(અરીસો….. …લિટલ કોર્મોરન્ટ, ખીજડિયા, જામનગર, ફેબ્રુ-12)
*
ઠાંસી ઠાંસીને તેં ભર્યા છે મારા આ જીવતરના એક્કેક પટારા,
મોઢું વકાસી પાછો હૈયું ચકાસવાને પૂછે છે પ્રશ્નો અકારા:
‘અમે એવા તે કોણ છીએ તારા ?’
ફાંટ્યુ ભરી તું પાડી દેતો’તો આંબલી,
એ તો ગઈકાલની વાત છે;
ડાળ-ડાળ આજેય તું ખાલી થઈ જાય છે
કયા ભવનો તે આ પક્ષપાત છે ?
ત્યારેય ન પક્ડ્યા’તા, આજેય ન પકડાતા તારા આ ગેબી ઈશારા,
અમે એવા તે કોણ છીએ તારા ?
મૂઈ આ મરજાદ ચઢે છાતીમાં ભરતીએ,
જીભ ને શરીર પાણી-પાણી;
વીજળી દોડે કે પડે લકવો તનમનમાં,
એ વાત હજી ન સમજાણી,
રસ્તામાં મળ્યાં અમસ્તા ને તોય મારા રોમ-રોમ મારે ઝગારા…
અમે એવા તે કોણ છીએ તારા ?
– વિવેક મનહર ટેલર
(૨૩-૦૩-૨૦૧૧)
*
ડાળ-ડાળ આજેય તું ખાલી થઈ જાય છે
કયા ભવનો તે આ પક્ષપાત છે ?
સરસ…લયબદ્ધ ગીત
lovely song……
આ વાત હજી ન સમજાણી……..
કાળી ડોક ઢોંક,
ખરેખર અદ્વૈત…..
આ ગીત સાથે આમ તો આ પક્ષીની શું લેવા દેવા ને છતાંય આ ગીતમાંથી હવે આ ચિત્રને બાદ કરવું પણ મુશ્કેલ …
જાણે આ ઘાસ પસાર કર્યું કે આંબલી…. મળી જ….
સરસ !
મૂઈ આ મરજાદ ચઢે છાતીમાં ભરતીએ,
જીભ ને શરીર પાણી-પાણી;
વીજળી દોડે કે પડે લકવો તનમનમાં,
એ વાત હજી ન સમજાણી,
રસ્તે મળ્યાં છે ખાલી તોય મારા રોમ-રોમ શાને મારે છે ઝગારા ?
અમે એવા તે કોણ છીએ તારા ?
Adbhoot anubhuti
મિત્ર! આ અરીસો છબી તારા ઉત્તમ ચિત્રોમાંનું એક રહેશે…
આ ગઈ તે ક્ષણ….હજી હમણાં જ જીવાઈ એ ક્ષણનાં લિસોટા સાબૂત છે… ને સાથે આવનારી ક્ષણની ઉડાન પણ સાથે…. શ્રેષ્ઠ !
@ મીના છેડા:
કવિતા અને ફોટોગ્રાફ્સનો સુમેળ સધાઈ જાય એ આકસ્મિક ઘટના છે… ફોટોગ્રાફ્સને એની રીતે અને કવિતાને એની રીતે- એમ બંનેને અલગ મૂલવવા વિનંતી…
બહુ સરસ લયબધ્ધ રચના. સન્ગોપન્ગ સુઁદર
‘અરીસો’ ફોટો બહુ ગમ્યો.
મઝાનો ફૉટો
અને
ફાંટ્યુ ભરી તું પાડી દેતો’તો આંબલી,
એ તો ગઈકાલની વાત છે;
ડાળ-ડાળ આજેય તું ખાલી થઈ જાય છે
કયા ભવનો તે આ પક્ષપાત છે ?
ત્યારેય ન પક્ડ્યા’તા, આજેય ન પકડાતા તારા આ ગેબી ઈશારા,
અમે એવા તે કોણ છીએ તારા ?
સુંદર પંક્તીઓ
તું કોણ છે, ક્યાંથી આવે છે, ક્યાં જાય છે, તારું સ્વરૂપ કેવું છે, તું જે છે એ શા માટે છે. પ્રશ્નો … તારામાં એવું તે શું છે કે ક્યારેક અમે પોતે અમારી જાતને અગ્નિકુંડમાં મુકાયેલા અનુભવીએ છીએ છતાં તું જીવવા જેવી લાગે છે.
