*
હું બાવળ નથી કે ગમે ત્યાં ઊગી જાઉં,
હું છૂઈમૂઈ, અડે કોઈ અને શરમાઉં…
. …અને કરમાઉં !
છું એવો હું ઊર્મિઓથી ભર્યો ભર્યો
કે બુંદ-બુંદ લોહીમાં આખેઆખો દરિયો;
એક દીવોય મારા માટે છે ચંદ્રમા,
સળગ્યો નથી કે હું ભરતીએ ચડિયો,
ને ઓટે ચડું જો કદી શંખથી અડી જાઉં..
હું છૂઈમૂઈ, અડે કોઈ અને શરમાઉં…
. …અને કરમાઉં !
મોસમની સાથે મોસમ થવાની મને
કુદરતની એવી બક્ષિસ સાંપડી;
પાનખર બેસે શિયાળે હથેળીએ
પર્ણથીય પહેલી ખરે ચામડી,
તુજ રડ્યે આષાઢી, તુજ અડ્યે વાસંતી થાઉં,
હું છૂઈમૂઈ, અડે કોઈ અને શરમાઉં…
. …અને કરમાઉં !
- વિવેક મનહર ટેલર
(૦૧-૦૪-૧૯૯૧)
*
-
ohh god saheb it so nice tame bahar thi jetala kadak lago cho tetela andar thi naram cho…that so good બાવળ નથી કે ગમે ત્યાં ઊગી જાઉં,
-
મઝાના ગીતની આ પંક્તીઓ વધુ ગમી
મોસમની સાથે મોસમ થવાની મને
કુદરતની એવી બક્ષિસ સાંપડી;
પાનખર બેસે શિયાળે હથેળીએ
પર્ણથીય પહેલી ખરે ચામડી,
તુજ રડ્યે આષાઢી, તુજ અડ્યે વાસંતી થાઉં,
હું છુઈમુઈ, અડે કોઈ અને શરમાઉં…
…અને કરમાઉં !
યાદ…
છુઈમુઈ,રદીફને ક્યાં વાંધો હોય છે,
કાફિયા ગમે તેટલા બદલાય છે.
અમારા સ્પર્શની નજાકત તો જુઓ,
હાથ લગાડું ત્યાં છુઈમુઈ, શું શરમાય છે.
પ્રકૃતિનો સ્વભાવ છુઈમુઈ જેવો છે. હાથ અડાડીએને તો પાંદડા સંકોચાઈ જાય. સામાની પ્રકૃતિની ઓળખાણ થાય તો તેની જોડે વીતરાગતા રહે. પ્રકૃતિની ઓળખાણ થવી એ ‘જ્ઞાન’ અને જ્ઞાન થયું એટલે વર્તનમાં આવે!
વ્હાલપના વેણ બે’ક બોલું બોલું ત્યાં તો
અવળું રે મુખ કરી લેતો,
એવા પિયુને
લીલી છમ લાગણીની વેલ જરા ધીરેથી
ઊંચી કરીને એને વીંટું,
તો બંધાય મનના મિલનનો મોડ
બાકી બાવળના પાંચ એફ પાછળ દુનિયા દિવાની છે,,,,
ફુડ,ફોડર,ફર્નીચર,ફર્ટિલાઇઝરાને ફ્યુએલ -
ખુબજ સુન્દર. શબ્દ નથઇ વર્નન કરવા.
-
હું બાવળ નથી કે ગમે ત્યાં ઊગી જાઉં,
હું છુઈમુઈ, અડે કોઈ અને શરમાઉં…
. …અને કરમાઉં !સુન્દર………………………………… -
very good
-
સુન્દર રચના………
-
મોસમ સાથે મોસમ થવુ કેવિ સરસ કલ્પના
-
તુજ રડ્યે આષાઢી, તુજ અડ્યે વાસંતી થાઉં, સુંદર જ ………..હરીન્દ્ર દવે યાદ આવી ગયા. ‘તું જ મારી મૌસમ, કાળની મિથ્યા આવન જાવન .’
-
waah…
bahut khoob… -
દાકતરસાહેબ,
આ કાવ્ય મારા માટે થોડું ગુંચવણભર્યું નીવડ્યું. સમય હોય ત્યારે સ્પષ્ટતા કરશો તો હું કાવ્ય તમારી દ્રષ્ટિએ માણી શકીશ.
આ કાવ્ય બાવળ બોલતો હોય એ રીતે લખાયું હોય એવું લાગે છે. અને બાવળ કહે છે મારું નામ ભલે બાવળ રહ્યું પણ મારી પ્રકૃતિ છુઈમુઈની છે. આ સમજણ બરાબર છે? કે પછી કાવ્ય છુઈમુઈ બોલતી હોય એવી રીતે લખાયું છે જે કહે છે કે હું બાવળ નથી..પણ તો પછી પુલ્લિંગનો પ્રયોગ પછીનાં અંતરામાં છે એનું અર્થઘટન કેવી રીતે કરવું? થોડો રસાસ્વાદ કરાવશો તો મજા પડશે. મને ખબર છે કે તમે તમારા પોતાના કાવ્ય વિષે આસ્વાદ કરાવવાને બદલે વાચક પર એ અનુભૂતિ છોડો છો પણ એકાદ અપવાદ ચાલે?
