બોલો તો કેટલીક દૂરી છે ?!

P6042379
(એક, દો, તીન…          ..સી વર્લ્ડ, ઓર્લેન્ડો (ફ્લોરિડા)ની શામુ વ્હેલની વિશ્વવિખ્યાત કલાબાજી)

*

શબ્દ હડતાળ પર જઈ બેઠા, ઊર્મિ આજન્મ સૌ ફિતૂરી છે,
આ ગઝલ પૂરી કેમ થાય હવે ? આપણી વારતા અધૂરી છે…

જે કબૂલાત હમણાં આપે કરી એ હકીકતમાં શું જરૂરી છે ?
આપના દિલમાં જે જે વાત હતી, આપની આંખમાં ઢબૂરી છે !

ચાલી ચાલીને લાગણીઓનો નીકળે દમ તો પડશે પરસેવો,
બાકી હૈયા ને આંખની વચ્ચે, બોલો તો કેટલીક દૂરી છે ?!

યુદ્ધમાં વ્યસ્ત છે, તને શી ખબર, તારો રથ શી રીતે વિજયને વર્યો ?
આંગળી જે ધરી ધરીમધ્યે એ કઈ ઇચ્છાની સબૂરી છે ?!

ક્રૌંચવધના સમય જે દર્દ હશે, દર્દ એવું જ આજે જન્મ્યું છે;
હૈયું તારું વીંધાયું ત્યાં ને અહીં એ જ પંક્તિઓ પાછી સ્ફુરી છે.

મેઘલી રાત પણ નથી નડતી, શું નડે કેડીઓ વિજન કોઈ ?
આપમેળે જ મેળવે મંઝિલ, ઝંખનાઓ ગજબની નૂરી છે.

– વિવેક મનહર ટેલર
(૧૧/૧૩-૦૩-૨૦૧૧)

P6042053
(કલાબાજી…                                   …ડોલ્ફિન શૉ, ઓર્લિન્ડો (ફ્લોરિડા)

 1. ડૉ.મહેશ રાવલ’s avatar

  સહુથી પહેલાં તો સુખદ અને આનંદપ્રદ પ્રવાસ પછી ધરતીનો છેડો(ઘર) મુબારક વિવેકભાઈ…!
  રચના પણ સરસ લાગી.
  વતનથી દૂર,વતનમાં મળીએ એમ અહીં કેલિફોર્નીયામાં શ્રી રઈશભાઈ,જયશ્રી,ઊર્મિ અને તમને સ-પરિવાર મળવાનો લ્હાવો મળ્યો એનો આનંદ છે.
  વધુ રૂબરૂ….!

  Reply

 2. sevakneeta’s avatar

  ચાલી ચાલીને લાગણીઓનો નીકળે દમ તો પડશે પરસેવો,
  બાકી હૈયા ને આંખની વચ્ચે, બોલો તો કેટલીક દૂરી છે ?!
  very nice….

  Reply

 3. KIRAN PANDYA’s avatar

  NICELY WORDED POEM, THANKS. KJP

  Reply

 4. Dr P A Mevada’s avatar

  રચનાનું પ્રવાહીપણું અને ભાવ ગમ્યો. ગઝલ માં આ પંક્તિઓ યાદ રાખવા ખૂબજ જરૂરી છે.

  Reply

 5. gajendra Kumar’s avatar

  અમેરિકા આવી મનોંરંજન કરાવ્યું અને કર્યું તેથી આંનદ!

  જે કબૂલાત હમણાં આપે કરી એ હકીકતમાં શું જરૂરી છે ?
  આપના દિલમાં જે જે વાત હતી, આપની આંખમાં ઢબૂરી છે !

  ઉપરની લીટી વાંચીને થયું કે દિલ સહોળું એટલે નીચેની પંક્તિઓ…

  દિલ ડહોળાય મારું, ના! હા! કરતા રહોછો તમે હંમેશ!
  તો ભલે! આપું દિલ મારું તમને? રાખું અંગ દુર હંમેશ!

  વાહ! વાહ! તમને, આવીને જાય તે જ ઊર્મિ છે ને?
  આપીને સાથ પાછા વાળે વહેણ! તે જ મારી શાંતિ?

  મારું નામ વિવક! પાછો ગયોને મારે દેશ
  હુકારું તમને, વિનયથી કહું, તમે રહો પરદેશ

  Reply

 6. મીના છેડા’s avatar

  સરસ……

  Reply

 7. sapana’s avatar

  *

  શબ્દ હડતાળ પર જઈ બેઠા, ઊર્મિ આજન્મ સૌ ફિતૂરી છે,
  આ ગઝલ પૂરી કેમ થાય હવે ? આપણી વારતા અધૂરી છે…
  વાહ ખૂબ સરસ ગઝલ બની ગઈ…અભિનંદન સોરી નીકળતી વખતે આપને ફોન ના કરી શકી ..વતનમાં ખેરીયતથી પહોંચી ગયા એતલે બસ રઈશભાઈ અને આપની યાદ હમેશા દિલમા રહેશે..
  સપના

  Reply

 8. urvashi parekh’s avatar

  સરસ.
  શબ્દો હડતાલ પર જઈ બેઠા,
  ગઝલ પુરી થાય કેમ હવે?
  સરસ.

  Reply

 9. Radhika’s avatar

  તુ સ્વદેશ પરત તો આવ્યો પણ તારી સાથે સાથે અમેરીકાનુ ક્લાઇમેટ પણ લેતો આવ્યો છે કે શુ !!!
  ધગધગતી ગરમી પછી તારા અને વરસાદ બન્નેના આવવાના સમાચાર સાથે જ મળ્યા.

  Welcome back

  મેઘલી રાત પણ નથી નડતી, શું નડે કેડીઓ વિજન કોઈ ?
  આપમેળે જ મેળવે મંઝિલ, ઝંખનાઓ ગજબની નૂરી છે.

  મસ્ત વાત !!!

  Reply

 10. rekha’s avatar

  ઝખનાઓ ગજબની નૂરી છે ….સરસ્…

  Reply

 11. Pancham Shukla’s avatar

  બેવડાવીને વાપરેલો છંદ નવી ભાત પાડે છે.

  Reply

 12. Kaushik Nakum’s avatar

  શબ્દ હડતાળ પર જઈ બેઠા, …
  હા….હા…..હા……

  Reply

 13. અશોકકુમાર -'દાદીમા ની પોટલી '’s avatar

  શબ્દ હડતાળ પર જઈ બેઠા, ઊર્મિ આજન્મ સૌ ફિતૂરી છે,
  આ ગઝલ પૂરી કેમ થાય હવે ? આપણી વારતા અધૂરી છે

  ખૂબજ સરસ …

  Reply

 14. vijay Shah’s avatar

  હતી સાવ નાનકડી બેઠક પણ અમલ અફીણ જેવું ઘણું હતુ
  નશો હવે ચઢ્યો “ગરમાળો”વાંચતા વાંચતા
  આભાર્

  Reply

 15. MANIBHAI pATEL’s avatar

  ગરમાળો અને શબ્દો…વાઁચી લીધાઁ.
  હવે સુરતની મોજો માણીશુઁ.તમે અહીઁ
  ને તહીઁ મજા જ ના મિજાજમાઁ છો.
  સીડી.સરસ બનાવી છે…ભૈ !યાર ,જરા
  છોક્રરાઁનુઁ પણ ધ્યાન રાખજો.,ઉપરનુઁ
  કાવ્ય ગમ્યુઁ છે.આભાર !રઇસભૈ ને નમસ્કાર !

  Reply

Reply

Your email address will not be published. Required fields are marked *