*
હું બાવળ નથી કે ગમે ત્યાં ઊગી જાઉં,
હું છૂઈમૂઈ, અડે કોઈ અને શરમાઉં…
. …અને કરમાઉં !
છું એવો હું ઊર્મિઓથી ભર્યો ભર્યો
કે બુંદ-બુંદ લોહીમાં આખેઆખો દરિયો;
એક દીવોય મારા માટે છે ચંદ્રમા,
સળગ્યો નથી કે હું ભરતીએ ચડિયો,
ને ઓટે ચડું જો કદી શંખથી અડી જાઉં..
હું છૂઈમૂઈ, અડે કોઈ અને શરમાઉં…
. …અને કરમાઉં !
મોસમની સાથે મોસમ થવાની મને
કુદરતની એવી બક્ષિસ સાંપડી;
પાનખર બેસે શિયાળે હથેળીએ
પર્ણથીય પહેલી ખરે ચામડી,
તુજ રડ્યે આષાઢી, તુજ અડ્યે વાસંતી થાઉં,
હું છૂઈમૂઈ, અડે કોઈ અને શરમાઉં…
. …અને કરમાઉં !
– વિવેક મનહર ટેલર
(૦૧-૦૪-૧૯૯૧)
*
ખૂબ સરસ પણ આ કવિતા સ્ત્રી કહે છે કે પુરુષ ?
લતા હિરાણી
ohh god saheb it so nice tame bahar thi jetala kadak lago cho tetela andar thi naram cho…that so good બાવળ નથી કે ગમે ત્યાં ઊગી જાઉં,
મઝાના ગીતની આ પંક્તીઓ વધુ ગમી
મોસમની સાથે મોસમ થવાની મને
કુદરતની એવી બક્ષિસ સાંપડી;
પાનખર બેસે શિયાળે હથેળીએ
પર્ણથીય પહેલી ખરે ચામડી,
તુજ રડ્યે આષાઢી, તુજ અડ્યે વાસંતી થાઉં,
હું છુઈમુઈ, અડે કોઈ અને શરમાઉં…
…અને કરમાઉં !
યાદ…
છુઈમુઈ,રદીફને ક્યાં વાંધો હોય છે,
કાફિયા ગમે તેટલા બદલાય છે.
અમારા સ્પર્શની નજાકત તો જુઓ,
હાથ લગાડું ત્યાં છુઈમુઈ, શું શરમાય છે.
પ્રકૃતિનો સ્વભાવ છુઈમુઈ જેવો છે. હાથ અડાડીએને તો પાંદડા સંકોચાઈ જાય. સામાની પ્રકૃતિની ઓળખાણ થાય તો તેની જોડે વીતરાગતા રહે. પ્રકૃતિની ઓળખાણ થવી એ ‘જ્ઞાન’ અને જ્ઞાન થયું એટલે વર્તનમાં આવે!
વ્હાલપના વેણ બે’ક બોલું બોલું ત્યાં તો
અવળું રે મુખ કરી લેતો,
એવા પિયુને
લીલી છમ લાગણીની વેલ જરા ધીરેથી
ઊંચી કરીને એને વીંટું,
તો બંધાય મનના મિલનનો મોડ
બાકી બાવળના પાંચ એફ પાછળ દુનિયા દિવાની છે,,,,
ફુડ,ફોડર,ફર્નીચર,ફર્ટિલાઇઝરાને ફ્યુએલ
ઘણેી જ તાજગેીભરેી રચના…
મજા આવેી ગઈ.
સિદ્ધાર્થ શાહ
સરસ રચના….
ખુબજ સુન્દર. શબ્દ નથઇ વર્નન કરવા.
હું બાવળ નથી કે ગમે ત્યાં ઊગી જાઉં,
હું છુઈમુઈ, અડે કોઈ અને શરમાઉં…
. …અને કરમાઉં !સુન્દર…………………………………
very good
સુન્દર રચના………
મોસમ સાથે મોસમ થવુ કેવિ સરસ કલ્પના
તુજ રડ્યે આષાઢી, તુજ અડ્યે વાસંતી થાઉં, સુંદર જ ………..હરીન્દ્ર દવે યાદ આવી ગયા. ‘તું જ મારી મૌસમ, કાળની મિથ્યા આવન જાવન .’
waah…
bahut khoob…
સુંદર અભિવ્યક્તિ. અભિનંદન.
દાકતરસાહેબ,
આ કાવ્ય મારા માટે થોડું ગુંચવણભર્યું નીવડ્યું. સમય હોય ત્યારે સ્પષ્ટતા કરશો તો હું કાવ્ય તમારી દ્રષ્ટિએ માણી શકીશ.
આ કાવ્ય બાવળ બોલતો હોય એ રીતે લખાયું હોય એવું લાગે છે. અને બાવળ કહે છે મારું નામ ભલે બાવળ રહ્યું પણ મારી પ્રકૃતિ છુઈમુઈની છે. આ સમજણ બરાબર છે? કે પછી કાવ્ય છુઈમુઈ બોલતી હોય એવી રીતે લખાયું છે જે કહે છે કે હું બાવળ નથી..પણ તો પછી પુલ્લિંગનો પ્રયોગ પછીનાં અંતરામાં છે એનું અર્થઘટન કેવી રીતે કરવું? થોડો રસાસ્વાદ કરાવશો તો મજા પડશે. મને ખબર છે કે તમે તમારા પોતાના કાવ્ય વિષે આસ્વાદ કરાવવાને બદલે વાચક પર એ અનુભૂતિ છોડો છો પણ એકાદ અપવાદ ચાલે?
ચોક્કસ, અમિતભાઈ… મને પણ ગમશે…
બે-એક દિવસમાં પ્રત્યુત્તર વાળીશ….
તુજ રડ્યે આષાઢી, તુજ અડ્યે વાસંતી થાઉં,
હું છુઈમુઈ, અડે કોઈ અને શરમાઉં…
…અને કરમાઉં !
વાહ્,વાહ્,મઝા આવી ગઈ.અફ્લાતૂન..છુઈમુઈ શબ્દ દ્વારા તો ઘણું બધું કહી દીધુ.પણ છ અને મ બંને દીર્ઘ ન હોય ? મારા ખ્યાલથી ‘છૂઇમૂઇ’ શબ્દ છે.
ખૂબ ખૂબ આભાર વિવેકભાઈ! રાહ છે…
મોસમની સાથે મોસમ થવાની મને
કુદરતની એવી બક્ષિસ સાંપડી;
ખૂબ સુંદર્ પછી તે સ્ત્રી હોય કે પુરુષ.
લાગણી બંને ને સરખી હોય છે.
માત્ર અભિવ્યક્તિમા તફાવત છે.
વિવેકભાઇ ,
ભાવ સરસ છે…પરંતુ આમાં કશુંક ખૂટે છે. બાવળ એક કાંટાળું ઝાડ અને
આ શબ્દો પુરૂષ કહેતો હોય તો છુઈમુઈ એક લજ્જાળુ છોડ છે.જે સ્ત્રીલિંગ હોવાથી કાવ્ય તત્વને અડચણ પેદા કરે છે……સ્ત્રી કહેતી હોય તો પણ એ જ વાત ઊભી રહે છે…
છુઈમુઈની જોડણી બરાબર છે બન્ને ઈ ગુરુ આવશે …
છુઈમુઈનું બીજું નામ છે … લાજવંતી
વિવેક્ભાઈ ,
મને પણ ઘણાંની જેમ એક જ પ્રશ્ન થયો – કે પુરુષ લખે તો ‘છુઈમુઈ’ નો ઉપયોગ કરે? ક્યાંક તમે એ જ તો નથી કહેવા માંગતા ને કે ક્યારેક ગમે તેવો મજબુત પુરુષ પણ સંજોગોવશાત લાગણીશીલ બનીને આંસુ વહાવી શકે છે અને ત્યારે સ્ત્રીની માફક વર્તન કરી બેસે છે – પણ આમ તો ‘છુઈમુઈ’ સ્ત્રીની લજાવવાની અને શરમાવવાની ક્રિયાનું નિરુપણ કરતો શબ્દ છે ને, નહી કે તેની લાગણી કે ભાવવાહી હોવાનો સંકેત આપતો? પણ કદાચ તમારી પાસે કોઈ નક્કર કારણ હશે – હું પણ અમિતભાઈની જેમ આપના પ્રત્યુતરની રાહ જોઊ છું. બાકી,
તુજ રડ્યે આષાઢી, તુજ અડ્યે વાસંતી થાઉં,
હું છુઈમુઈ, અડે કોઈ અને શરમાઉં…
. …અને કરમાઉં
તો મને પણ છેક અંદર સુધી છુઈ ગયાં !!! અતિ સુંદર ભાવ !
ઉંડો અને અગાધ,હું દરીયો,
ઘૂઘવતો, ધસમસતો અને ડરાવતો,
વિશાળ બની વિશાળતા સર્જતો
હું દરીયો હાંફતો અને ભાગતો
વજ્રસી કઠોર છાતી મારી
અંદર નાજુક એક દરીયાવ દિલ
કંઇક સમાયા દિલમાં મારા
હું દરીયો હરદમ હાંફતો અને ભાગતો
વિવેકભાઇના શબ્દો….