-
વિવેકભાઇ ,
ભાવ સરસ છે…પરંતુ આમાં કશુંક ખૂટે છે. બાવળ એક કાંટાળું ઝાડ અને
આ શબ્દો પુરૂષ કહેતો હોય તો છુઈમુઈ એક લજ્જાળુ છોડ છે.જે સ્ત્રીલિંગ હોવાથી કાવ્ય તત્વને અડચણ પેદા કરે છે……સ્ત્રી કહેતી હોય તો પણ એ જ વાત ઊભી રહે છે…
છુઈમુઈની જોડણી બરાબર છે બન્ને ઈ ગુરુ આવશે …
છુઈમુઈનું બીજું નામ છે … લાજવંતી -
વિવેક્ભાઈ ,
મને પણ ઘણાંની જેમ એક જ પ્રશ્ન થયો – કે પુરુષ લખે તો ‘છુઈમુઈ’ નો ઉપયોગ કરે? ક્યાંક તમે એ જ તો નથી કહેવા માંગતા ને કે ક્યારેક ગમે તેવો મજબુત પુરુષ પણ સંજોગોવશાત લાગણીશીલ બનીને આંસુ વહાવી શકે છે અને ત્યારે સ્ત્રીની માફક વર્તન કરી બેસે છે – પણ આમ તો ‘છુઈમુઈ’ સ્ત્રીની લજાવવાની અને શરમાવવાની ક્રિયાનું નિરુપણ કરતો શબ્દ છે ને, નહી કે તેની લાગણી કે ભાવવાહી હોવાનો સંકેત આપતો? પણ કદાચ તમારી પાસે કોઈ નક્કર કારણ હશે – હું પણ અમિતભાઈની જેમ આપના પ્રત્યુતરની રાહ જોઊ છું. બાકી,
તુજ રડ્યે આષાઢી, તુજ અડ્યે વાસંતી થાઉં,
હું છુઈમુઈ, અડે કોઈ અને શરમાઉં…
. …અને કરમાઉંતો મને પણ છેક અંદર સુધી છુઈ ગયાં !!! અતિ સુંદર ભાવ !
-
ઉંડો અને અગાધ,હું દરીયો,
ઘૂઘવતો, ધસમસતો અને ડરાવતો,
વિશાળ બની વિશાળતા સર્જતો
હું દરીયો હાંફતો અને ભાગતોવજ્રસી કઠોર છાતી મારી
અંદર નાજુક એક દરીયાવ દિલ
કંઇક સમાયા દિલમાં મારા
હું દરીયો હરદમ હાંફતો અને ભાગતોવિવેકભાઇના શબ્દો….
પણ હું બાવળ નથી, ગમે ત્યાં ફૂટી નીકળુ
ઊર્મિઓથી ભર્યો ભર્યો
એક દીવોય મારા માટે છે ચંદ્રમા,
સળગ્યો નથી કે હું ભરતીએ ચડિયો,
ને ઓટે ચડું જો કદી શંખથી અડી જાઉં..
નર્મ નાજુક દિલ, થાકીને પોરો ખાઉ ઓટનો
હું દરીયો ઉંડો ’ને અગાધરચનાની થીમ સરસ છે.
વિવેક on August 19, 2010 at 7:00 pm
ચોક્કસ, અમિતભાઈ… મને પણ ગમશે…બે-એક દિવસમાં પ્રત્યુત્તર વાળીશ….
– નો ઇંતેજાર રહેશે… -
સરસ રચના માણવા મળી, કવિ સ્ત્રી પાસે કે પુરુષ પાસે અભિવ્યક્તિ કરાવે એ વિચારતા એવુ લાગે છે, પુરુષની જ વેદના વ્યક્ત થઈ હશે, શબ્દો થોડા કવિશ્રી ગોઠવી દેશે પર્ંતુ પુરુષની વાત ગમી ગઈ જે સાધારણ રીતે વ્યક્ત કરી શક્તો નથી………
-
A thought is women are sencitive and men are not but it is rong men are more then sensitive of women but they cant explain it
હું બાવળ નથી કે ગમે ત્યાં ઊગી જાઉં,
હું છૂઈમૂઈ, અડે કોઈ અને શરમાઉં…
. …અને કરમાઉં ! -
ગીતનો ભાવ, વાચકોનું એન્ગેજમેન્ટ, સર્જકની કેફિયત બધું રસપૂર્વક વાચ્યું.
હું છૂઈમૂઈ, અડે કોઈ અને શરમાઉં…
. …અને કરમાઉં !‘હુ છૂઈમૂઈ’ શબ્દયોજના પર કવિ વધુ વિચાર કરી લયભંગ વગર આ જ અર્થસાતત્ય સાથે જો ‘હું છૂઈમૂઈ શો’ એવો વાચ્યાર્થ મળે એવી શબ્દોયોજના મેળવી શકે તો કદાચ પ્રચલિત કાવ્યબાની વાંચવા કેળવાયેલા વાચકને વધુ રૂચે.
-
ખુબ જ સુંદર રચના,
સ્ત્રી અને પુરુષ બન્નેં એક જ સિક્કાની બે બાજુઓ છે.કોઈ એ પણ વધારે લગણીશીલ હોવાનો દાવા કરવો ખોટો છે.ફકત સ્ત્રી અને પુરુષ ની પોતની લાગણી વ્યકત કરવાની રીત જુદી હોય છે.
વિવેકનો રસાસ્વાદ ખુબ જ ગમ્યો.અને તે સાથેઆ ને તેના વિના પણ કવિતા વાંચવાની એતલિ જ મઝા આવી.

31 comments
Comments feed for this article
Trackback link: http://vmtailor.com/archives/830/trackback