મિત્ર ! તું ભગવાનથી પણ ખાસ છે

OLYMPUS DIGITAL CAMERA
(ટેકો…                               …સાન ડિયેગોના દરિયાકિનારે, મે-૨૦૧૧)

*

ગયા રવિવારે મૈત્રી દિન ગયો. એ દિવસે જ લખેલી આ ગઝલ આજે આપ સહુ માટે…

*

શ્વાસ કરતાં પણ વધુ વિશ્વાસ છે,
મિત્ર ! તું ભગવાનથી પણ ખાસ છે.

ઘા સમય જે રૂઝવી શક્તો નથી,
તું એ રૂઝવે છે, મને અહેસાસ છે.

કેવા ઝઘડા આપણે કરતા હતા,
યાદ કરવામાંય શો ઉલ્લાસ છે !

બાળપણની મામૂલી ઘટનાઓ, દોસ્ત !
આપણા જીવનનો સાચો ક્યાસ છે.

વીતી, વીતે , વીતશે તારા વગર
એ પળો જીવન નથી, ઉપહાસ છે.

હાસ્ય ભેગાં થઈ કરે છે જાગરણ,
તકલીફોના કાયમી ઉપવાસ છે.

એ ખભો નહિ હોય તો નહિ ચાલશે,
એ ખભો ક્યાં છે ? એ મારો શ્વાસ છે.

– વિવેક મનહર ટેલર
(૦૭-૦૮-૨૦૧૧)

OLYMPUS DIGITAL CAMERA
(ઉગતા સૂર્યની લાલિમા…          …ટહુકો.કોમ, ગ્રાન્ડ કેન્યન, મે-૨૦૧૧)

37 thoughts on “મિત્ર ! તું ભગવાનથી પણ ખાસ છે

  1. એ ખભો નહિ હોય તો નહિ ચાલશે,
    એ ખભો ક્યાં છે ? એ મારો શ્વાસ છે. સરસ ગઝલ..જ્યશ્રી અને અમીતનો ફોટૉ સરસ છે અને આ કોણ પડી ગયું ? વૈશાલી? અને સયંમનો ટેકો છે…આ પણ એક સુંદર પ્રયાસ છે..
    સપના

  2. ઘા સમય જે રૂઝવી શક્તો નથી,
    તું એ રૂઝવે છે, મને અહેસાસ છે. બહોત ખુબ

    હાસ્ય ભેગાં થઈ કરે છે જાગરણ,
    તકલીફોના કાયમી ઉપવાસ છે.. વાહ !!

  3. @ સપનાબેન,

    ના, જે યુવતી ફોટામાં પડી ગયેલી જણાય છે અને સ્વયમ્ ટેકો આપીને ઊભી કરે છે એ વૈશાલી નથી… મારી અન્ય મિત્ર મોના છે.

  4. keva jagdaa aapne karta hata yaad karvamay ulaas chhe ane barpan ni ghatnao aapna jeevan no kharo kayas chhe….The same is true for brother and sister..A brother or sister is a gift from God to share your life with….Happy Rakshabandhan!!!!!!!!!!!!!!!You and time with you is always fun….

  5. મૈત્રીને જીવી શકાય ને વર્ણવી શકાય એ સિદ્ધિ જ ને…

    અત્યંત ઊંચાઈ પર સ્થાન પ્રાપ્ત કરેલ ગઝલ ને સાથે જ શ્વાસમાં પણ અનુભવાતી … ખૂબ સરસ!!!

  6. કેવા ઝઘડા આપણે કરતા હતા,
    યાદ કરવામાંય શો ઉલ્લાસ છે !

    btw, ઉઠવા કરતા પડવામાં વધુ મજા આવી હતી… 😛

  7. જય શ્રીકૃષ્ણ વિવેકભાઈ,

    આપની આ રચના એ ઘણી યાદો તાજી કરાવી દીધી. જ્યારે મારી મિત્ર ”મન” એ જ મારૂ ઉપનામ વિશ્વાસ આપ્યું હતું…
    આભાર.

  8. વીતી, વીતે, વીતશે તારા વગર
    એ પળો જીવન નથી, ઉપહાસ છે
    જીવનના ઉતરાર્ધને માણવાનો સરસ ઉપક્રમ ……………….
    અભિનદન અને આભાર……………

  9. વાહ…વિવેકભાઈ,
    પ્રથમ તો(ગયા રવીવારે વીતીગયેલ !) મૈત્રી દિન મુબારક…
    ગઝલ પણ મૈત્રીભાવનાં પવિત્ર ઝરણાં જેવી સુંદર.
    બન્ને તસ્વીરો પણ ગમી.

  10. કેવા ઝઘડા આપણે કરતા હતા,
    યાદ કરવામાંય શો ઉલ્લાસ છે !…

    મૈત્રિના લયમાં સહજ વહેતી સુંદર ગઝલ !

  11. હાસ્ય ભેગાં થઈ કરે છે જાગરણ,
    તકલીફોના કાયમી ઉપવાસ છે.

  12. દ્aર્િiય્aાa ક્િiન્aાaર્ેe ઊUર્rમ્િiબ્aહ્ેeન્ સ્aાaગ્aર્rન્ેe વ્aહ્aલ્ ક્aર્rત્a જ્ોoઇi ગઘ્aન્ોo અaન્aન્nદ્ તથ્aય્ોo.ત્aન્aન્ેe અaબભ્િiન્aન્nદ્aન્ !

  13. મૈત્રી-ભાવના વહાવતી સુંદર મુસલસલ ગઝલ!
    સુધીર પટેલ.

  14. કેવા ઝઘડા આપણે કરતા હતા,
    યાદ કરવામાંય શો ઉલ્લાસ છે ! આ શએર ખુબ ગમ્યો.

  15. અરે વિવેક ભાઇ, ખરેખર હ્દય ની લાગણીઓ છલકાવી દે તેવી અદભુત રચના છે હો બાકી…
    આ રચના વચ્યા પછી એવી ઈચ્છા થઇ છે કે તમારી રચના હવે કાયમ વાચવી..

  16. હાસ્ય ભેગાં થઈ કરે છે જાગરણ,
    તકલીફોના કાયમી ઉપવાસ છે.

    ખુબજ ગમી આ ગઝલ…

  17. હાસ્ય ભેગાં થઈ કરે છે જાગરણ,
    તકલીફોના કાયમી ઉપવાસ છે.

    ખુબ જ ગમી આ ગઝલ…

  18. શ્વાસ કરતાં પણ વધુ વિશ્વાસ છે,
    મિત્ર ! તું ભગવાનથી પણ ખાસ છે.

    very true..

    khubj saras..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *