(સમી સાંજના પડછાયા…. ….લાખોટા તળાવ, જામનગર, ૦૩-૦૨-૨૦૧૨)
(ગણો તો, કેટલા પક્ષીઓ છે ? ….ગુલાબી મેના (રોઝી સ્ટાર્લિંગનું ટોળું)
*
વેલેન્ટાઇન્સ ડે માથે આવી ઊભો છે ત્યારે એક ગુલાબી મૂડનું પ્રણય-ગીત… જ્સ્ટ વેલ-ઇન-ટાઇમ, ખરું ને ?!
*
શિશિરની ઠંડી હથેળીમાં કેમ કરી ગુલમહોરી રેખા પડાવું ?
દિવસે ન ઊગે એ સૂરજને રાતે કેમ સપનામાં રોજ રોજ લાવું ?
પાતળિયા ! શું ચાહવાનું નામ જ રિબાવું ?
સળગાવી બેઠી છું રોમ-રોમ, સાંવરિયા ! દીવડા અખંડ તારી રાહના,
કોડિયું થઈ ઉપર તું ઢાંકી બેઠો એ તારું વહાલ છે કે વહેમ મારો, બાલમા ?
મેંશ્યું ઉજાગરાની પાડી રહ્યો છે તું, ક્યાં સુધી આંખે અંજાવું ?
પાતળિયા ! શું ચાહવાનું નામ જ રિબાવું ?
તૂટે શરીર ઘસીઘસીને પડખાંઓ, કોરી પથારી પાછી વાગે,
પાંસળીની એક્કેકી તૂટે કરચલી એવી બથ્થ કેમ નથી મારે ભાગે ?
તૂટવા-તૂટવામાંયે કેવો ફરક છે, તું આવે તો તુંને બતાવું…
પાતળિયા ! શું ચાહવાનું નામ જ રિબાવું ?
-વિવેક મનહર ટેલર
(૨૧-૦૧-૨૦૧૧)
*
વાહ!!!
વાહ……!!beautiful…..
વિરહ માં ઝુરતી નાયિકા નું પ્રણય ગીત..
સુંદર..
Vivek
તૂટે શરીર ઘસીઘસીને પડખાંઓ, કોરી પથારી પાછી વાગે,
પાંસળીની એક્કેકી તૂટે કરચલી એવી બથ્થ કેમ નથી મારે ભાગે ?
adbhoot ! laagNio ni bhasha koi aap kavi paase thi shikhe. Aa te PraNay geet ke Virah ma joortu hraday j mooki didhu chhe
– Fashion
વાહ રે…
પાતળિયા ! શું ચાહવાનું નામ જ રિબાવું ?
સરસ રચના..
સુંદર ગીત…સરસ તસવીર
આહા… આહા…
ક્યા બાત હૈ…
તૂટવા-તૂટવામાંયે કેવો ફરક છે, તું આવે તો તુંને બતાવું…
સુન્દર ભાવ્વાહિ સાન્પ્રત ગીત
મસ્ત ગીત…
જ્સ્ટ વેલ-ઇન-ટાઇમ ગીતની સાથે આ વખતે ફોટાઓ માણવાની મઝા આવી. ‘ઊડતું વાદળ’ – વાહ.
એક ચાહ્ત અધુરિ. તુ આવે તો તને બતાવુ.
બહુત અચ્છે ! પાતળિયા.. વાહ.
તૂટવા-તૂટવામાંયે કેવો ફરક છે, તું આવે તો તુંને બતાવું…
પાતળિયા ! શું ચાહવાનું નામ જ રિબાવું ?
સ રસ
યાદ્
હૈયા ની વાત લાવ આજે કહી જ દઉં,
સાનિધ્ય માં એ યાર પછી ક્યારે આવશે,
અંતિમ ભરું છું શ્વાસ હું તારા વિયોગ માં,
આવી જા એકવાર પછી ક્યારે આવશે.
આવ… આવ.. આવ….
Chahavu ej ribavu……ha ….kshane kshane ribavu.
Sundar Rachana.
સળગાવી બેઠી છું રોમ-રોમ, સાંવરિયા ! દીવડા અખંડ તારી રાહના,
કોડિયું થઈ ઉપર તું ઢાંકી બેઠો એ મારો વહેમ છે કે વહાલ બોલ, બાલમા ?
મેંશ્યું ઉજાગરાની પાડી રહ્યો છે તું, ક્યાં સુધી આંખે અંજાવું ?
પાતળિયા ! શું ચાહવાનું નામ જ રિબાવું ?
વાહ….. જનાબ!!!
વિવેકભાઇ..આખું ગીત એવું તો મજાનું બન્યું છે કે કઇ પંક્તિ પર વાહ..લખવું એ મૂંઝવણ…
સળગાવી બેઠી…વાળો અંતરો અફલાતૂન…મનને ભાવી ગયો.
well done ; mara vahla , very good words kntting n cliamte ; situation ; liked it very much ………..pl keep it 4 something like this
આફ્રીન,
વિરહ ની વેદનાને અદભુત વાચા આપતું આ કાવ્ય દિલને હલબલાવી ગયું.
ફોટોગ્રાફ ફેન્ટાસ્ટીક લીધો છે.
આખું ગીત એવું તો મજાનું બન્યું છે કે કઇ પંક્તિ પર વાહ..લખવું એ મૂંઝવણ…..ડૉ.વિવેક.
ખુબ સુન્દેર રચના!!
ખુબ જ ગમિ.
હર્શદ્
પ્રિય વિવેકભાઈ,સુન્દર ગેીત…પ્રેમ મા ખોવાયલિ વિરહનિ…
વિવેકભાઇ…. વિરહ ની વેદના માટે કેટલુ લખી શકાય ? ગમેતેટલુ લખો તોયે કૈક ખુટતુ હોય એવુ લાગે
superb…..
ફોટોગ્રાફ અને કવિતા બંને સરસ છે.
BAHUJ SARAS RAMT CHE SABDONI ; VAT CHE ; PREM NI ;L VYTHA CHE ; NE PACHU TADPVU ; TADPU ; TADPVU ………………..CAMI JAYE TEVI TO TAMARI VAT CHE ; vIVIEKBHAI ……………………..
વિવેક સુંદર કૃતિ .