આ રણ નથી ઠાર્યું ઠરાય એવું નક્કી,
રણ હવે થઈ ગ્યું છે જક્કી
આ રણ નથી, લાખો ને ક્રોડો ઇચ્છાઓના અશ્મિનો નાગો રઝળાટ છે,
દોડો દોડો ને હાથ આવે નહીં એવા ઝાંઝવાનો અંતહીન પથરાટ છે;
ને આટલું ઓછું હો એમ થોરિયાવ સાલા, પકડી પકડીને ભરે બક્કી…
રણ તો છે યુગયુગનું તરસ્યું, તું અનરાધાર વરસે ને તોય નહીં ભીંજે
પણ તારા એક રણદ્વીપની આશામાં ખાલીપો છોડી ન જાય ક્યાંય બીજે
રૂંવે રૂંવે ને ઢૂવે ઢૂવે પ્રતીક્ષા પણ રણ શું છે એટલુંય લક્કી ?
– વિવેક મનહર ટેલર
(૧૭-૨/૦૮-૦૩-૨૦૧૮)
સરસ,સરસ……..સરસ…
…..
કંઈક નવું
સુંદર ગીત👌👌
દોડો દોડો ને હાથ આવે નહીં એવા ઝાંઝવાનો અંતહીન પથરાટ છે;…વાહ, ખૂબ સરસ.
Wahhhh
Wah saras gaat
સંવેદના સભર સુંદર ગીત
રણ તો છે યુગયુગનું ……
ખુબ જ ચોધાર
ખુબ જ ગમ્યું સર….
રણ તો છે યુગયુગનું ……
ખુબ જ ચોટદાર
ખુબ જ ગમ્યું સર….
ખૂબ જ સુંદર 👍
Outstanding creation sir.
Felt visualisation of poetry script and greatest part you aligned with open ended awaited desire and the sand is nothing but the ash of that
So superb.
Cactus 🌵 you used with great sophistication and unbiased thought for them who strive for this.
Great.
Nakki che mate Aasha pan che…
Lucky pan che… 🙂
ને આટલું ઓછું હો એમ થોરિયાવ સાલા, પકડી પકડીને ભરે બક્કી…..
ક્યાં બાત…. વાહ ગમ્યું …
वाह क्याबात है
खूब सरस गीत
ઇચ્છાનો નાગો રઝળપાટ આહહહહા ખૂબ સુંદર બંધ
વાહ મસ્ત