મોબાઇલ અડે તો ફ્લાઇટ મોડ થઈ જાય પણ શબ્દો અડે તો ગુલાલ,
દોસ્ત! આ કાનની છે ભારી ધમાલ.
હવાના દોરડાઓ ઝાલીને ધ્વનિના રશ્મિ ઠેઠ અંદર લગ ઊતરે,
અંદર જઈ સીધા જ વેરવા માંડે છે દાણાઓ દિલના ચબૂતરે;
ને દાણાઓ ચૂગવા આવી ઊતરે છે પાછાં પંખીય કેવાં કમાલ!
ભાઈ! આ કાનની તો કેવી ધમાલ!
ગળણી લઈને બેઉ બેસે છે પાછા, ને ઇચ્છા પડે એને ચાળે
ને ગમી જો જાય પાછી વાત જો કોઈ, સીધી મગજ સુધી એ પહોંચાડે
એય પાછું ભારી છે, કોરટ જ જોઈ લ્યો! તે પૂછશે પચ્ચીસ સવાલ
બાઈ! આ કાન છે કે નકરી ધમાલ!?
ઊંચ નીચના કોઈ ભેદ ન જાણે, સૌ સરખો જ આવકારો પામે
પણ બેમાંથી એકેય ન રે’વા દે કોઈનેય પલભર માટેય નિજ ધામે,
એમ કરીને શું એ શીખવી રહ્યા છે જીવતરના ખરા સૂરતાલ?
હા, હા! આ કાનની છે જબરી ધમાલ.
-વિવેક મનહર ટેલર
(૨૦-૦૧-૨૦૧૮: ૦૨-૦૩.૦૦ મળસ્કે)
વાહ, મઝાનું!
જીવતરના ખરા સૂરતાલ?
હા, હા! આ કાનની છે જબરી ધમાલ. Yes tru 👌🏻
-વિવેક મનહર ટેલર
Saras
વાહ..મજાનું ગીત.
બીજો અને ત્રીજો બંધ વિશેષ ગમ્યા
સરસ ગીત….
ખૂબ સરસ ગીત
Very Nice Poem ..ever read about Ear !!
હા કાનની છે ધમાલ અને કમાલ ! !
વાહ છે કાનની ધમાલ અને કમાલ !!
Wah!
Wah! Saras git
જીવતરના ખરા સૂરતાલ?👌👌👌👌
મજાનું ગીત
મોજ પડી સાહેબ🌹🌹🌹
મઝા પડી કવિ… આખુ ગીત ખૂબ ગમ્યુ…
Bahu saras rachana bhai kharekhar.
ગીતમાં આ ધમાલ .. બહુ મજા આવી.
‘ધ્વનિ’ અને ‘રશ્મિ’ શબ્દો આ કાવ્યના વાતાવરણ કરતાં જુદા નથી પડતાં ?
હા જી…. એ રીતે વિચારી શકાય….
આરે વાહ બહુ મજાનુ ગીત.
પ્રતિભાવ પાઠવનાર તમામ મિત્રોનો હૃદયપૂર્વક આભાર…
ખુબ સરસ રચના