ફાંટ્યુ ભરી તું પાડી દેતો’તો આંબલી,
એ તો ગઈકાલની વાત છે;
ડાળ-ડાળ આજેય તું ખાલી થઈ જાય છે
કયા ભવનો તે આ પક્ષપાત છે ?
ખૂબ સરસ પંક્તીઓ
તારા આ ગેબી ઈશારા,
કોણ એવો છે કે જે પોતાના ધર્મને પોતાના કર્મથી કે પોતાની શ્રદ્ધાને પોતાના વ્યવસાયોથી અળગાં કરી શકે ? કોણ એવો છે કે … જે સદગુણને પોતાનું સારામાં સારું વસ્ત્ર કરીને જ પહેરે છે, તે તેના કરતાં તો દિગંબર રહે તો વધારે સારું. … અમારા એટલા માટે કે અમે એમને રાત્રિ અને દિવસ રૂપે ગણીએ છીએ. … તારી જ અમને જરૂર છે; અને તું તને પોતાને જ અમને વધારે ને વધારે આપવામાં અમને સર્વસ્વ આપે છે.” …
ત્યારેય ન પક્ડ્યા’તા, આજેય ન પકડાતા તારા આ ગેબી ઈશારા,
અમે એવા તે કોણ છીએ તારા ?
ગેીત અને ફોટોગ્રાફ બન્ને અદ્દભુત.
હિમાલયની ટોચ સમી આ કવિતા માણો.
કવિતાને વખાણો,ને કવિને પણ વખાણો.
what to descibe here ; both the shot .poetry both r wonderfulllllllllllllllllllllllllll………….with prem n om
ફોટોગ્રાફ અને ગીત બેય ખૂબ ગમ્યા.
બન્નેને અલગ અલગ માણવા અને મૂલવવા જોઇએ એય વાત આમતો ઠીક જણાય છે. પણ મારી અંગત રૂચિની વાત કરું તો જ્યારે ફોટો અને ગીત એકસાથે રજૂ કરાય ત્યારે બન્નેને અલગ અલગ માણવું અઘરું થઇ જાય. બન્નેને જોડતો કોઇએક તંતુ હોય એવી અપેક્ષા રહ્યા કરે. અહીં બન્ને સુંદર ક્રુતિઓમાં સર્જક એક છે એટલોજ નાતો દેખાય છે અને એટલું પૂરતું નથી એમ લાગ્યા કરે છે.
ભાવપૂર્ણ અને લયસભર અભરેભરી વાતનું ગીત લાવ્યા વિવેકભાઈ…….!
અને ગીતને વધાવવામાં જો બન્ને છબીઓમાં કુદરત અને કેમેરા(મેન)ની કરામતનો ઉલ્લેખ કરવાનું રહી જાય તો તો ઘણું બધું રહી જાય…!
એટલે સર્વાંગ અભિનંદન.
જય હો…!
just go on reading its really relaxing to visit your site dear dr.vivekbhai tailor
please keep it up .. ..
with regard
vinod
@ સંદીપભાઈ: આપની અને મીનાની-બંનેની વાત સાથે હું સહમત છું… વધુ મહેનત કરું તો કદાચ મારા આલ્બમમાંથી કવિતાના મૂદને મળતો આવતો ફોટો મળી પણ જાય… સમયનો અભાવ અને આળસ- આ બંને પરિબળ લોહીમાં એકસાથે વહેતા હોવાથી ક્યારેક મિયાં-મહાદેવ ભેગા કરવા પડે છે…
Dear Dr Saheb,
Enjoyed your pictures and poetry .
Hope we will more like this one in future from your desk.
It would be very good if you can open a/c on face book so many friend scan enjoy and share views.
ખુબ જ સરસ
‘અમે એવા તે કોણ છીએ તારા ?’
પંક્તિ વાંચીને
”હમ આપકે હૈ કોન?”
ફિલ્મનું ટાઈટલ સોંગ યાદ આવી ગયું.
આનંદમયી ગીત….
ફોટો અને કવિતા બન્ને ગમ્યા.
http://www.indushah.wordpress.com