પણ હું બાવળ નથી, ગમે ત્યાં ફૂટી નીકળુ
ઊર્મિઓથી ભર્યો ભર્યો
એક દીવોય મારા માટે છે ચંદ્રમા,
સળગ્યો નથી કે હું ભરતીએ ચડિયો,
ને ઓટે ચડું જો કદી શંખથી અડી જાઉં..
નર્મ નાજુક દિલ, થાકીને પોરો ખાઉ ઓટનો
હું દરીયો ઉંડો ’ને અગાધ
રચનાની થીમ સરસ છે.
વિવેક on August 19, 2010 at 7:00 pm
ચોક્કસ, અમિતભાઈ… મને પણ ગમશે…
બે-એક દિવસમાં પ્રત્યુત્તર વાળીશ….
— નો ઇંતેજાર રહેશે…
પાનખર બેસે શિયાળે હથેળીએ
પર્ણથીય પહેલી ખરે ચામડી,
તુજ રડ્યે આષાઢી, તુજ અડ્યે વાસંતી થાઉં,
હું છુઈમુઈ, અડે કોઈ અને શરમાઉં…
. …અને કરમાઉં !
કવિતાના ઊતાર-ચડાવ સૌ સુંદર ભાવો ઊભા કરે છે..
એક કુદરત સાથેનુ કવિનુ તીવ્ર તાદામ્તમ્ય છતુ થાય છે..
ખૂબ સરસ રચના છે. દરેક પુરૂષમાં ક્યાંક સ્ત્રીત્વ અને દરેક સ્ત્રીમાં ક્યાક પુરૂષત્વ રહેલું હોય જ છે.
મને છુઇમુઇમાં વાંધાકનક કઈ લાગતું નથી.
સરસ રચના માણવા મળી, કવિ સ્ત્રી પાસે કે પુરુષ પાસે અભિવ્યક્તિ કરાવે એ વિચારતા એવુ લાગે છે, પુરુષની જ વેદના વ્યક્ત થઈ હશે, શબ્દો થોડા કવિશ્રી ગોઠવી દેશે પર્ંતુ પુરુષની વાત ગમી ગઈ જે સાધારણ રીતે વ્યક્ત કરી શક્તો નથી………
Vivekbhai,
Smooth as silk and soft as muslin. Wonderful.
A thought is women are sencitive and men are not but it is rong men are more then sensitive of women but they cant explain it
હું બાવળ નથી કે ગમે ત્યાં ઊગી જાઉં,
હું છૂઈમૂઈ, અડે કોઈ અને શરમાઉં…
. …અને કરમાઉં !
ઘણીવાર મનમાં વિચાર આવે કે સંવેદનશીલતા શું માત્ર સ્ત્રીઓનો જ ઈજારો છે? પુરૂષ લાગણીપ્રધાન ન હોઈ શકે? મૂંછ હોય એ ધોધમાર રડી ન શકે? નાટક કે ફિલ્મ જોતીવેળા રડવું આવે તો કાયમ બાજુવાળાને ખબર ન પડે એમ જ કેમ આંસુ લૂંછવા પડે? આ કઈ જાતનું માઇન્ડ-સેટ છે?
…સંવેદનાની આવી જ કોઈક તીવ્ર ક્ષણે કોલેજકાળના યુવાન વર્ષોમાં આ ગીત લખાયું છે!
આ ગીત વિશે સ્પષ્ટતા કરવાનું મને કહેવામાં આવ્યું એ મને ગમ્યું. લતા હિરાણી જેવા સાક્ષરે સહુથી પહેલો પ્રતિભાવ આપ્યો: “ખૂબ સરસ ! પણ આ કવિતા સ્ત્રી કહે છે કે પુરુષ ?” આ કાવ્ય કોની ઉક્તિ છે એ તેઓ બરાબર સમજી જ શકે છે એ જાણતો હોવાથી મેં જવાબ ન આપ્યો કે આ પુરૂષની ઉક્તિ છે. ગીતમાં બે જગ્યાએ સાફ કહ્યું છે: “છું એવો હું ઊર્મિઓથી ભર્યો ભર્યો” અને “હું ભરતીએ ચડિયો”
પણ મેં સહજ અનુભવ્યું કે પુરુષ સંવેદનશીલ હોવાની અને ખાસ તો શરમાઈ અને કરમાઈ શકે એવી વાત મોટાભાગના મિત્રોને પચાવવી અઘરી પડી… જ્યોતિબેન જેવા કોઈક સ્ત્રી-ભાવક આ પુરૂષની પરિસ્થિતિ પચાવી શક્યા પણ એ તો અપવાદરૂપે જ…
છૂઈમૂઈ સ્વાભાવિકરીતે સ્ત્રીલિંગ છે. જો કે એ પુલ્લિંગ તરીકે વાપરી શકાય. છૂઈમૂઈ પુલ્લિંગ તરીકે વપરાય ત્યારે એનો અર્થ થાય છે: “ગુસ્સે થાય તેવો માણસ”. પણ અહીં મેં આ શબ્દ સ્ત્રીલિંગ તરીકે જ વાપર્યો છે… અને મને છૂઈમૂઈ યાને કે લજામણીનું શરમાવું-કરમાવું જ અહીં અભિપ્રેત છે…
જે મારે કહેવું છે તે એ છે કે સ્ત્રીલિંગી શબ્દોને પુરૂષોદગાર તરીકે ન પ્રયોજી શકાય? શું પુરૂષ એમ બોલી ન શકે કે મારો તો સ્વભાવ જ બળ્યો, લજામણી જેવો છે…!? વેદના પણ સ્ત્રીલિંગ છે… શું પુરૂષ એમ ન કહી ન શકે કે મને વેદના થાય છે?! આપણે કોઈ છોકરો શરમાળ હોય તો એને શું કહેતાં નથી કે સાવ છોકરી જેવો છોકરો છે?! તો એક મરદ મૂંછાળો લજામણી જેવો ન હોઈ શકે?
બાવળને સ્થળ-કાળ કશું નડતું નથી… એ ગમે ત્યાં ગમે એવા સંજોગોમાં ગમે ત્યારે ઊગી નીકળે છે… બાવળ સર્વમાન્ય પુરુષની પ્રકૃતિ સૂચવે છે જ્યારે એથી વિપરિત લજામણી બરાબર એક્સો એંસી અંશનો વિરોધાભાસ – સ્ત્રૈણ પ્રકૃતિ- બતાવે છે અને એ જ મને પણ અહીં ઈંગિત છે…
બાકીની કવિતા વિશે આથી વિશેષ કંઈ મારે કહેવાનું રહેતું નથી…
આભાર વિવેકભાઈ! તમારા ખુલાસા પછી રચના ફરીથી માણવી ગમી! છૂઈમૂઈના પુલ્લિંગ અર્થ વિશે નવી માહિતી સાંપડી. તમારા સાથે સો ટકા સહમત છુ – દરેક પુરુષમાં સ્ત્રેણ સ્વભાવના અંશ હોય જ છે અને એના ખુલ્લા એકરાર અંગે કોઈ સંકોચ ન હોવો ઘટે. ખૂબ ખૂબ આભાર.
ગીતનો ભાવ, વાચકોનું એન્ગેજમેન્ટ, સર્જકની કેફિયત બધું રસપૂર્વક વાચ્યું.
હું છૂઈમૂઈ, અડે કોઈ અને શરમાઉં…
. …અને કરમાઉં !
‘હુ છૂઈમૂઈ’ શબ્દયોજના પર કવિ વધુ વિચાર કરી લયભંગ વગર આ જ અર્થસાતત્ય સાથે જો ‘હું છૂઈમૂઈ શો’ એવો વાચ્યાર્થ મળે એવી શબ્દોયોજના મેળવી શકે તો કદાચ પ્રચલિત કાવ્યબાની વાંચવા કેળવાયેલા વાચકને વધુ રૂચે.
ખુબ જ સુંદર રચના,
સ્ત્રી અને પુરુષ બન્નેં એક જ સિક્કાની બે બાજુઓ છે.કોઈ એ પણ વધારે લગણીશીલ હોવાનો દાવા કરવો ખોટો છે.ફકત સ્ત્રી અને પુરુષ ની પોતની લાગણી વ્યકત કરવાની રીત જુદી હોય છે.
વિવેકનો રસાસ્વાદ ખુબ જ ગમ્યો.અને તે સાથેઆ ને તેના વિના પણ કવિતા વાંચવાની એતલિ જ મઝા આવી.
માન. વિવેકભાઇ,
હું છૂઈમૂઈ, અડે કોઈ અને શરમાઉં…
. …અને કરમાઉં !
— વિષેનો તમારો ખુલાસો વાંચ્યો.
કવિતા share કરો છો, તેમ તેના શબ્દોના પુ્થ્થકરણ માટેની તમારી ચર્ચા આવકાર્ય અને અભિનંદનીય છે.