યુગોના વળગણોને છોડવામાં વાર લાગે છે,
જૂની હો તોય સાંકળ તોડવામાં વાર લાગે છે.
તમે તો કહી દીધું કે આવ, મારી પાસે બેસી જા,
શરમને પગ લઈને દોડવામાં વાર લાગે છે.
જુએ છે રાહ મારી જેમ આ સપનુંય આજે, પણ
તમારા સમ! બે પાંપણ જોડવામાં વાર લાગે છે.
હજારો મન્સૂબા તૈયાર થઈ આવે છે રોજેરોજ
છતાં પણ શી ખબર, વરઘોડવામાં વાર લાગે છે!
કશું તો છે જ્યાં આવીને ભરોવાઈ પડ્યું છે મન
નકર શું કાંચળી તરછોડવામાં વાર લાગે છે?
મને કોરાણે મૂકી ક્યારે હું નીકળી ગયો આગળ,
સ્મરણપટ પર એ દિ’ તાજો થવામાં વાર લાગે છે.
બુરાઈ ઝપ્પ દઈને દોડી કાઢે આખી મેરેથોન,
ભલાઈને, ભલી ભાખોડવામાં વાર લાગે છે.
હવે સંબંધમાં ઊઁડાણ ને લંબાણ ક્યાં છે, દોસ્ત?
કહો, શું જોડવા કે તોડવામાં વાર લાગે છે?
રદીફો-કાફિયાના વૃક્ષ નીચે છું હું સદીઓથી,
છતાં મનગમતાં ફળ ઝંઝોડવામાં વાર લાગે છે.
– વિવેક મનહર ટેલર
(૨૭-૦૨-૨૦૧૮)
વાહ કવિ
વાહ, બહુત બઢિયા
વાહ…ખરેખર મજાની ગઝલ…મત્લા જબરદસ્ત…પાંચમો , આઠમો શેર સરસ…છેલ્લો શેર જોરદાર…
Ur All Gazals shows ur quality
This one has the same tremendous effect.
I personally like બુરાઈ….
We want many more sir 👌👌👌👏👏👏
ખૂબ સરસ રચના…
કશું તો છે જ્યાં આવીને પરોવાઈ ગયું છે મન
નકર શું કાંચળી તરછોડવામાં વાર લાગે છે?
Wahh kavi. Khub saras gazal👌💐
Very nice poem…
અંતિમ શેર તો દરેક કવિની વિમાસણ સુપેરે રજું કરે છે. મતલા ઉત્તમ. બધા જ શેર સારા થયા છે.
Vaah… they say it takes 21 days to change or adopt habit… and 90 days to make a lifestyle change… but be it one or other, sometimes ages are not enough
સરસ!!!!!
સરસ..એક નવો શબ્દ ‘વરઘોડવા’.મઝા આવી ગયી.
રુદયશર્પિ ગઝલ !!!
વાહ સર….. ખૂબ જ સરસ ગઝલ… 🌷🍀🌷🍀
શરમને પગ લઈને દોડવામાં વાર લાગે છે….. વાહ…. મસ્ત
વાહ કવિ સાહેબ. .
સ્મરણપટ પર એ દિ’ તાજો થવામાં વાર લાગે છે. . મસ્ત શેર 👌👌👌
પ્રતિભાવ પાઠવનાર તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર…
ખુબ જ સરસ
Wahhhhhh
આભાર ….