કન્ફર્મેશન

P5270568
(ભડભાંખળું…..                     …સાન ફ્રાંસિસ્કોના દરિયાકાંઠે, મે-૨૦૧૧)

*

મળસ્કે આછા અજવાળે
મારા ડબલબેડ પર બાંધેલી મચ્છરદાની
અને
રૂમની બારી પર લગાડેલ મોસ્કિટો નેટની બહાર
દૂ…ર
આછા દેખાતા એક તાર પર
એક ઝીણકો પડછાયો
આવીને બેઠો
અને
પથારીમાં આડી પડેલી મારી ચશ્માં વગરની આંખો ઝીણી થઈ-
-સિપાહી બુલબુલ?

પાણીની મોટરનો એકધારો અવાજ,
પંખાની અનવરત ગરગરાટી,
પસાર થતા વાહનોની ઘરઘરાટી અને હૉર્ન,
સવારપાળીમાં બાજુમાંની સ્કૂલે જતાં બાળકોનો કલબલાટ,
છાપાવાળાની બૂમ,
અઠવાડિક પ્રભાતફેરીનું ‘હરે રામ, હરે કૃષ્ણ’-
– આ બધી જ દીવાલો તોડીને
એક ટહુકો
છે…ક મારી અંદર ટકોરા મારી ગયો
અને
મારી સવાર જરા હસી દે છે…

-વિવેક મનહર ટેલર
(૧૧-૦૮-૨૦૧૧)

P5219095
(કાનાફુસી…..                   …મિસ્ટરી પૉઇન્ટ, સાન ફ્રાંસિસ્કો, મે-૨૦૧૧)

21 thoughts on “કન્ફર્મેશન

  1. એક ટહુકો
    છે…ક મારી અંદર ટકોરા મારી ગયો
    અને
    મારી સવાર જરા હસી દે છે…

  2. સવાર સુધરી જાય એવી રચના માણવા મળી………………આભાર

  3. સરસ રચના

    મારી સવાર જરા હસી દે છે…

    એને બદલે ‘મારી સવાર જરા હસી રહી’…. એમ હોય તો ?

  4. khub saras achhandas rachana.bul bulno tahooko takora mari jay tevu haiyu dharavava badal doctor saheb ne salam.

  5. આ બધી જ દીવાલ તોડીને
    એક ટહુકો
    છે…ક મારી અંદર ટકોરા મારી ગયો
    અને
    મારી સવાર જરા હસી દે છે…

    સુંદર !!!

  6. એક ટહુકો
    છે…ક મારી અંદર ટકોરા મારી ગયો
    અને
    મારી સવાર જરા હસી દે છે…
    waaahh…
    Sipahi bulbul ae bulbul thi alag pakshi chhe?! jo haa to ena vishe thodu kai janavsho sir pls?!

  7. સામાન્ય રીતે નજરે ચડતું બુલબુલ એ રેડ વેન્ટેડ બુલબુલ છે. સિપાહી બુલબુલ એટલે વ્હાઇટ વ્હીસ્કર્ડ બુલબુલ. બંનેના ફોટા અહીં જોવા મળશે:

    https://vmtailor.com/archives/377

    રેડ વેન્ટેડ બુલબુલનો વધુ એક ફોટો: https://vmtailor.com/archives/149

  8. સરસ રચના.
    એક સજેશનઃ- આ બધી જ દીવાલ તોડીને
    આ વાક્ય પહેલાં પાંચ વસ્તુનો ઉલ્લેખ છે તો આ પંક્તિ વધારે યોગ્ય આ રીતે-
    આ બધી જ દીવાલો તોડી….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *