.
અભિનંદન વિવેકભાઇ….
જય હો… !
હાથવેંત જ હોય એ પણ હાથમાં આવે નહીં,
ક્ષણનો પાલવ યુગ સુધી વિસ્તારતો અંધારપટ.
……….. સુંદર અભિવ્યક્તિ
nice poetry
વિવેકભાઈ, માન ગયે બોસ ! દિલ ખુશ થઈ ગયું. આવી પાણીદાર ગઝલો સહેલાઈથી હાથ લાગતી નથી. વાહ !
બહુ સરસ .ગમ્યુ’. મોતિયા પછી તો ચોખ્ખુ’ દેખાતુ’ હોય છે.મનમા’.
દરેક શેર ખૂબ સુંદર
આપણી વચ્ચે જે છે એ યુદ્ધ છે કે શું છે, દોસ્ત ?
આપણી વચ્ચે છે આજે ચાંપતો અંધારપટ.
વાહ્
યાદ
માયાના મોહે દોડયો ભટક્યો. વિષાદના વાદળે જીવ ઘેરાયો.
અથડાયો ભ્રમમાં પડી બ્રહ્માંડે. અંધારપટ નેત્રે બાંધી ખોવાયો
આ તમસ અંધારપટ માટે જ્ઞાનદિપ પ્રગટાવવો જરુરી
હું કરું જે કંઈ એ હું પોતેય જોઈ ના શકું,
એટલો હોતો નથી મનફાવતો અંધારપટ…
વાહ .. બહોત ખુબ
adbhoot…shu radif nibhaai che….waah…
વીજળી પેઠે સ્મરણ ગુલ થઈ શકે ના એટલે,
ઓરડો દુઃખનો કદી ના પામતો અંધારપટ.
રૂબરૂ થઈએ તો ભારી થઈ પડે આ ભોંય, પણ
બેય આંખોની શરમ અજવાળતો અંધારપટ.
મોતિયાની દેણ છે કે દીકરા મોટા થયા ?
ધીમેધીમે આંખ સામે આવતો અંધારપટ.
waah…andhaarpat na different shades gamya…abhinandan sir..
જ્aય્a હ્ોo
NICELY WORDED POEM.CONGRETS.KJP
સરસ ગઝલ. બધા જ શેર મનનીય છે. ચિંતન અને શેરિયતથી તસોતસ શેરને લીધે આ ગઝલ ભાવકને બરાબર જકડે છે.
awesome
હાથવેંત જ હોય એ પણ હાથમાં આવે નહીં,
ક્ષણનો પાલવ યુગ સુધી વિસ્તારતો અંધારપટ.
વાહ…!
“motiya ni den chhe ke deekra mota thaya?
dheeme-dheeme aankh saame aavto andhaarpat…..!”
Waaaaaah…..
aa rajooaat gami.
great. ghanu badhu chhe aa sher ma. waaaah……
abhinandan.
-kavi jalal mastan jalal.
(Ahmedabad)
અંધારપટ, ગીતકાવ્ય, તસ્વીરો – ભરબપોરે અંધારું – બાકોરું બધું જ સુંદર, અતી સુંદર સમન્વય –
તમે જાણે અંધારાના સૌંદર્યની આરતી ઉતારી. તમને ખૂબ ખૂબ અભિનંદન!
દિનેશ પંડ્યા
ખુબ સરસ
હા, આ એક જુદા પ્રકારે તમારી કાવ્યનિર્મિતિ. મુસલસલ ?
excellent poem .liked it