ચુપચાપ

OLYMPUS DIGITAL CAMERA
(ઢળતા રંગો…                                 …ખીજડીયા, જામનગર, ફેબ્રુ-૨૦૧૨)

*

થોડા સમય પહેલાં લયસ્તરો પર મૂકેલી આ ગઝલ અહીં પહેલીવાર…

*

બધા અહીં જ હતા એ છતાં બધા ચુપચાપ,
અમે બધાથી અલગ ક્યાં હતા ? રહ્યા ચુપચાપ.

યુગો યુગોથી આ એક જ કહાણી ચાલે છે,
લૂંટાય કોઈ સરેઆમ ને સભા ચુપચાપ.

ફરીને જોયું તો બસ, હું ને મારી એકલતા,
હવાની જેમ બધા ક્યાં સરી ગયા ચુપચાપ ?

બજારમાં નથી લેવાલ કોઈ એ જોઈ,
અમે ગયા તો બૂમાબૂમ પણ ફર્યા ચુપચાપ.

અખૂટ વાતો ભીતરમાં ભરી હતી એ છતાં,
નવા મિલનમાં હતાં બેય જણ જરા ચુપચાપ.

બચાવ માટે કરી છે દલીલ ક્યાં કોઈ ?
ખુશીથી ભોગવી છે મેં સજા સદા ચુપચાપ.

ચીરીને વજ્ર સમી છાતી આ દીવાલ તણી,
કશુંક નક્કી કહી રહી છે આ લતા ચુપચાપ.

-વિવેક મનહર ટેલર
(૧૦-૦૭-૨૦૧૧)

*

OLYMPUS DIGITAL CAMERA
(ખરતા રંગો…                                 …જામજોધપુરના રસ્તે, ફેબ્રુ-૨૦૧૨)

17 thoughts on “ચુપચાપ

  1. આ ગઝલ ભલે ‘ચુપચાપ’ મથાળા સાથે આવી છે… પણ આનાથી વિશેષ બોલકું શું ભલા…
    આની સાથે આમ પણ મારી મીઠી યાદો ભળેલી છે… યાદો જ શું કામ … કવિ મિત્રને આ લખવામાં ખલેલ ન પહોંચાડીને ચુપચાપ રહી આના સર્જનમાં મેં પણ ભાગ ભજવ્યો કહેવાયને… 🙂
    આમ જેનો જન્મ તમારી સામે થયો હોય એ તો સર્વાંગ ગમે જ ને છતાંય…
    બચાવ માટે કરી છે દલીલ ક્યાં કોઈ ?
    ખુશીથી ભોગવી છે મેં સજા સદા ચુપચાપ.

  2. ફરીને જોયું તો બસ, હું ને મારી એકલતા,
    હવાની જેમ બધા ક્યાં સરી ગયા ચુપચાપ ?

    ઢળતા રંગો…

    આ પક્ષીતો હમણાં આવીને મળ્યું… ગઝલ તો ક્યારનીય લખાઈ ગઈ હતી… તો આ સામ્ય કોણે ઊભું કર્યું…
    પાછળ ફરીને જૂઓ ને એકલતા મળે – આ એકલતા પક્ષીના ભાગે શાને લખાઈ હશે…

  3. યુગો યુગોથી આ એક જ કહાણી ચાલે છે,
    લૂંટાય કોઈ સરેઆમ ને સભા ચુપચાપ.

    બચાવ માટે કરી છે દલીલ ક્યાં કોઈ ?
    ખુશીથી ભોગવી છે મેં સજા સદા ચુપચાપ….. વાહ્

  4. ચીરીને વજ્ર સમી છાતી આ દીવાલ તણી,
    કશુંક નક્કી કહી રહી છે આ લતા ચુપચાપ…..કેટલી બધી સમ્ભાવના ભરી પડી છે નમણાશમા…વાહ્..!

  5. શ્રિ વિવેક ભાઇ ન્મસ્તે આ કાવ્ય નિ રચ્ના સ્રરસછે.પ્ન્ગ્તિ જે હ્દય મા તિરનિ જેમ વાગિ
    લુટાય કોય સરેઆમ અને સભા ચુપ ચાપ ,તેમજ ખુશિથિ ભોગવિછે મે સજા સદા ચુપચાપ દર્દ ભર્યા દિલ્મા ઉત્રિ ગય. અમારા સજોગોમા બ્ન્ધ બેસતિ છે વાહવા. વિવેક ભાય.અહિ મારા જેવા કેટ્લાય સિન્યરસિટિઝન આવા વાતા વરણ સામે અવાજ ઉઠાવિ રહ્યા છે.આ વાત હુ અમારે ત્યા જે સ્ન્જોગો છે તે બાબત લખુ છુ જોકે તમારા ક્વ્ય્મા આ જુદા રુપેછે તેનુ મ્ને ભાન છે પ્ણ જે સ્જોગોમા અમે જિવિયે છિયે તેજ અમારા વિચારો મા હોયને?એક કવિ જે લખે તે બિજા વાન્ચ્ક પોતાના સ્જોગોમાજ જુવે.આશાછે હુ જે લ્ખિરહ્યો છુ તે ભાવ્ના આપ સમજિ શ્ક્શો.શુભેછા અને સદ ભાવ્ના સાથે કરાચિ થિ અમિરલિ ખિમાણિ

  6. આખેીયે ગઝલ બહુજ સરસ.

    બજારમાં નથી લેવાલ કોઈ એ જોઈ,
    અમે ગયા તો બૂમાબૂમ પણ ફર્યા ચુપચાપ.

    વાહ……

  7. બચાવ માટે કરી છે દલીલ ક્યાં કોઈ ?
    ખુશીથી ભોગવી છે મેં સજા સદા ચુપચાપ.
    સરસ શેર.

  8. ફરીને જોયું તો બસ, હું ને મારી એકલતા,
    હવાની જેમ બધા ક્યાં સરી ગયા ચુપચાપ ?

    ખુબ જ સરસ…..

  9. very nice.
    Without saying anything you can say a lot more.
    અખૂટ વાતો ભીતરમાં ભરી હતી એ છતાં,
    નવા મિલનમાં હતાં બેય જણ જરા ચુપચાપ.

  10. ખૂબ સરસ ગઝલ થઈ છે વિવેકભાઈ!વ્યસ્તતાને કારણે બ્લૉગજગતમાં અવાતું નથી એ કારણે આવું તો કેટકેટલું ચૂકી જવાતું હશે! મને પહેલા બે શેર બહુ જ ગમી ગયા.

  11. બચાવ માટે કરી છે દલીલ ક્યાં કોઈ ?
    ખુશીથી ભોગવી છે મેં સજા સદા ચુપચાપ.
    Kyaa baat Sir

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *