ચાંદની


(રણનો સૂર….                       …બુલબુલ, રણથંભોર, ૦૩-૧૨-૨૦૦૬)
(Red vented Bulbul ~ Pycnonotus cafer)

*

ખીલીને સોળે કળાએ ઝળહળે છે ચાંદની,
કંઈ ને કંઈ બહાને ફરી તુજને અડે છે ચાંદની.

વાટ થઈ વગડામાં નક્કી તું જ પથરાઈ હશે,
એટલે તો ચોતરફ આ ટમટમે છે ચાંદની.

ચંદ્રના અરમાન વેરાયા હશે શું સૃષ્ટિમાં?
ફોજ તારાઓની લઈને નીકળે છે ચાંદની.

છે ઊછીનું તેજ તોયે ઠારતું, ના બાળતું,
લેણ-દેણીની રસમ ગર્વિત કરે છે ચાંદની.

આ અમાવસ બારમાસી થઈ મને પીડી રહી,
ચાંદ સમ તું ગઈ એ દિ’થી ક્યાં ઊગે છે ચાંદની ?!

શ્વાસમા મુજ તેજનો લય થઈ ગઝલ રેલાય છે,
જ્યારે-જ્યારે શબ્દને મારા અડે છે ચાંદની.

-વિવેક મનહર ટેલર.

ફરી એક જૂની ગઝલ, થોડા છંદદોષ દૂર કરીને.

17 thoughts on “ચાંદની

  1. શ્વાસમા મુજ તેજનો લય થઈ ગઝલ રેલાય છે,
    જ્યારે-જ્યારે શબ્દને મારા અડે છે ચાંદની.

    સરસ વિચાર…

  2. waw so nice,,,,,,fist time i think about chandni…it look like wonderful…..or agar gazal chandni ni hoy to pic pan chandni or koi night nu hovu joye ne sir,,,,but

    આ અમાવસ બારમાસી થઈ મને પીડી રહી,
    ચાંદ સમ તું ગઈ એ દિ’થી ક્યાં ઊગે છે ચાંદની ?!

    it nice

  3. વિવેકભાઇ, છંદના બંધારણને વળગી રહી કવિતા લખવું મને હંમેશ અઘરૂં લાગ્યું છે. હું હંમેશા વિચારતો રહ્યો છું કે હ્રુદિયાના રણકારને ભાષાના ચોક્કસ બંધારણનું ઓઠું કઇ રીતે પહેરાવી શકાય? તમે એમા સિધ્ધહસ્ત લાગો છો. કાંઇક ચાંદનીનો ટૂકડો મને પણ ભીંજવશો?

  4. આ અમાવસ બારમાસી થઈ મને પીડી રહી,
    ચાંદ સમ તું ગઈ એ દિ’થી ક્યાં ઊગે છે ચાંદની ?!

    શ્વાસમા મુજ તેજનો લય થઈ ગઝલ રેલાય છે,
    જ્યારે-જ્યારે શબ્દને મારા અડે છે ચાંદની.

    very nice words..

  5. ચિરાગભાઈ,

    ગઝલના છંદોને લગતું ઓન-લાઈન પુસ્તક લઈને અમે -હું અને ધવલ- થોડા વખતમાં આવી જ રહ્યા છીએ…

  6. ચાંદની,
    કેટલી મદહોશ લાગે ચાંદની,
    પ્રેમનો આગોશ લાગે ચાંદની.
    સીરમીટી જંગલે હું રીબતો!
    લીલા પાને ઓશ લાગે ચાંદની..
    જય ગુર્જરી,
    ચેતન ફ્રેમવાલા

  7. પ્રિય વિવેકભાઇ,

    આ ચાંદની ઉપરની તમારી કવિતા ખુબ ગમી. તેની એક પંક્તિ મારા જીવનના સાત વષોઁ (૨૦૦૦ થી ૨૦૦૭ )બહુ એક્યુરેટલી વર્ણવે છે. મારા જીવનસાથીના જન્મદિવસે મેં ચાંદની સરખામણી આપી આ પંક્તિ લખેલી.

    હે ગોરી તારા પાંપણના પલકારે, હે ગોરી તારા નયણાના ઝબકારે, હે ગોરી તારા શમણાના શણગારે..
    આ હૈયુ મારુ હેલે ચડે, ઓ મારુ હૈયુ હેલે ચડે..

    અષાઢી વાદળાને મેહુલિઓ ગાજતો, મનનો મયુર મારો મસ્ત બની નાચતો,
    શરમાતી ગોરી તારો ઘુંઘટ ઉઠાવતો, ચાંદલીયો આજતો તુજથી શરમાતો……હે ગોરી તારા..

    ઓગસ્ટ ૨૦૦૦ માં સાથી દેવલોક ગયા. ત્યાર પછીના સાત વરસ તમારી નીચેની પંક્તી બહુ એક્યુરેટલી રજુ કરે છે.

    આ અમાવસ બારમાસી થઈ મને પીડી રહી,
    ચાંદ સમ તું ગઈ એ દિ’થી ક્યાં ઊગે છે ચાંદની ?

    મારુ “ગોરી તારા” ગીત મનહર ઉધાસ અને હંસા દવે એ ભારતિય વિદ્યાભવનમાં મુંબાઇમાં ૧૯૮૬ માં ગયેલું.

    Vivekbhai, no words can truly convey my admiration for your talent, sensitivity, choice of words, innovation of thoughts and pure poetry that pours out of your poems, gazals etc. Good luck and May God help you to continue these contributions!

    Dinesh O. Shah, Ph.D.

  8. તમારા રસ્તે નીકળતાં નીકળતાંમાં ભીંજાઈ જ જવાય છે. ગઝલો આટલી ક્યારેય માણી ન’તી.

    તમારું સ્ટેથોસ્કોપ ગઝબની ધક્ ધક્ પકડે છે !
    તમારાં આ ‘પ્રિસ્ક્રિપ્શન્સ’ ટોનિક-શાં ઝકડે છે !

  9. तुम शबे महताब हो नगे न बेठो बाम पर,
    चांदनी पर जायेगी मेला बदन हो जायेगा.
    __अग्नात

    बाम=झरूखो
    _मोहंमदाली.वफा’

  10. હુ બહુજ ખુસ થયો તમારિ આ કવિતા i can’t write gujrati more
    but my girlfriend name is chandni i am very impress for this poim
    thank’s
    send me mail this type poime pls

  11. છે ઊછીનું તેજ તોયે ઠારતું, ના બાળતું,
    લેણ-દેણીની રસમ ગર્વિત કરે છે ચાંદની.

    આ અમાવસ બારમાસી થઈ મને પીડી રહી,
    ચાંદ સમ તું ગઈ એ દિ’થી ક્યાં ઊગે છે ચાંદની ?!……વાહ્.

  12. ચંદ્રના અરમાન વેરાયા હશે શું સૃષ્ટિમાં?
    ફોજ તારાઓની લઈને નીકળે છે ચાંદની….
    વાહ વાહ વિવેકભાઈ …આવી ચાંદની સારું થયું મળી ગઈ!!

    ને આમ રંગાઈ ને ઉભા છો ફોટામાં તે બહુ હોળી રમ્યા લાગો છો…જો કે મને ડર લાગે છે પણ સાલી ઈર્ષા પણ આવે છે હો..!!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *