
એકલો જાને રે….. ….ગ્રે હેરોન, ભરતપુર, ફેબ્રુઆરી ૨૦૨૫
પુણ્ય સ્મરણ:
મનહરની વાંહોવાંહ મનોજ ગયો પછી મનોજની વાંહે રમેશ,
ઊભી બજાર સાવ ખાલીખમ લાગે નથી સરનામું ટકતું હંમેશ.
– અનિલ જોશી
**
નિતનવા વમળોથી રાખતો’તો નીતરું જે, ચાલ્યો ગયો એ અનિલ,
મોઢું વકાસી બેઠું સરવર ગીતોનું, હવે ભાલે લખાશે શું લીલ?
પેલ્લા વરસાદનો છાંટો વાગે તો પછી બંધાવવો કેમ નહીં પાટો?
પાણીની ગાંઠ સમા બરફના પંખીને ટહુકે પીગળવાનો નાતો;
તુલસીનું પાંદડું બિયરમાં નાંખ્યું ત્યાં હોવું જેમ બન્યું મદીલ,
એમ પથ્થરની કાયામાં વેલીના પાંદડા ફરકે એ ઘટના જટિલ.
દરિયાનાં ગીત નથી ગાવાં કહીને ગાયાં દરિયાનાં હજ્જારો ગીત,
ખાલી શકુંતલાની આંગળી છો હોય, રાહ જોવું ન મૂકે એ પ્રીત;
સૂકી જુદાઈની ડાળ તણાં ફૂલ શોધી રહ્યાં છે કાબો વકીલ,
ડાળખીમાં પાંદડા જ હોય ના તો પાનખરેય પડતી મેલે સૌ દલીલ…
– વિવેક મનહર ટેલર
(૨૧-૨૬/૦૩/૨૦૨૫)

નર્મદ જ જોઈ લ્યો જાણે… ….મેકિસ્કન હેટ રોક, મોન્યુમેન્ટ વેલી પાર્ક, અમેરિકા ૨૦૨૪
સરસ અંજલિ . . 🙏
ખૂબ ખૂબ આભાર અનામી મિત્ર…
Very good
@વિનોદ રાય્
ખૂબ ખૂબ આભાર…
વાહ..વાહ.. ગીતાંજલિ
@વિજય ત્રિવેદી
ખૂબ ખૂબ આભાર…
વાહ,ગીત!
એમના જ શબ્દોના ભિન્ન ભિન્ન સંદર્ભો થી રચાયેલું એમના જ મિજાજનું ગીત.
સાચી શ્રદ્ધાંજલિ!🙏
@યોગેશ પંડ્યા
આપે બરાબર પકડ્યું
ખૂબ ખૂબ આભાર…
ખૂબ જ ભાવપૂર્ણ શબ્દાંજલિ
@વારિજ લુહાર
ખૂબ ખૂબ આભાર…
Narmada pic…👍 as well as your writing…perfect
@રચના શાહ
ખૂબ ખૂબ આભાર
વિવેક શાહેબ્ અનિલ જોશિને શબ્દાંજલિથિ ગીતાંજલિ સમરપિત્ કરવા માટે ખૂબ ખૂબ આભાર તમારો
@ પુષ્કર જી
ખૂબ ખૂબ આભાર
વંદન,🙏🙏
@ શૈલેષ ગઢવી:
ખૂબ ખૂબ આભાર