બારમાસી અમાસો

તેજકુંડાળું…. …ડેટ્રોઈટ, ૨૦૨૪

વિવસ્વાન* મોઢું ફુલાવીને બેઠો,
‘નથી ઊગવું’ કહી ન જાણે ક્યાં પેઠો.

અને તારલાઓય જિદ્દે ચડ્યા છે,
નિયત સ્થાનથી સહેજ પણ ના ડગ્યા છે;
પડી છે સવાર,
છતાં અંધકાર
ગગનની અટારીથી ઉતરે ન હેઠો,
વિવસ્વાન મોઢું ફુલાવીને બેઠો.

અમારા ગગનથી જે વહેતો થયો છે,
એ ચાંદો શું કંઈ આવું કહેતો ગયો છે?-
ન કોઈ દિવાકર,
ન કોઈ શશિયર,
હવે બારમાસી અમાસોને વેઠો…
વિવસ્વાન મોઢું ફુલાવીને બેઠો.

– વિવેક મનહર ટેલર
(૦૨-૦૯-૨૦૨૪)

(*વિવસ્વાન= સૂરજ)

પ્રકાશ દ્વાર…. બ્રાયસ નેશનલ પાર્ક, ૨૦૨૪

21 thoughts on “બારમાસી અમાસો

  1. વાહહ વાહહ.. ગગનની અટારી..
    બારમાસી અમાસોને વેઠો..!
    અચ્છા હે.

  2. અનન્ય કલ્પન ! વાંચતા જ મનની અંદરના બાળકે આંખો પટપટાવી… ખરેખર આ વાત સાચી? 😊
    બહુ સરસ! મજા આવી ગઈ!

    • @ મીના છેડાઃ

      મજાના પ્રતિભાવ બદલ ખૂબ ખૂબ આભાર..

  3. અદ્ભુત… કશ્યપ ના પુત્ર,,, વિવાસ્વાન.. સૂર્ય ને રૂસણા નો હક!!! ખરેખર વિચારશીલ કરી દીધી..

  4. ખૂબ સરસ, સુંદર શબ્દાંકન સર,શશિયર શબ્દ અદ્ભૂત
    👌👌

  5. બહુ સરસ્. તમે અમેરેીકામા ક્યા છોૂ ? તમને મલવુ હોય તો કઈ આશા ખરેી ?

    • @ પુષ્કરજી:
      હું સુરત, ગુજરાત ખાતે રહું છું…

      અમેરિકા ઓક્ટોબર મહિનામાં એક એક મહિના માટે આવ્યો હતો..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *